જૂની સાડીઓને કબાટમાં મૂકી રાખવા કરતા, ઘરની સજાવટમાં કરો ઉપયોગ

સાડીઓની શોખીન કઇ મહિલાઓ નથી હોતી ? અને જૂની સાડીઓની ફિકર બધાને થાય છે. તો આવામાં જેમને થોડો ઘણો સિલાઈનો શોખ છે અથવા જેમને કંઈક નવીન કરવાનો થોડો આઈડિયા છે તેમના માટે આ આર્ટિકલ ખાસ છે કે જૂની સાડીઓનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ? શિફોનના પરદા : શિફોનની સાડીઓ પહેરવામાં જેટલી સુંદર લાગે છે […]

જૂની સાડીઓને કબાટમાં મૂકી રાખવા કરતા, ઘરની સજાવટમાં કરો ઉપયોગ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 29, 2020 | 6:20 PM

સાડીઓની શોખીન કઇ મહિલાઓ નથી હોતી ? અને જૂની સાડીઓની ફિકર બધાને થાય છે. તો આવામાં જેમને થોડો ઘણો સિલાઈનો શોખ છે અથવા જેમને કંઈક નવીન કરવાનો થોડો આઈડિયા છે તેમના માટે આ આર્ટિકલ ખાસ છે કે જૂની સાડીઓનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ?

શિફોનના પરદા : શિફોનની સાડીઓ પહેરવામાં જેટલી સુંદર લાગે છે તેના પડદા પણ એટલા જ સુંદર લાગે છે. શિફોનની પ્લેન અથવા રંગીન સાડીને પરદાની વચ્ચે અથવા તેના અલગ જ પરદા બનાવીને લગાવી શકો છો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પ્રિન્ટેડ સાડીઓથી અલગ રૂપ : જો તમે હંમેશા પ્લેન પરદા નાંખો છો તો આ વખતે કંઈક નવું અજમાવી જુઓ, પ્લેન પરદાની વચ્ચે પ્રિન્ટેડ સાડીઓના પરદા લગાવો. પરદાના રંગ સાથે મેચિંગ સાડી પસંદ કરો. અથવા આખો પરદો પ્રિન્ટેડ સાડીનો જ રાખો.

કુશન કવર : જો લગ્નની સાડીઓ હવે પહેરવામાં નથી આવતી તો આવી હેવી સાડીઓનો કુશન કવર બનાવી શકો છો. અથવા કોઈ સાડીનું વર્ક સારું હોય તો તેને કાપીને કુશન કવર પર પણ લગાવી શકો છો.

ટેબલ રનર્સ : પોતાની હેવી સાડીનો ઉપયોગ કરવા માંગો છો તો સાડીથી ડાઇનિંગ ટેબલ રનર્સ બનાવી શકો છો. જે ખૂબ સુંદર લાગે છે.

પાર્ટીશન બનાવો : આ એક નવી રીત છે. રૂમ અને કિચન કે બે રૂમની વચ્ચે પાર્ટીશન કરવા માંગો છો તો તેના માટે ભારે સાડીનો ઉપયોગ કરી શકો છો. જૂની બનારસી સાડીનો ઉપયોગ કરો. તે દેખાવમાં સુંદર લાગશે અને સાડીનો ઉપયોગ કરો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">