T-20 લીગઃ મુંબઈના 193 રનના જવાબમાં બુમરાહ ના આક્રમણ સામે રાજસ્થાન ધ્વસ્ત, 136માં ઓલઆઉટ

મુંબઇ ઇન્ડિયન્સ સામે મંગળવારે ધમાકેદાર ફોર્મમાં રહેલ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોના ધબડકા સાથે ધરાશયી થઇ ચુકી હતી.રાજસ્થાનની સતત આ ત્રીજી હાર થઇ છે. સિઝનની 20 મી મેચ અબુધાબીમાં યોજાઇ હતી. ટોસ જીતીને રોહિત શર્માએ પ્રથમ બેટીંગ કરવાનો ફેંસલો કર્યો હતો. મુંબઇએ 20 ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવીને 193 રન કર્યા હતા. જેમાં સુર્યકુમાર યાદવે અર્ધશતક ફટકાર્યુ […]

T-20 લીગઃ મુંબઈના 193 રનના જવાબમાં બુમરાહ ના આક્રમણ સામે રાજસ્થાન ધ્વસ્ત, 136માં ઓલઆઉટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 06, 2020 | 11:28 PM

મુંબઇ ઇન્ડિયન્સ સામે મંગળવારે ધમાકેદાર ફોર્મમાં રહેલ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોના ધબડકા સાથે ધરાશયી થઇ ચુકી હતી.રાજસ્થાનની સતત આ ત્રીજી હાર થઇ છે. સિઝનની 20 મી મેચ અબુધાબીમાં યોજાઇ હતી. ટોસ જીતીને રોહિત શર્માએ પ્રથમ બેટીંગ કરવાનો ફેંસલો કર્યો હતો. મુંબઇએ 20 ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવીને 193 રન કર્યા હતા. જેમાં સુર્યકુમાર યાદવે અર્ધશતક ફટકાર્યુ હતુ. વળતા જવાબમાં પીછો કરતા રાજસ્થાન તરફ થી જોશ બટલરે આતશી પારી રમવા છતાં પણ મુંબઇના સ્કોર થી રાજસ્થાન 57 રન દુર રહી ગયુ હતુ. રાજસ્થાન ની ટીમ 18.1 ઓવરમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજસ્થાનની વળતી ઇનીંગ.

રાજસ્થાનની બેટીંગ લાઇન ભલે ધરાશયી થઇ રહી હતી પરંતુ જોસ બટલરે તેનો છેડો જાળવી રાખ્યો હતો. તેણે ધુંઆધાર 70 રન ફટકાર્યા હતા. તેણે માત્ર 44 બોલમાં જ તેની પારી શાનદાર રમી દર્શાવી હતી. તેના આઉટ થતા જ રાજસ્થાનની આશાઓ પર પાણી ફરી વળ્યુ હતુ. રાજસ્થાન રોયલ્સ તરફ ઇનીંગની શરુઆતમાં યશવી જયસ્વાલ શુન્ય રને જ આઉટ થતા મુશ્કેલીની શરુઆત થઇ હતી. 07 રનના સ્કોર પર જ બીજી વિકેટ કેપ્ટન સ્ટિવન સ્મિથ ની ગુમાવી હતી. સંજુ સૈમસન પણ ટીમના 12 રન ના સ્કોર પર શુન્ય રને આઉટ થયો હતો આમ 12 રનના સ્કોર પર બે વિકેટ શુન્ય રન સાથે ગુમાવતા જ રાજસ્થાનના પેવલીયનમાં સન્નાટો વ્યાપ્યો હતો. મહિપાલ 11 રન, ટોમ કુરન 15 રન, રાહુલ તેવટીયા 05 રન અને શ્રેયસ ગોપાલ 01 રને આઉટ થયો હતો. આમ એક બાદ એક વિકેટ પેવેલીયન ફરી હતી. 18.1 ઓવરમાં જ રાજસ્થાનની પુરી ટીમ 136 રનમાં જ ઓલઆઉટ થઇ હતી.

મુંબઇની બોલીંગ

જસપ્રિત બુમરાહે જાણે કે રાજસ્થાન રોયલ્સને આજે તહશનહશ કરી દીધુ હતુ અને તેમાં બોલ્ટે સાથ પુરાવ્યો હતો. બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી. જેની સામે ચાર ઓવરમાં 20 રન આપ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે પણ ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ ઝડપી હતી. પૈટીસન્સે બે વિકેટ ઝડપી હતી. રાહુલ ચાહર અને પોલાર્ડે એક એક વિકેટ ઝડપી હતી. આમ મુંબઇના બોલરોએ કમાલ ની બોલીંગ સાથે રાજસ્થાનને ધરાશયી કરી દીધુ હતુ.

મુંબઇ ઇન્ડિયન્સની બેટીંગ.

સુર્યકુમાર યાદવે અર્ધ શતક ફટકાર્યુ હતુ. તેણે વન ડાઉનમાં આવી ને ક્રિઝ પર ટકી રહેવા સાથે ટીમના સ્કોર બોર્ડને ફરતુ રાખવામાં મહત્વની ભુમીકા ભજવી હતી. સુર્યકુમાર યાદવે 47 બોલમાં 79 રન કર્યા હતા. મુંબઇ પલટને આજે શરુઆતની ઓવરોમાં ધમાકે દાર બેટ ફટકારવાનુ શરુ કર્યુ હતુ. બંને ઓપનર રોહિત શર્મા અને ડી કોકે ઝડપી રન બનાવવાની શરુઆત કરી હતી. પરંતુ પાંચમી ઓવરમાં જ નવોદીત ખેલાડી કાર્તિકે ડીકોક ને પેવેલીયન મોકલી દીધો હતો. જોકે પાવર પ્લેની છ ઓવરમાં એક વિકેટ ગુમાવીને 57 રન કર્યા હતા. દશમી ઓવરમાં શ્રેયસ ગોપાલની ઓવરમાં સળંગ બે વિકેટ મુંબઇ એ ગુમાવી હતી. સળંગ બે વિકેટમાં પહેલા રોહિત શર્મા 35 રને અને બાદમાં ઇશાન કિશન તુરત જ બીજા બોલે શુન્યમાં આઉટ થયા હતા. આમ 88 રન ના સ્કોર પર મુંબઇ ત્રણ મહત્વની વિકેટ ગુમાવી ચુક્યુ હતુ. મધ્યમક્રમમાં હિટર ગણાતા કૃણાલ પંડ્યા પણ જોફ્રા આર્ચરનો શિકાર થયો હતો. તેણે 17 બોલમાં 12 રન કરીને વિકેટ ગુમાવી હતી. આમ શરુઆત ઝડપી કર્યા બાદ મધ્ય ક્રમની ઓવરોમાં મુંબઇ ની બેટીંગ ધીમી પડી ગઇ હતી. જોકે અંતિમ આવરોમાં યાદવ અને હાર્દિક પંડ્યાએ ઝડપી રમત થી સ્કોરને ઉપર લઇ જવામાં સફળ પ્રયાસ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ 19 બોલમાં 30 રન કર્યા હતા.

રાજસ્થાન રોયલ્સની બોલીંગ.

રાજસ્થાને આજે એક સારી બોલીંગનુ પ્રદર્શન કર્યુ હતુ. આજે ટી-20 લીગ મેચમાં ડેબ્યુ કરનાર કાર્તિક ત્યાગીએ તેની પ્રથમ ઓવરમાં જ ડી કોકની મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં 36 રન આપ્યા હતા. શ્રેયસ ગોપાલે દશમી ઓવરમાં સળંગ બે વિકેટ ઝડપીને મુંબઇની કમર જાણે તેણે તોડી નાંખી હતી. આ બંને વિકેટો ને લઇ મુંબઇને ઝટકો લાગ્યો હતો. ગોપાલે ચાર ઓવરમાં બે વિકેટ ઝડપી 28 રન આપ્યા હતા. જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં એક વિકેટ ઝડપીને 34 રન આપ્યા હતા. તેણે અંતિમ ઓવરમાં જાણે કે બોડીલાઇન બોલ નાંખ્યા અને એક બોલ યાદવના હેલ્મેટને વાગ્યો હતો. યાદવે ફિઝીયોની મુલાકાત લીધી હતી. અંકિત રાજપુતે આજે ખર્ચાળ રહ્યો હતો. તેણે 14 ની ઇકોનોમી સાથે ત્રણ ઓવરમાં 42 રન આપ્યા  હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">