AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Names starting with A: આરવ, અપૂર્વ, અવનીશ, અભિનવ અને આદિત્ય, જાણો A થી શરૂ થતા પોપ્યુલર બેબી બોયના નામ અને તેનો અર્થ

શું તમારા ઘરમાં કોઈ નવા મહેમાન એટલે કે બાળકની એન્ટ્રી થવા જઈ રહી છે. આજકાલ બાળકના આગમન પછી તેનું નામ (Baby Names) શોધવાનું એકદમ સામાન્ય છે. શું તમે યુનિક અને એટ્રેક્ટિવ નામ શોધી રહ્યાં છો? તો તમે આ છોકરાઓના નામોમાંથી કોઈપણ એક પસંદ કરી શકો છો.

Baby Names starting with A: આરવ, અપૂર્વ, અવનીશ, અભિનવ અને આદિત્ય, જાણો A થી શરૂ થતા પોપ્યુલર બેબી બોયના નામ અને તેનો અર્થ
baby boy names starting with AImage Credit source: Freepik
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 7:52 PM
Share

Baby Names starting with A: ઘરમાં નવા મહેમાનનું આગમન એટલે કે બાળકની એન્ટ્રી તેની સાથે ઘણી ખુશીઓ લઈને આવે છે. માતા-પિતા અથવા ઘરના અન્ય સભ્યો બાળકના સ્વાગતમાં સામેલ થાય છે. આ તૈયારીઓમાં બાળકનું નામકરણ (Baby Names) પણ સામેલ છે. માતા-પિતા અથવા પરિવાર તેમના બાળકનું નામ એવી રીતે રાખવાનો પ્રયાસ કરે છે કે તે માત્ર તેને ઓળખાણ જ નહીં આપે પરંતુ તે તદ્દન અલગ પણ હોય. કહેવાય છે કે આપણું વ્યક્તિત્વ કે સ્વભાવ પણ નામ પરથી જ નક્કી થાય છે. તો અમે એક નવી સિરીઝ તમારી સમક્ષ લઈને આવ્યા છે. આ સિરીઝથી તમને તમારા બાળકનું નામ શોધવામાં મદદ મળશે. તમે ‘A’ સિવાય નામ સિવાયના શોધવા માટે અહીં ક્લિક કરો.

આજકાલ ઘણા માતા-પિતા બાળકના પ્લાનિંગની સાથે જ તેમના બાળક માટે એક એવું નામ શોધવાનું શરૂ કરે છે જે યુનિક અને એટ્રેક્ટિવ હોય. કેટલાક ટ્રેડિશનલ નામો પર ધ્યાન ફોકસ કરે છે તો કેટલાક માતાપિતા એવા નામો ઈચ્છે છે જેનો અર્થ ઊંડો હોય. એવું કહેવાય છે કે બાળકના નામની તેના જીવન પર સૌથી વધુ અસર પડે છે. તેથી જ નામકરણ વિધિને આપણી ધાર્મિક વિધિઓમાં સામેલ કરવામાં આવી છે.

જીવનના 16 સંસ્કારોમાં નામકરણ સંસ્કારનું પાંચમું સ્થાન છે. એટલા માટે બાળકનું નામ રાખતા પહેલા વિચારવું જોઈએ. જો તમે પણ તમારા ઘરે આવનાર મહેમાન માટે એક સરસ, અનોખું અને અર્થપૂર્ણ નામ ઈચ્છો છો, તો અમે તમારી સમસ્યાને સરળ બનાવીએ છીએ. ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને નામકરણ કરવામાં આવે છે. અહીં અમે તમને A એટલે કે અ થી શરુ થતાં એવા 30 અલગ-અલગ અને આકર્ષ છોકરાઓના નામ જણાવવા જઈ રહ્યા છીએ, જે નામકરણમાં તમારી સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકે છે.

છોકરાઓ માટે 30 અટ્રેક્ટિવ અને યુનિક નામો

  1. અપૂર્વ – અદ્વિતિય, અભૂતપૂર્વ, એક પ્રકારનો, જે પહેલા ક્યારેય નહીં જોયો હોય
  2. અભિનવ – તદ્દન નવો, એકદમ નવો, આધુનિક, યુવા, જવાન
  3. આદિત્ય – સૂર્ય, ભગવાન સૂર્ય, અદિતિનો પુત્ર, જે શરૂઆતમાં ચમકે છે
  4. આરવ – ધ્વનિ, સંગીત અથવા જ્ઞાન, શાંતિ પ્રિય વ્યક્તિ
  5. અનુજ – તે એવી વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરી શકે છે જે જીવંત, મહેનતુ અને ઉત્સાહથી ભરેલી હોય
  6. અતુલ – જેની તુલના ન થઈ શકે
  7. અવનીશ – સમગ્ર દુનિયાનો માલિક, ભગવાન ગણેશ, શાસક, પૃથ્વીના દેવતા, ભગવાન ગણેશજીનું એક નામ છે. અવનીશ નામના લોકો નીડર સ્વભાવના હોય છે અને સરળતાથી હાર માનતા નથી
  8. આશુતોષ – મૈત્રીપૂર્ણ સ્વભાવ જીવનમાં ઘણા મિત્રો બનાવવામાં મદદ કરે છે. આ સિવાય સામાજિક કૌશલ્યની ગુણવત્તા તેમને સારું વર્તુળ બનાવવામાં મદદ કરે છે
  9. અરવિંદ – કમળ, સિદ્ધિ મેળવનાર, સફળ
  10. અર્ચિત – અર્ચિત નામના છોકરાઓ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. અર્ચિત નામના છોકરાઓ પ્રતિભાશાળી અને પ્રગતિશીલ હોય છે
  11. અર્પિત – દાન કરવા વાળો, અર્પણ કરનાર
  12. અંબર – આકાશ, સ્વર્ગ, તે અવકાશી ક્ષેત્રના વિશાળ વિસ્તરણનું પ્રતિનિધિત્વ કરે છે
  13. અંકિત – ચિહ્નિત (ઘણી વખત વ્યક્તિની ક્રિયાઓ, સિદ્ધિઓ અથવા પાત્ર લક્ષણો સાથે સંકળાયેલ)
  14. આકાશ – આસમાન (ચમક અથવા તેજના ગુણો સાથે પણ સંકળાયેલ હોઈ શકે છે)
  15. અંકુર – નવો છોડ, નવજાત, ફૂલ, નવું જીવન. આપણે અંકુર નામના છોકરાઓમાં પણ આ પ્રકારનું વ્યક્તિત્વ જોઈ શકીએ છીએ.
  16. અક્રાંત – જેને હરાવી શકાતો નથી (અજય)
  17. અનંત – નામનો અર્થ એ છે કે જેનો કોઈ અંત નથી, શાશ્વત. એવું માનવામાં આવે છે કે કેટલીકવાર નામ વ્યક્તિના સ્વભાવ અને તેના ભવિષ્યને ચોક્કસપણે અસર કરે છે અને આ જ કારણ છે કે ઘણા માતા-પિતા તેમના બાળક માટે અનંત નામ પસંદ કરે છે
  18. અંશ – ભાગ, અથવા શિક્ષણ (તે કોઈ મોટી વસ્તુનો ટુકડો અથવા વિભાજન હોવાનું પ્રતીક છે)
  19. અંશુમત – સૂર્ય, તેજસ્વી, તે ચમકતા હોવાનો સંકેત આપે છે
  20. અભિરામ – મનોહર (આ નામની વ્યક્તિ અન્યને પ્રસન્ન કરે છે અથવા અન્યને ખુશી આપે છે)
  21. અભિસાર – સહારા (આ નામ ધરાવતા લોકો અન્યને મદદ કરવા તૈયાર હોય છે)
  22. આલોક – રોશની, આ નામના લોકો ખૂબ જ સરળ, મિલનસાર અને કલાના પ્રેમી હોય છે. આ ભગવાન શિવનું નામ છે
  23. અવિકાંત – હદથી વધારે પ્યારો
  24. અંજય – અજેય, જેને હરાવી શકાતો નથી
  25. આયુષ – ઉંમર, માણસ, જીવન જીવવાનો સમય અને આશીર્વાદ વગેરે. આ નામની અસર આયુષ નામના લોકો પર જોવા મળે છે એમ કહેવું ખોટું નહીં હોય
  26. અંશુ – પ્રકાશનું કિરણ
  27. અવધેશ – રાજા દશરથના રાજા, આ નામની વ્યક્તિ ખૂબ જ બુદ્ધિશાળી સ્વભાવની હોય છે. આ વ્યક્તિ હિંમતવાન છે અને સતત કામ કરે છે. તેમને બૌદ્ધિક પડકારો ગમે છે
  28. અનિલ – નામનો અર્થ છે વાયુ, શાનદાર, ભગવાન વિષ્ણુનું નામ વગેરે. એવું માનવામાં આવે છે કે આ બધા અર્થોની અસર અનિલ નામની વ્યક્તિઓના વર્તનમાં જોવા મળે છે
  29. અનિદેવ – અહેસાસ
  30. અમનદીપ – આ નામનો અર્થ શાંતિની રોશની, અમનનો દીવો/ પ્રકાશ, શાંતિનો પ્રકાશ, શાંતિની રોશની, શાંતિ/સુખ માટે પ્રયત્નશીલ, હર્ષિત અને ખુશ વ્યક્તિ છે

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">