બજેટ દરમિયાન શું તમે મોદીના જેકેટ પર ધ્યાન આપ્યું? બજેટની જાહેરાત વખતે મોદી ટેબલ પર થપથપાવતા હતા તે જોયું? જો ના તો વાંચો આ ખબર અને જાણો બજેટના આ રસપ્રદ પાસાઓ વિશે

બજેટ દરમિયાન શું તમે મોદીના જેકેટ પર ધ્યાન આપ્યું? બજેટની જાહેરાત વખતે મોદી ટેબલ પર થપથપાવતા હતા તે જોયું? જો ના તો વાંચો આ ખબર અને જાણો બજેટના આ રસપ્રદ પાસાઓ વિશે

જી હા, આપણને સૌને ખબર છે કે હાલ મધ્યમવર્ગના લોકોનો જુસ્સો આસમાને છે. જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે બજેટ-2019 આખરે રજૂ કરી દેવાયું. અને તેનાથી નોકરિયાત લોકો અને મધ્યમવર્ગના લોકો ઘણાં ખુશ છે. બજેટની જાહેરાત દરમિયાન સંસદમાં NDA સરકારનો જોષ જોવા જેવો હતો. પણ જ્યારે તમે આ બજેટને ધ્યાનથી સાંભળી રહ્યાં હતા […]

TV9 Web Desk3

|

Feb 01, 2019 | 10:20 AM

જી હા, આપણને સૌને ખબર છે કે હાલ મધ્યમવર્ગના લોકોનો જુસ્સો આસમાને છે. જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે બજેટ-2019 આખરે રજૂ કરી દેવાયું. અને તેનાથી નોકરિયાત લોકો અને મધ્યમવર્ગના લોકો ઘણાં ખુશ છે.

બજેટની જાહેરાત દરમિયાન સંસદમાં NDA સરકારનો જોષ જોવા જેવો હતો. પણ જ્યારે તમે આ બજેટને ધ્યાનથી સાંભળી રહ્યાં હતા ત્યારે એવી થોડા ઘણાં કિસ્સાઓ સર્જાયા જેના પર કદાચ તમારી નજર નહીં ગઈ હોય.

અહીં જુઓ અને વાંચો એ રસપ્રદ કિસ્સા વિશે.

નરેન્દ્ર મોદીનું ગ્રીન જેકેટ

નરેન્દ્ર મોદીનું જેકેટ જોયું તમે? તમને થશે તેમાં શું નવું હતું. આવું જેકેટ તો વડાપ્રધાન મોદી પહેરતા જ આવ્યા છે. પણ આ જેકેટમાં ખાસ છે તેનો કલર અને તે છે ગ્રીન એટલે કે લીલો કલર.

એક વખત કોંગ્રેસ સાંસદ શશી થરૂરે એક સવાલ ઉભો કર્યો હતો કે કેમ વડાપ્રધાન મોદી ગ્રીન-લીલા કલરના કપડા નથી પહેરતા? શશી થરૂર એક સેમિનારમાં સ્પીચ આપી રહ્યાં હતાં અને તેમણે આ સવાલ ઉઠાવ્યો હતો.

ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીએ ક્યારેય ગ્રીન કલરના કપડા નથી પહેર્યા કારણ કે ગ્રીન કલરને ક્યાંક ને ક્યાંક મુસલમાનોના કલર સાથે જોડવામાં આવે છે.

પણ આજના બજેટ બાદ આ સવાલનો છેદ જ ઉઠી ગયો કે જ્યારે મોદીએ ગ્રીન જેકેટ પહેર્યું. એ સિવાય પણ કેટલીક વખત વડાપ્રધાન ગ્રીન કલરના કપડામાં જોવા મળ્યા છે. હા, તેઓ આ કલર વધુ પડતો નથી પહેરતા પણ તે પહેરે છે.

ઉરી ફિલ્મનો જોષ

બૉલિવૂડ ફિલ્મ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક લોકોએ જેટલી વખાણી છે તેટલી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી નિર્મલા સીતારામન, ગોઆના મુખ્યપ્રધાન મનોહર પરિકર અને વિવિધ મંત્રીઓ વખાણી ચૂક્યા છે. પણ આજે સંસદમાં જ ઉરી ફિલ્મનો જોષ જોવા જેવો હતો.

બજેટની જાહેરાત દરમિયાન જ નાણાં મંત્રી પિયૂષ ગોયલ બોલ્યા,

“મને તો ઉરી ફિલ્મ જોવાનું સૌભાગ્ય મળ્યું છે. જે મજા આવી છે, જે જોષ હતો થિયેટરમાં. ઉરી જોયા બાદ હવે એન્ટરટેઈનમેન્ટ વધુ ને વધુ લોકો સુધી સરળતાથી ઉપલબ્ધ થવું જોઈએ.”

નરેન્દ્ર મોદીએ કેટલી વાર ટેબલ થપથપાવ્યું

જ્યારે બજેટની આ મુખ્ય હાઈલાઈટ ગણાતી એવી જાહેરાત કરવામાં આવી કે હવે ટેક્સ ભરવાની આવક મર્યાદા રૂ.2.50 લાખથી વધારીને રૂ.5 લાખ કરી દેવાઈ છે ત્યારે નરેન્દ્ર મોદીને અને તેમના જુસ્સાને જોયો હતો? તેમણે આશરે 20 વખત ટેબલ થપથપાવ્યું અને એ પણ હાથ અને ટેબલ વચ્ચે એટલું અંતર હતું કે હથેળીમાં દર્દ થાય.

જુઓ નરેન્દ્ર મોદીનો જુસ્સો દર્શાવતો VIDEO:

FM Piyush Goyal: Individual taxpayers having annual income upto 5 lakhs will get full tax rebate #Budget2019 #TV9News

FM Piyush Goyal: Individual taxpayers having annual income upto 5 lakhs will get full tax rebate#Budget2019 #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, ३१ जानेवारी, २०१९

રાહુલ ગાંધીની બૉડી લેંગ્વેજ નોટિસ કરી?

એકબાજુ જ્યાં સંસદમાં બજેટ-2019ની જાહેરાત કરાઈ રહી હતી અને વડાપ્રધાન જોસજોસથી ટેબલ થપથપાવી રહ્યાં હતા ત્યાં બીજી બાજુ રાહુલ ગાંધીની બૉડી લેંગ્વેજ એવી દેખાઈ જાણે કે તે ઉદાસ હોય.

[yop_poll id=967]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati