Baby Names starting with F : છોકરાનું નામ F પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ
Baby Names starting with F: F સાથે બેબી બોયના નામ (Baby Names) શોધવામાં મૂંઝવણ છે? તો તમે અહીંથી પણ વિચારો લઈ શકો છો. તો તમને જણાવીયે કે F પરથી કયા બાળકોના નામ રાખી શકો છો.
Baby Names starting with F: એવું માનવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિના વર્તન અને સ્વભાવને નામથી (Baby Names) ઓળખવામાં આવે છે. એટલા માટે લોકોએ તેમના બાળકો માટે એવા નામો શોધવા પડે છે જેનો સારો અર્થ હોય. કારણ કે એવું પણ કહેવાય છે કે આની અસર વ્યક્તિના વ્યક્તિત્વ પર પણ પડે છે. ઘણા બાળકોના નામ F પરથી રાખવામાં આવ્યા છે. કેટલીકવાર આ મૂળાક્ષરોમાંથી નામ શોધવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે.
પહેલાના સમયમાં જ્યાં બાળકોનું નામ દાદી, દાદા કે ઘરના મોટા બાળકોના નામ રાખતા હતાં. હવે લોકો ઈન્ટરનેટ પર બાળકોના નામ સરળતાથી સર્ચ કરી લે છે. પરંતુ ઈન્ટરનેટ પર નામોના પૂરને જોઈને ક્યારેક મૂંઝવણ પણ સર્જાઈ જાય છે. પરંતુ તમારે તેમાં વધારે પડવાની જરૂર નથી.
આવામાં જો તમે F એટલે કે ફ પરથી છોકરાનું નામ શોધી રહ્યા છો, તો તમે અહીંથી પણ વિચારો લઈ શકો છો. તો તમને જણાવીયે કે F પરથી કયા બાળકોના નામ રાખી શકો છો.
F પરથી શરુ થતાં યુનિક અને અટ્રેક્ટિવ નામ
- ફતિન -(Fathin) – આકર્ષક અને મોહક
- ફહાદ (Fahad) – દીપડાની જેમ ઝડપી, હિંમતવાન, બહાદુર
- ફનિંદર (Fanindra) – શિવનું સ્વરૂપ
- ફલેશ (Falesh) – જે સારા પરિણામોની ઈચ્છા રાખે છે
- ફોજિંદર (Fojinder) – સ્વર્ગના દેવતાઓની સેના
- ફારસ (Faras) – ફળોનો રસ
- ફલિત (Falit) – ફળદ્રુપ જમીન
- ફતેહદીપ (Fatehdeep) – તેનો અર્થ વિજયનો દીવો છે
- ફલાંકુર (Falankur) – ફળનું બીજ
- ફલદીપ (Faldeep) – ફળદાયી પ્રકાશ અને ભગવાનના આશીર્વાદ
- ફલાનંદ (Falanand) – પરિમાણનો આનંદ લેનાર
- ફતેહમીત (Fatehmit) – જે વિજયની આશા રાખે છે
- ફદેન્દ્ર (Fadendra) – આઝાદ અને સ્વતંત્ર
- ફનેન્દ્ર (Fanendra) – દિવ્ય સાંપ
- ફલીભૂષણ (Fanibhushan) – ભગવાન શિવ
- ફણીશ (Fanish) – ભગવાન શિવ, દેવતા
- ફલિતાંશ (Falitansh) – જે પરિણામો સ્વીકારે છે
- ફ્રવેશ (Farvesh) – ફરિશ્તા
- ફનીલ (Faniel) – ચંચળતા
- ફ્રાની (Frany) – આધુનિક નામનો અર્થ નથી
- ફલક (Falak) – સ્વર્ગ અને આકાશ
- ફારીસ (Faaris) – તેનો અર્થ છે બુદ્ધિશાળી
- ફાલ્ગુન (Falgun) – ઠંડા વાતાવરણમાં જન્મેલ
- ફણીનેશ્વર (Faneeshwar) – સર્પોનો રાજા
- ફણેશ (Fanesh) – સુંદર
- ફલગુ (Falgu) – સુંદર
- ફકીર (Fakir) – મહાત્મા, સંત
- ફાબીસ (Fabish) – ખુશ
- ફાલ્ગુના (Falguna) – આધુનિક નામનો અર્થ નથી
- ફૈઝલ (Faizal) – તેનો અર્થ છે ન્યાયાધીશો
આ પણ વાંચો: Baby Names starting with E: છોકરીનું નામ E પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ
ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો