AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સફેદ કોળાનો જ્યુસ ઉનાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન રુપ છે, તેના સેવનથી તમને મળશે આ ફાયદા

Ash Gourd juice benefits : સફેદ કોળાનો જ્યુસ શરીર માટે ખૂબ જ લાભકારક છે. રોજ સવારે નિયમિત સફેદ કોળાના રસનું સેવન કરવાથી પાંચન તંત્ર સ્વાસ્થ રહે છે.

સફેદ કોળાનો જ્યુસ ઉનાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન રુપ છે, તેના સેવનથી તમને મળશે આ ફાયદા
Ash Gourd juice benefits
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 2:18 PM
Share

સફેદ કોળું ખૂબ જ પૌષ્ટિક શાકભાજી છે. તેનાથી સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકાર છે. સફેદ કોળામાં રહેલા પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ તેને સુપરફૂડ બનાવે છે. નિષ્ણાતોના મત અનુસાર દરરોજ સવારે સફેદ કોળાનો જ્યુસ પીવો જોઈએ. તો આવો જાણીએ આ પીવાથી સ્વાસ્થ્ય પર શું સકારાત્મક અસર થાય છે.

આ પણ વાંચો : Women Health: પ્રી-મેનોપોઝ શું છે? જાણો મહિલાઓના સ્વાસ્થ્ય પર તેની શું અસર થાય છે

સફેદ કોળાના જ્યુસના ફાયદા

વજન ઘટાડવામાં મદદરૂપ-

સફેદ કોળામાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે અને પાણી અને ફાઈબર પ્રમાણમાં વધારે હોય છે. જેથી સફેદ જ્યુસ પીવાથી વજન ઘટાડી શકાય છે. સફેદ કોળામાં રહેલું ફાઈબર તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તમે પ્રોસેસ્ડ અને જંક ફૂડ અથવા કંઈપણ વધુ પડતું ખાવાનું ટાળી શકો છો. આવી સ્થિતિમાં આ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

શરીરને ડિટોક્સ કરે છે-

સફેદ કોળાનો રસ તમારા શરીરને ખૂબ સારી રીતે ડિટોક્સ કરી શકે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. નિયમિત સેવન કરવાથી બીમારીથી દૂર રહી શકાય છે. સફેદ કોળાનો જ્યુસ લોહીને શુદ્ધ કરે છે, અને ઊંઘની પેટર્ને સુધારે છે.

પાચન તંત્રને સ્વાસ્થ્ય રાખે છે –

સફેદ કોળાનો રસ પીવાથી પાચનતંત્ર સારું રહે છે. તેમાં રહેલા ફાઈબર પાચનક્રિયાને સુધારે છે. તેનો ઉપયોગથી ગેસ અને એસિડિટીથી રાહત આપે છે.

હાઇડ્રેટેડ રાખે છે –

ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની અછત ઘણી વાર થાય છે. આવી સ્થિતિમાં, જો તમે કોળાના જ્યુસનું સેવન કરો છો, તો તમે લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહી શકો છો. કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ઘણું વધારે છે. તેની અસર પણ ઠંડી હોય છે. કોળાનો રસ ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખવામાં મદદ કરી શકે છે.

ઈમ્યુનિટી બૂસ્ટર-

સફેદ કોળાના જ્યુસ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમે ઘણી બીમારીઓ કે ઈન્ફેક્શનથી સુરક્ષિત રહી શકો છો. તેમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે.

ત્વચા માટે-

જેમની ત્વચા તૈલી અને શુષ્ક છે તેમણે સફેદ કોળાનો રસ પીવો જોઈએ. તેમાં ખીલ વિરોધી, વૃદ્ધત્વ વિરોધી ગુણો છે. આ રસ કુદરતી એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે. ત્વચાના નીચેના સ્તર પરના જૂના કોષોને દૂર કરીને નવા કોષો બનાવે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગેના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">