The Great Conjunction: 400 વર્ષ બાદ ગુરૂ-શનિની યુતિ, ખગોળશાસ્ત્રીઓ માટે અલૌકિક અનુભૂતિ

૨૦૨૦નું વર્ષ તો કોરોનાની મહામારી તથા દરિયાઈ તોફાનોથી ખૂબ દુ:ખદાયક રહ્યું, પરંતુ વર્ષનું સમાપન તો એક અતિ સુંદર તથા ભાગ્યે જ જોવા મળતી આકાશીય ઘટનાથી થશે! ગુરુ તથા શનિ બંને ગ્રહો આશરે છેલ્લા ૪૦૦ વર્ષમાં સૌથી નજીક આવશે. આ ઘટનાને મહાયુતિ (The Great Conjunction) કહે છે. ત્યારે બંને ગ્રહો લગભગ એકબીજાને સ્પર્શતા હોય તેમ દેખાશે! […]

Pinak Shukla
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:26 PM

૨૦૨૦નું વર્ષ તો કોરોનાની મહામારી તથા દરિયાઈ તોફાનોથી ખૂબ દુ:ખદાયક રહ્યું, પરંતુ વર્ષનું સમાપન તો એક અતિ સુંદર તથા ભાગ્યે જ જોવા મળતી આકાશીય ઘટનાથી થશે! ગુરુ તથા શનિ બંને ગ્રહો આશરે છેલ્લા ૪૦૦ વર્ષમાં સૌથી નજીક આવશે. આ ઘટનાને મહાયુતિ (The Great Conjunction) કહે છે. ત્યારે બંને ગ્રહો લગભગ એકબીજાને સ્પર્શતા હોય તેમ દેખાશે!

બે આકાશીય પદાર્થો એકબીજાની નજીક આવે તો તે ઘટનાને યુતિ કહેવાય. પરંતુ ગુરુ અને શનિ તો એકબીજાની નજીક ૨૦ વર્ષમાં ફક્ત એકવાર નજીક આવે છે, આથી જ આ ઘટનાને મહાયુતિ કહેવામાં આવે છે. આજકાલ સાંજ ના આકાશમાં નૈઋત્ય દિશામાં (દક્ષિણ-પશ્ચિમ) આપણે જોઈએ તો રોજ ગુરુ શનિ ગ્રહની નજીક સરકતો દેખાય છે. સૂર્યાસ્ત પછી તમે બંને ને આસાનીથી નીરખી શકો. પ્રકાશિત દેખાતો ગ્રહ તે ગુરુ અને તેની નજીક માં દેખાતો ઝાંખો ગ્રહ તે શનિ.

૨૧મી ડિસેમ્બર ના રોજ એટલે કે મહાયુતિના દિવસે ગુરુ અને શનિ બંને ગ્રહો એકબીજાથી માત્ર ૦.૧ અંશ જેટલા જ દૂર હશે. બંને મળીને જાણે એક જ “તારો” હોય તેવું લાગશે! જો કે ધ્યાન પૂર્વક જુઓ તો બંને ને અલગ અલગ જોઈ શકશો! પછીના દિવસોમાં બંને વચ્ચે અંતર વધતું જશે અને પશ્ચિમ તરફ ગતિ કરતાં કરતાં બંને સૂર્યપ્રકાશમાં વિલીન થઈ જશે. લગભગ છેલ્લા ૪૦૦ વર્ષોમાં, એટલે કે ગૅલિલિઓ દ્વારા ટેલિસ્કોપની શોધ પછી સૌથી નજીકમાં ગુરુ અને શનિ બંને ગ્રહો આવ્યા હોય તેવી આ પ્રથમ મહાયુતિ હશે. બંને ગ્રહોની મહાયુતિ તો ૨૦ વર્ષ ના અંતરે થતી રહે છે, પરંતુ આટલા નજીક તો જવલ્લે જ આવે છે.

૨૧ મી ડિસેમ્બરના રોજ મહાયુતિનું અલૌકિક દ્રશ્ય જોવાનું ચૂકશો નહીં. નહિ તો ૦૨ નવેમ્બર ૨૦૪૦ કે ૦૭ એપ્રિલ ૨૦૬૦ સુધી રાહ જોવી પડશે! પણ ત્યારે આ બંને ગ્રહો આટલા નજીક નહિ હોય. તેમની વચ્ચેનું અંતર ૧.૧ અંશ અર્થાત્ આ વખતે હશે તેનાથી ૧૧ ગણું વધારે હશે. પહેલું ચિત્ર ૧૮ ડિસેમ્બર તથા બીજું ચિત્ર ૨૧ ડિસેમ્બર મહાયુતિ વેળાનું છે  ત્રીજું ચિત્ર મહાયુતિના સમયે અવકાશમાં ગુરુ, શનિ તથા પૃથ્વીની સ્થિતિ દર્શાવે છે.

૨૧ મી ડિસેમ્બર ૨૦૨૦ એક ખાસ દિવસ છે. વર્ષનો સૌથી નાનો દિવસ તો ખરો જ! સાથોસાથ વાસ્તવિક ઉત્તરાયણનો દિવસ પણ છે! આ દિવસે સૂર્ય દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાણ કરશે! તો  હૅપ્પી ગુરુ શનિ મહાયુતિ!

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">