Pakistan : પાકિસ્તાનના પડતીના એંધાણ ! ખાવાનુ તો ઠીક પણ હવે ચા માટે પણ વલખા મારી રહ્યા છે લોકો
ચા નું નામ સાંભળતા જ લોકોને સ્ફૂર્તિનો અહેસાસ થતો હોય પરંતુ હવે ચા પણ પાકિસ્તાનીઓ માટે દૂર્લભ બની ગઈ છે, કારણ કે અહીં ચાના ભાવ આસમાને પહોંચી ગયા છે.
ચા એ અમીર-ગરીબનો તફાવત અને ઝૂંપડીથી મહેલો સુધી ભેદભાવ દુર કરે છે. ચા નું નામ સાંભળતા જ લોકોને સ્ફૂર્તિનો અહેસાસ થતો હોય પરંતુ હવે ચા પણ પાકિસ્તાનીઓ માટે દૂર્લભ બની ગઈ છે, કારણ કે અહીં ચાના ભાવ આસમાને પહોંચી ગયા છે.આર્થિક રીતે પડી ભાંગેલા પાકિસ્તાનમાં ચા ના ભાવ આસમાને પહોંચી ગયા છે.દેશની સ્થિતિ એ હદે વણસી છે કે કોઈ અન્ય દેશ લોન આપવા પણ રાજી નથી.
લોટ અને કઠોળ ન હોય તો શાકભાજી અને માંસથી લોકો કામ ચલાવતા હતા, પણ આટલા ઠંડા વાતાવરણમાં ચા ન મળે તો…… પાકિસ્તાન સરકારના અણઘટ વહીવટને કારણે દેશ ભારે મુશ્કેલીમાં મૂકાયો છે. લોકોએ સખત પીડા સાથે જીવન જીવવાનો વારો આવ્યો છે. પોર્ટમાં 250 ચાના કન્ટેનર છે.પરંતુ ત્યાંથી આ કન્ટેનર છોડાવવાના પણ સરકાર પાસે પૈસા નથી.અહી ચા ના ભાવ 15 દિવસમાં ભાવ 1100 પ્રતિ કિલોથી વધીને 1600-1800 થયા છે. 420 ગ્રામનું પેકેટ રૂ.720માં વેચાઈ રહ્યું છે, જ્યારે 15 દિવસ પહેલા સુધી આ જ કિંમત રૂ.500ની આસપાસ હતી. જો આ કન્ટેનર છોડવામાં નહીં આવે તો ભાવ પ્રતિ કિલો 2000ને પાર કરી જશે.
IMF પણ મદદ કરવા તૈયાર નથી !
પાકિસ્તાનની આ હાલત પર IMFએ પણ મદદ માટે હાથ ઊંચા કરી દીધા છે. આ દેશને ઘણી મદદ કરવામાં આવી, પરંતુ આતંકવાદી દેશ પાસે પૈસા ક્યાંથી આવવા જોઈએ તેની નક્કર નીતિ નથી. PCB ખરાબ હાલતમાં બેઠું છે. દુનિયાના મોટાભાગના દેશો પાકિસ્તાનની ધરતી પર મેચ રમવા માંગતા નથી. વિદેશીઓ વેપારી અહીં ધંધો કરવાથી દૂર રહે છે. ચીનને પોતાનો ભાગીદાર બનાવીને તેણે ઘણા દેશો સાથે સંબંધો બગાડ્યા છે.