Indian Embassy in Kabul: અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર આતંકવાદી હુમલાનો ખતરો, તાલિબાનના દુશ્મન ISIL-Kએ આપી ધમકી
આતંકવાદી સંગઠન ISIL-Kએ ભારત, ઈરાન અને ચીની દૂતાવાસો પર પણ હુમલાની ધમકી આપી છે. ISIL-K મુખ્યત્વે આ હુમલાઓ દ્વારા તાલિબાન અને બાકીના વિશ્વ વચ્ચેના સંબંધોને ખરાબ કરવાનો પ્રયાસ કરે છે.

સંયુક્ત રાષ્ટ્રએ એક અહેવાલમાં જણાવ્યું કે, ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવન્ટ-ખોરાસન (ISIL-K)એ અફઘાનિસ્તાનમાં ભારત, ઈરાન અને ચીનના દૂતાવાસો પર આતંકવાદી હુમલાની ધમકી આપી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે તેમને નિશાન બનાવીને આતંકવાદી જૂથ મધ્ય અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં તાલિબાન અને યુએનના સભ્ય દેશો વચ્ચેના સંબંધોને ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. ISIL-K દ્વારા ઉભા કરાયેલા ખતરા અંગે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.
આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટેના જોખમો પર બેઠક કરશે
આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ISIL (Daesh) દ્વારા ઊભા થયેલા ખતરાનો સામનો કરવામાં સભ્ય દેશોને મદદ કરવાના સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસો અંગેના મહાસચિવના 16મા અહેવાલ જણાવે છે કે ‘ISIL-K મધ્ય અને દક્ષિણ એશિયામાં એક મોટુ આતંકવાદી જૂથ છે અને સુરક્ષા પરિષદ આતંકવાદી કૃત્યોને કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટેના જોખમો પર બેઠક કરશે.
દૂતાવાસ પર હુમલો કરવાની ધમકી આપી હતી
આ દરમિયાન યુનાઇટેડ નેશન્સ ઑફ કાઉન્ટર-ટેરરિઝમના અન્ડર-સેક્રેટરી-જનરલ વ્લાદિમીર વોરોન્કોવ ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલ આ રિપોર્ટ રજૂ કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ISIL-K પોતાને તાલિબાનના પ્રથમ દુશ્મન માને છે અને કથિત રીતે બતાવવા માંગે છે કે તાલિબાન દેશમાં સુરક્ષા આપવામાં સક્ષમ નથી.
આ પણ વાચો: ભારત અફઘાનિસ્તાનને 200 કરોડ આપશે, તાલિબાને ભારતીય બજેટનું સ્વાગત કર્યું
તેમાં ઉમેર્યું હતું કે, ‘ISIL-K વિવિધ રાજદ્વારી મિશનને નિશાન બનાવીને તાલિબાન અને પ્રદેશના સભ્ય દેશો વચ્ચેના સંબંધોને ખરાબ કરવા માગે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ જૂથે અફઘાનિસ્તાનમાં ચીન, ભારત અને ઈરાનના દૂતાવાસો પર આતંકવાદી હુમલાની પણ ધમકી આપી હતી.
કાબુલમાં ભારતીય ટેકનિકલ ટીમ
અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદ ભારતે પોતાના અધિકારીઓને પાછા બોલાવી લીધા હતા. દસ મહિના પછી, ગયા વર્ષે જૂનમાં, ભારતે કાબુલમાં દૂતાવાસમાં એક તકનીકી ટીમ મોકલી હતી.
ભારતની અધ્યક્ષતા હેઠળ પસાર કરવામાં આવેલા નિવેદનની પણ નોંધ
ગયા વર્ષે ભારતમાં સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી સમિતિની વિશેષ બેઠકમાં અપનાવવામાં આવેલ દિલ્હી ઘોષણા પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ડિસેમ્બર 2022માં સુરક્ષા પરિષદની ભારતની અધ્યક્ષતા હેઠળ પસાર કરવામાં આવેલા નિવેદનની પણ નોંધ લેવામાં આવી હતી, જેમાં દિલ્હી ઘોષણાપત્રને સ્વીકારવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.