T-20 લીગ: મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રુમમાં રણક્યો હતો નીતા અંબાણીનો ફોન, જુઓ કેવો થયો હતો તે સમયે નજારો

મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી આ વખતે હજુ સુધી તેના ખેલાડીઓ સાથે નજર આવ્યા નથી. કોવીડ-19 મહામારીને લઈને આ વર્ષે લીગ પણ ભારતને બદલે યુએઈમાં રમાઈ રહી છે. તેમજ બધી જ ટીમોને સપોર્ટ સ્ટાફે પણ બાયો બબલમાં રહેવુ પડી રહ્યુ છે. નીતા અંબાણી ભલે આ વર્ષે સ્ટેડીયમમાં નજર નથી આવી રહી, પરંતુ ટીમના પ્રોત્સાહન માટે […]

T-20 લીગ: મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રુમમાં રણક્યો હતો નીતા અંબાણીનો ફોન, જુઓ કેવો થયો હતો તે સમયે નજારો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 07, 2020 | 5:13 PM

મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી આ વખતે હજુ સુધી તેના ખેલાડીઓ સાથે નજર આવ્યા નથી. કોવીડ-19 મહામારીને લઈને આ વર્ષે લીગ પણ ભારતને બદલે યુએઈમાં રમાઈ રહી છે. તેમજ બધી જ ટીમોને સપોર્ટ સ્ટાફે પણ બાયો બબલમાં રહેવુ પડી રહ્યુ છે. નીતા અંબાણી ભલે આ વર્ષે સ્ટેડીયમમાં નજર નથી આવી રહી, પરંતુ ટીમના પ્રોત્સાહન માટે કોઈ કસર કે તક છોડતી પણ નથી. રાજસ્થાન રોયલ્સ સામે મંગળવારે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 57 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મેચમાં કિરોન પોલાર્ડ અને અનુકુલ રોયે પણ એવા કેચ ઝડપ્યા હતા કે તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.

https://www.instagram.com/p/CGBzKx5hSt8/?utm_source=ig_web_copy_link

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મેચ પછી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જ્યારે ડ્રેસીંગ રુમમાં હતી. એ દરમ્યાન નીતા અંબાણીનો ફોન રણક્યો હતો. ફોન દ્વારા નીતા અંબાણીએ ટીમના ખેલાડીઓના પ્રોત્સાહનને વધાર્યુ હતુ. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ જીત સાથે પોઈન્ટ ટેબલ પર ટોપ પર પહોંચી ચુકી છે. નીતા અંબાણીએ ફોન દ્વારા પોલાર્ડ અને અનુકુલ રોય સાથે વાત કરી હતી. તેને પુછ્યુ હતુ કે કેચ ઝડપીને તેને કેવો અહેસાસ થઈ રહ્યો છે. આ અંગેનો વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે પોતાના અધિકારીક ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં નીતા અંબાણીના ફોન કોલ સાથે જ ખેલાડીઓ પણ જોર જો થી મુંબઈ ઈન્ડિયન્સ ચિલ્લાતા નજરે પડતા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">