T-20 લીગ: બેંગ્લોરના બોલર્સ સામે KKR ધરાશયી, નવ વિકેટ ગુમાવીને નાઈટ રાઈડર્સની 82 રને નાલેશી ભરી હાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કલકત્તા નાઈટ રાઇડર્સ વચ્ચે ટી-20 લીગની 13મી સિઝનની 28મી મેચમાં મેચ યોજાઈ. ટોસ જીતીને બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરતા બેંગ્લોરે ઝડપી બેટીંગની શરુઆત કરી હતી. બંને ઓપનરોએ ઝડપથી રન સ્કોર આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 194 કર્યા હતા. એબી ડીવિલીયર્સે ધુંઆધાર 33 બોલમાં […]

T-20 લીગ: બેંગ્લોરના બોલર્સ સામે KKR ધરાશયી, નવ વિકેટ ગુમાવીને નાઈટ રાઈડર્સની 82 રને નાલેશી ભરી હાર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 12, 2020 | 11:27 PM

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કલકત્તા નાઈટ રાઇડર્સ વચ્ચે ટી-20 લીગની 13મી સિઝનની 28મી મેચમાં મેચ યોજાઈ. ટોસ જીતીને બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરતા બેંગ્લોરે ઝડપી બેટીંગની શરુઆત કરી હતી. બંને ઓપનરોએ ઝડપથી રન સ્કોર આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 194 કર્યા હતા. એબી ડીવિલીયર્સે ધુંઆધાર 33 બોલમાં 73 રન કર્યા હતા. જવાબમાં કલકત્તાના બેટ્સમેનોએ વધુ એકવાર ધબડકો કર્યો હતો. કલકત્તાએ સિઝનમાં ત્રીજી મેચ ગુમાવી હતી, જ્યારે બેંગ્લોરે પાંચમી મેચમાં વિજય મેળવ્યો હતો. કલકત્તાએ 09 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 112 રન કર્યા હતા. આમ 82 રને નાલેશી ભરી હારનો સામનો કલકત્તા નાઇટ રાઇડર્સે કરવો પડ્યો હતો.

T20 league RCB na bowlers same KKR dharashyi 9 wicket gumavi ne KKR ni 82 run e naleshi bhari har

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

કલકત્તાનો ધબડકો

લક્ષ્યનો પિછો કરતા કલકત્તા તરફથી શુભમન ગિલ સાથે ટોમ બેંટને રમતની શરુઆત કરી હતી. નવદીપ સૈનીએ ટીમના આ નવોદીત બેટ્સમેન બેંટનને આઉટ કરતા પ્રથમ વિકેટ કલકત્તાએ ગુમાવી હતી. ટીમના આઠ રનના સ્કોર પર જ તેને બોલ્ડ કરી દેવાયો હતો. નિતિશ રાણાને ઓલરાઉન્ડર વોશીંગ્ટન સુંદરે ક્લીન બોલ્ડ  કર્યો હતો. જોકે આ બધામાં જ્યારે પિચ પર સેટ ખેલાડી શુભમન ગીલની વિકેટ ગુમાવતા જ કલકતાને મુશ્કેલી વધી હતી. શુભમન 34 રન બનાવીને રનઆઉટ થયો હતો. ગઈ મેચમાં તોફાની રમત રમનાર કેપ્ટન ડીકે એટલે કે દિનેશ કાર્તિક પણ એક જ રન બનાવીને પેવેલીયન પહોચ્યો હતો. ઇયોન મોર્ગન પણ સુંદરના બોલ પર કેચ આપી બેસતા ઝડપથી આઉટ થયો હતો. આંદ્રે રસાલ અને રાહુલ ત્રિપાઠી 16-16 રન કરીને વિકેટ ગુમાવી ચુક્યા હતા. પૈટ કમિન્સ એક રન પર આઉટ થયો હતો. 100 રનનો સ્કોર પુરો કરતા અગાઉ જ ટીમે આઠ વિકેટ ગુમાવી દીધી હતી. 51 થી 99 રનના સ્કોર વચ્ચે જ ટીમે સાત વિકેટ ગુમાવી હતી.

બેંગ્લોરની આક્રમક બોલીંગ

ક્રિસ મોરીસે ચાર ઓવરમાં 17 રન આપીને બે વિકેટ ઝડપી હતી. વોશીંગ્ટન સુંદરે ચાર ઓવરમાં 20 રન કરીને બે વિકેટ ગુમાવી હતી. યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં માત્ર 12 રન આપ્યા હતા. નવદીપ સૈની, મોહમંદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ અને ઈસુરુ ઉડાનાએ એક એક વિકેટ ઝડપી હતી. એકંદરે ઇસુરુ સિવાય તમામ બોલરોએ રન નિયંત્રિત કરતી બોલીંગ કરીને કલકત્તા પર દબાણને વધારી દીધુ હતુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 league KKR Same RCB e 2 wicket gumavi 194 run karya deviliers ni jadpi 73 run ni inings

બેંગ્લોરની બેટીંગ

એરોન ફીંચ અને દેવદત્ત પડીકક્લે ઝડપી રમત દાખવી હતી. બંને ઓપનરોએ પાવર પ્લેમાં 47 રન ફટકાર્યા હતા. પડીક્કલ 23 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. બેંગ્લોરે પ્રથમ વિકેટ પડીક્કલના રુપમાં 67 રનના સ્કોર પર ગુમાવી હતી. જ્યારે બીજી વિકેટ એરોન ફીંચની 94 રનના સ્કોર પર ગુમાવી હતી. વિરાટ કોહલી અને એબી ડીવીલીયર્સે બાદમાં પારી સંભાળી હતી. ડી વીલીયર્સે ઝડપી રમત રમી હતી, છ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે ધુંઆધાર રમત રમી હતી. તેણે 33 બોલમાં 73 રન ફટકાર્યા હતા. જ્યારે કોહલીએ 28 બોલમાં 33 રન કર્યા હતા. બંને અણનમ રહ્યા હતા.

T20 league KKR Same RCB e 2 wicket gumavi 194 run karya deviliers ni jadpi 73 run ni inings

કલક્તાની બોલીંગ

કલકત્તાના બોલરોને વિકેટ મેળવવાથી આજે નિરાશ રહેવુ પડ્યુ હતુ. બેંગ્લોરની માત્ર બે જ વિકેટ ઇનીંગ દરમ્યાન ઝડપી શકાઈ હતી. જેમાં આન્દ્રે રસેલે એક વિકેટ અને પ્રસિધ્ધ કૃષ્ણાંએ એક વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીની એકંદરે કરસર ભરી બોલીંગ રહી હતી. આન્દ્રે રસેલે ચાર ઓવરમાં 51 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">