અસમના જે લોકો દેશવિહીન જાહેર થઈ જશે શું તે કોઈ અધિકારની દાવેદારી કરી શકશે?

અસમના જે લોકો દેશવિહીન જાહેર થઈ જશે શું તે કોઈ અધિકારની દાવેદારી કરી શકશે?

અસમના નેશનલ સિવિલ રજીસ્ટર (NRC)ના કારણે 19 લાખથી વધારે લોકોના ભવિષ્ય પર લટકતી તલવાર છે. હવે તેમને ફોરેન ટ્રિબ્યુનલની સામે પોતાને ભારતના નાગરિક હોવાના પૂરાવા હાજર કરવા પડશે. આ પ્રક્રિયા 120 દિવસમાં પૂરી કરવી પડશે.

ટ્રિબ્યુનલની પાસે નક્કી કરવાનો અધિકાર છે કે કોણ ભારતનું નાગરિક છે અને કોણ નહી. જેમને ટ્રિબ્યુનલથી પણ રાહત નહી મળે, તે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે પણ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘનનું કારણ આપી અને ટ્રિબ્યુનલના નિર્ણયની વિરૂદ્ધ નહી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો શું જેમને કોઈ જગ્યાએથી રાહત નહી મળે, તેમને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવશે? તેની શક્યતા ખુબ ઓછી છે. ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર તેમના ઢાકા પ્રવાસ દરમિયાન બાંગ્લાદેશને ખાતરી આપી ચૂક્યા છે કે NRC એક આંતરિક મામલો છે.

તેથી ફોરેન ટ્રિબ્યુનલથી બિન-ભારતીય જાહેર થતાં જ લોકો રાષ્ટ્રવિહીન થઈ જશે અને તે ભારતીય અને બાંગ્લાદેશી રહેશે નહી. તેનાથી મોટી વાત એ છે કે તેમને ઘણા આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ પણ સંરક્ષણ નહી મળી શકે કારણ કે ભારત તે નિયમોનું પાલન કરવા માટે બંધાયેલું નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

UN કન્વેન્શન 1954

1954 UN કન્વેશન 28 સપ્ટેમ્બર 1954ના રોજ અપનાવવામાં આવ્યું હતું અને 6 જૂન 1960થી તેને લાગૂ પણ કરવામાં આવ્યું. જેમાં દેશવિહીન લોકોના ન્યૂનતમ માનવઅધિકારોના સંરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં દેશવિહીન લોકોની પરિભાષામાં કહેવામાં આવ્યું છે. જેમને કોઈ પણ દેશ પોતાના કાયદા હેઠળ પોતાનું નાગરિક નથી માનતું.

1954 કન્વેન્શન હેઠળ દેશવિહીન લોકોને જે અધિકાર આપવામાં આવ્યા છે. તેમાં શિક્ષણ, રોજગાર અને રહેઠાણના અધિકાર મુખ્ય છે. સાથે જ દેશવિહીન લોકોની પાસે ઓળખપત્ર, મુસાફરીના દસ્તાવેજો અને વહીવટી સપોર્ટ મેળવવાનો અધિકાર છે. કન્વેન્શનના આર્ટિકલ 16 દેશવિહિન લોકોને તે દેશની કોર્ટનો દરવાજો ખખડાવવાનો અધિકાર આપે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

યુએન કન્વેન્શન 1961

તેને 30 ઓગસ્ટ 1961ના રોજ હસ્તગત કરવામાં આવ્યો હતો અને 13 ડિસેમ્બર 1975થી લાગૂ છે. તેનો ઉદ્દેશ સમયની સાથે સાથે દેશવિહીન લોકોની સંખ્યા ઓછી કરવાનો છે. તેનો મહત્વપૂર્ણ પક્ષ આર્ટિકલ 1 છે. જે કહે છે કે જે દેશમાં કોઈ વ્યક્તિનો જન્મ થયો હોય, તે દેશ તેને જન્મથી નાગરિક થવાની જોગવાઈ હેઠળ પોતાની રાષ્ટ્રીયતા આપશે. જ્યારે ભારત આ બંને કન્વેન્શનોનું ભાગીદાર નથી. તેણે તેમાં જોડાવાનો ઈનકાર કરતાં કહ્યું કે મોટી સંખ્યામાં શરણાર્થીઓ અહીં પહેલેથી જ રહે છે.

માનવાધિકારનો વૈશ્વિક ઘોષણા (1948)

આ પણ એક આંતરરાષ્ટ્રીય સમજૂતી છે. આ સમજૂતીનો આર્ટિકલ 15 કહે છે કે દરેક વ્યક્તિને રાષ્ટ્રીયતા પ્રાપ્ત કરવાનો હક્ક છે અને કોઈને પણ રાષ્ટ્રીયતાના હક્કથી વંચિત નહી કરવામાં આવે. આ આર્ટિકલને માનવાની કોઈ કાયદાકીય જવાબદારી નથી, હા જવાબદાર દેશો આ સિદ્ધાંતનું પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati