Viral Video: PM Modi ની 156 ગ્રામની મૂર્તિનો VIDEO વાયરલ, યુઝર્સ થયા ફીદા, કહ્યું કે લોકપ્રિયતામાં રજનીકાંત અને અમિતાભ પણ પાછળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિનો વાયરલ થયેલો વિડિયો ઘણા લોકો શેર કરી રહ્યા છે જેમાં કોમેન્ટસ મજેદાર આવી રહી છે. યુઝર્સ કહી રહ્યા છે કે મોટા મોટા કલાકારોની મીણની મૂર્તિ બને છે પણ મોદીજીની લોકપ્રિયતાને જોતા હને તેમની સોનાની મૂર્તિ બનવા લાગી છે.
PM નરેન્દ્ર મોદી તેમની ફેશન સેન્સના કારણે તો ચર્ચામાં રહેતા જ હોય છે પણ તેમના ફેન્સ કઈંક એવુ કરતા રહે છે કે જેને લઈને તેમની ચર્ચા યથાવત રહે છે. આજકાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ ચર્ચામાં છે. આ મૂર્તિનો વિડિયો વાયરલ થયા બાદ સોશિયલ મિડિયામાં યુઝર્સે કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી છે કે મોદીજીની લોકપ્રિયતાની સામે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પાછળ રહી ગયા છે.
મોદીજીની સોનાની મૂર્તિનો વિડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિનો વિડિયો ટ્રેન્ડીંગમાં છે અને યુઝર્સને ઘણો પસંદ પણ આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ મુંબઈમાં બોમ્બે ગોલ્ડ એક્ઝિબિશન યોજાયુ હતું અને તેમાં મોદીજી ની 156 ગ્રામની મૂર્તિ ફરતી જોવા મળી હતી. એક્ઝિબિશનમાં આવનારા લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર તો હતી જ સાથે જ તેનો વિડિયો લઈને સોશિયલ મિડિયા પર અપલોડ કરાયા બાદ તે વાયરલ થઈ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો તેના પર કોમેન્ટ પણ આપવા લાગ્યા છે. ગોલ્ડના ક્ષેત્રમાં જે લોકો કામ કરી રહ્યા છે તેમનું માનવું છે કે આ પ્રકારની મૂર્તિ બનાવવા માટે ઘણી માસ્ટરી હોવી જરૂરી છે. આ એક કલાત્મક વસ્તુ છે અને તેને બનાવવા માટે ઘણો સમય જોઈએ છે. વાયરલ વિડિયો વચ્ચે જો કે એ બહાર નથી આવ્યું કે આ મૂર્તિ બનાવનાર છે કોણ અને તેનું નામ શું છે ?
વાયરલ વિડિયોલ પર યુઝર્સ ફિદા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિનો વાયરલ થયેલો વિડિયો ઘણા લોકો શેર કરી રહ્યા છે જેમાં કોમેન્ટસ મજેદાર આવી રહી છે. યુઝર્સ કહી રહ્યા છે કે મોટા મોટા કલાકારોની મીણની મૂર્તિ બને છે પણ મોદીજીની લોકપ્રિયતાને જોતા હને તેમની સોનાની મૂર્તિ બનવા લાગી છે. આ લોકપ્રિયતાને જોતા હવે લાગી રહ્યું છે કે રજનીકાંત અને અમિતાભ પણ તેમના કરતા પાછળ રહી ગયા છે.
અગાઉ મોદીજીની ચાંદીની મૂર્તિ વેચાઈ હતી
ધનતેરસ પર ઈન્દોરમાં એક બુલિયન શોપમાં મોદીજીની 150 ગ્રામ ચાંદીથી બનેલી આ મૂર્તિઓ 11 હજાર રૂપિયામાં વેચાઈ હતી. બુલિયન વેપારીએ મુંબઈથી મંગાવીને તેને બનાવી હતી. મૂર્તિઓ અલગ અલગ ચલણની અને પોશાક પહેરાવેલી હતી. ઈન્દોરના છોટા સરાફાના વેપારી નિર્મલ વર્મા જૂના રાજમોહલ્લાના રહેવાસી છે. તેઓ પીએમ નરેન્દ્ર મોદીને આઇકોન માને છે. નિર્મલ બીજેપી મર્ચન્ટ સેલના પ્રમુખ પણ છે. તેઓ લાંબા સમયથી હર હર મોદી, ઘર ઘર મોદીના અભિયાનને આગળ ધપાવે છે.