જમવાની થાળી ફરતે પાણી કેમ છાંટવામાં આવ છે?, જાણો ભોજન કર્યા પહેલાના અને પછીના નિયમો

સનાતન પરંપરામાં ભોજન પહેલાં અને ભોજન કર્યા પછી શું કરવું તેના માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે, મા અન્નપૂર્ણાને પ્રસન્ન કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે દરેક વ્યક્તિએ આ નિયમો પાળવા આવશ્યક છે. ભોજન સંબંધિત તમામ નિયમો જાણવા વાંચો આ લેખ.

જમવાની થાળી ફરતે પાણી કેમ છાંટવામાં આવ છે?, જાણો ભોજન કર્યા પહેલાના અને પછીના નિયમો
Rules of before and after meals
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 10:12 PM

ભારતીય સંસ્કૃતિમાં ભોજનમાં શું ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ અને કોના હાથથી રાંધેલ ભોજન જમવું જોઈએ અને તે કેવી રીતે જમવું જોઈએ તે અંગે વિગતવાર બતાવવામાં આવેલ છે. જેમ કે આપણે ત્યાં ભોજન કરતા પહેલા જમવાની થાળી ફરતે ત્રણ વખત પાણી છાંટવાની પરંપરા છે. જેનો અર્થ છે અન્ન દેવતાનું સન્માન કરવું. જો કે તેની પાછળ પણ એક તાર્કિક કારણ રહેલું છે.પહેલાના સમયમાં લોકો સામાન્ય રીતે જમીન પર બેસીને ભોજન કરતા હતા. આવી સ્થિતિમાં ભોજન કરતા પહેલા જળનું આચમન કરીને જમવાની થાળી ફરતે પાણીનું કુંડાળું કરવામાં આવતું હતું. જેના કારણે સૂક્ષ્મજીવાણુ પ્લેટની નજીક આવી ન જાય. ચાલો જાણીએ ભોજન સાથે સંબંધિત આવા કેટલાક નિયમો.

1) જેવું અન્ન એવું મન – આ કહેવત પરથી જાણવા મળે છે કે ભોજન હંમેશા ઈમાનદારીથી કમાઈને જ ખાવું જોઈએ.

2) ભોજન બનાવનાર અને ભોજન આરોગનાર બંને વ્યક્તિનું મન પ્રસન્ન રહેવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

3) ભોજન હંમેશા ચોખ્ખી જગ્યાએ તૈયાર કરવું જોઈએ.

4) માતા, પત્ની અને પુત્રી દ્વારા તૈયાર કરાયેલ ભોજન હંમેશાં વૃદ્ધી આપનારું હોય છે.

5) ભોજન સામગ્રી તૌયાર થયા બાદ સૌપ્રથમ અગ્નિદેવને ભોજન ધરાવવાનું વિધાન છે. ત્યારબાદ પંચવલિકાનું વિધાન છે. પંચવાલિકા એટલે ભોજન આરોગતા પહેલા ગાય, કુતરું, કાગડો, કીડી અને દેવાતો માટે ભોજન કાઢવું જરૂરી છે.

6) પંચવાલિકાનું વિધાન કર્યા બાદ જો ઘરમાં કોઈ અતિથીનું આગમન થયું હોય તો આપણે પોતે ભોજન કરતા પહેલા પ્રસન્ન મને અતિથીને ભોજન કરાવવું જોઈએ. અતિથીને હંમેશા તાજું અને ગરમ ભોજન જમાડવું જોઈએ.

7) ભોજન ગમે તેવું બન્યું હોય, ક્યારેય ભૂલથી પણ ભોજનની નિંદા કરવી જોઈએ નહીં. ઈશ્વરનો પ્રસાદ સમજીને આનંદ સાથે ભોજન આરોગવું જોઈએ.

ભોજન પહેલા આ મંત્ર બોલવો જોઈએ સનાતન પરંપરામાં ભોજન પહેલાં મંત્રોચ્ચાર કરવાની પરંપરા ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે આ ભોજન પહેલા આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી દેવી-દેવતાઓ સાથે અન્ન દેવના આશીર્વાદ હંમેશા આપણા ઉપર રહે છે. ચાલો આપણે જાણીએ ક્યોં મંત્ર બોલ્યા પછી જ આપણે ભોજન શરૂ કરવું જોઈએ

ભોજન મંત્ર

ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम्। ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना।।

ॐ सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु। मा विद्‌विषावहै॥ ॐ शान्ति: शान्ति: शान्ति:॥

આ પણ વાંચો : LORD SHIVA : જાણો શા માટે સોમવારે જ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, શું છે આ પાછળનું કારણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">