AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan IMF Deal: પાકિસ્તાન 15 દિવસ પહેલાથી જ જનતા પર ટેક્સનો બોજ નાખશે, શાહબાઝ લોકો પાસેથી 170 અબજ ડોલર લૂંટશે

પાકિસ્તાન IMF પાસેથી લોન મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાને IMFને ખુશ કરવા માટે 1 માર્ચથી લાદવામાં આવેલા ટેક્સને 15 ફેબ્રુઆરીથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

Pakistan IMF Deal: પાકિસ્તાન 15 દિવસ પહેલાથી જ જનતા પર ટેક્સનો બોજ નાખશે, શાહબાઝ લોકો પાસેથી 170 અબજ ડોલર લૂંટશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 6:58 PM
Share

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ પાકિસ્તાનને અણધારી ટેક્સ રાહત આપી છે. પરંતુ શાહબાઝ શરીફ સરકારે IMFને ખુશ કરવા માટે 1 માર્ચને બદલે 15 ફેબ્રુઆરીથી ટેક્સ અને નોન-ટેક્સ શરતો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનને IMF પાસેથી 1.2 બિલિયન ડોલરના હપ્તાની જરૂર છે. લાંબા સમયથી પડતર વાતચિત ફરી શરૂ થઈ, ત્યારે સરકાર IMFને કર અને બિન-વેરા પગલાં દ્વારા 400 અબજ રૂપિયા એકત્ર કરવા કહેશે, તેવી અપેક્ષા હતી. પરંતુ મંત્રણા નીતિ સ્તરે પહોંચી ત્યારે 170 અબજ રૂપિયાનો ટેક્સ વસૂલવા માટે સમજૂતી થઈ હતી.

આ પણ વાચો: Pakistan Economic Crisis : પાકિસ્તાનને હવે વિદેશી દૂતાવાસ બંધ કરવાનો આવ્યો વારો ? કર્મચારીઓને નથી મળ્યો પગાર

સૂત્રોએ જણાવ્યું હતું કે ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ (FBR) એ આયાત પર 100 અબજ રૂપિયાનો નવો કર અને 100 અબજ રૂપિયાનો પૂર વસૂલવા માટે વટહુકમનો મુસદ્દો તૈયાર કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, અમને લાગતું હતું કે IMF ઘણા વધુ ટેક્સની માગ કરશે. પરંતુ પોલિસી લેવલ પર વાતચીત બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. તેમનું માનવું છે કે પાકિસ્તાનમાં આવેલા પૂરના કારણે IMFને પાકિસ્તાન માટે દુ:ખ થયું હશે.

સરકાર ટેક્સ વધારશે

જો કે, પૂર હોવા છતાં, સરકારે 1 માર્ચથી નિકાસ ક્ષેત્રમાં પાવર સબસિડી સાથે ખેડૂતોનું પેકેજ બંધ કરવું પડશે. જે મુદ્દાઓ પર સહમત થયા છે તે મુજબ સરકાર આગામી સાડા ચાર મહિનામાં સામાન્ય વેચાણ વેરો 17 ટકાથી વધારીને 18 ટકા કરશે. આ સાથે તે 70 અબજ રૂપિયા એકઠા કરશે.

અન્ય કર પગલામાં વિથહોલ્ડિંગ ટેક્સ, લક્ઝરી ચીજવસ્તુઓ પર આયાત કર અને તમાકુ ઉત્પાદનો પર ટેક્સનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, અધિકારીઓએ કહ્યું કે તેઓએ તેમનું હોમવર્ક પૂર્ણ કરી લીધું છે અને તે ક્ષેત્રોની નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ટેક્સ વધારવો જોઈએ.

પાકિસ્તાન પાસે માત્ર 15 દિવસ ચાલે તેટલું વિદેશી મુદ્રા ભંડાર

આ સમયે પાકિસ્તાનને કોઈપણ સંજોગોમાં IMF પાસેથી લોનની જરૂર છે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પાકિસ્તાન પાસે હવે માત્ર 2.91 અબજ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર બચ્યો છે. જેના કારણે હવે પાકિસ્તાનની સ્થિતિ વણસી રહી છે. પાકિસ્તાન પાસે હવે માત્ર એટલું જ નાણું બચ્યું છે કે જેનાથી તે 15 દિવસ માટે આયાત કરી શકે છે.

Follow Us
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
g clip-path="url(#clip0_868_265)">