AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Video: જૂની કરન્સી નોટ આપવા પર પાકિસ્તાનમાં કંડક્ટરે પ્રોફેસરને માર્યો માર, જુઓ viral video

પાકિસ્તાનના કરાચીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પ્રોફેસરે બસ કંડક્ટરને જૂની નોટ આપી. કંડક્ટરે તેને નોટ બદલવા કહ્યું. જ્યારે તેણે નોટ બદલવાની ના પાડી તો કંડક્ટરે અભદ્રતા શરૂ કરી અને પ્રોફેસરને માર માર્યો હતો.

Pakistan Video: જૂની કરન્સી નોટ આપવા પર પાકિસ્તાનમાં કંડક્ટરે પ્રોફેસરને માર્યો માર, જુઓ viral video
જૂની નોટ આપવા પર પાકિસ્તાનમાં કંડક્ટરે પ્રોફેસરને માર્યો માર, Video થયો વાયરલImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 12:26 PM
Share

પાકિસ્તાનમાં આર્થિક સંકટ લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. પાકિસ્તાનમાં લોકો પાસે પૈસા નથી. પરંતુ હવે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાનના કરાચીમાં યુનિવર્સિટીના પ્રોફેસરને બસ કંડક્ટરે માર માર્યો હતો. તેણે પ્રોફેસરને એટલો માર્યો કે તેને લોહી નીકળી ગયું હતું. પરંતુ આ બધુ બેંક નોટના કારણે થયું. વાસ્તવમાં પ્રોફેસરે કંડક્ટરને 10 રૂપિયાની જૂની નોટ આપી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે.

માર મારનાર પ્રોફેસરનું નામ ડો. આતિફ છે, જે દાઉદ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગમાં પ્રોફેસર છે. 10 રૂપિયાની જૂની નોટ આપવા બદલ લાલ બસ સેવાના ડ્રાઇવર અને કંડક્ટર દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, કંડક્ટર તેને સતત નોટ બદલવા માટે કહી રહ્યો હતો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. પ્રોફેસરે એક વીડિયોમાં જણાવ્યું હતું કે તે ક્લિફ્ટન સ્થિત પોતાના ઘરેથી યુનિવર્સિટી જઈ રહ્યો હતો. ત્યાર બાદ તેને ડ્રાઈવર અને કંડક્ટરે માર માર્યો હતો.

પૈસા ના બદલી આપતા વિવાદ

પ્રોફેસરે કંડક્ટરને 10 રૂપિયાની નોટ આપી હતી. કંડક્ટરે તે નોટ પાછી આપી હતી અને નવીની માંગણી કરી હતી. આના પર પ્રોફેસરે કહ્યું કે તેમની પાસે બીજી નોટ નથી, જેના પછી કંડક્ટર ગુસ્સે થઈ ગયો. શરૂઆતમાં તો બંને વચ્ચે માત્ર શબ્દયુદ્ધ જ થયું હતું. પરંતુ બાદમાં ઝઘડો શરૂ થયો હતો. પ્રોફેસરનું નામ આતિફ જમીલ છે, જેણે આ મામલે પોલીસમાં કેસ દાખલ કર્યો છે.

આ પણ વાચો: Pakistan IMF Deal: પાકિસ્તાન 15 દિવસ પહેલાથી જ જનતા પર ટેક્સનો બોજ નાખશે, શાહબાઝ લોકો પાસેથી 170 અબજ ડોલર લૂંટશે

જૂની મોટી નોટો બદલવામાં આવી છે

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) એ ડિસેમ્બર 2022ની શરૂઆતમાં કહ્યું હતું કે 31 ડિસેમ્બર, 2022 પછી પાકિસ્તાનમાં જૂની નોટો બદલી શકાશે નહીં. પાકિસ્તાનમાં 10, 50, 100 અને 1000 રૂપિયાની જૂની મોટી નોટો બદલવામાં આવી છે. કેન્દ્રીય બેંકે સંઘીય સરકારની મંજૂરીથી નોટબંધીનો નિર્ણય લીધો હતો. એસબીપીએ 11 જૂન, 2015ના રોજ નોટો બદલવાનો આદેશ આપ્યો હતો. તેની તારીખ સમયાંતરે વધતી રહી. છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2022 સુધી જ હતી.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">