T-20: રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ બંનેને જીતની જરુર છે, આરપારના મનોબળ સાથે આજે બંને ટીમ ઝુકાવશે

T-20: રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ બંનેને જીતની જરુર છે, આરપારના મનોબળ સાથે આજે બંને ટીમ ઝુકાવશે

T-20 લીગની ગુરુવારે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદા વચ્ચે આરપારની મેચ રમાશે. બંને ટીમો વચ્ચે દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર મેચ યોજાશે. આ મુશ્કેલ સમય દરમ્યાન  બંને ટીમના અનુભવહિન ખેલાડીઓ પોતાનો પ્રભાવ છોડવા માટે પ્રયાસ કરશે.

  

સનરાઇઝર્સ ના પ્રિયમ ગર્ગ અને અબ્દુલ શમદ હોય કે રાજસ્થાન રોયલ્સ ના કાર્તિક ત્યાગી અને રિયાન પરાગ. બને ટીમોના આ યુવાન ખેલાડીઓ પર સિનિયર ખેલાડીઓની આશાઓના પ્રમાણમાં પ્રદર્શન નહી હોવાને લઇ ને વધારે દબાણ છે. સનરાઇઝર્સ પોઇન્ટ ટેબલ પર સાતમા નંબર પર છે.  ટીમે નવ મેચોમાં ફકત છ અંક જ પ્રાપ્ત કર્યા છે.

 ગઇ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ની સામે મોટી જીત હાંસલ કરવાને લઇને રાજસ્થાન રોયલ્સ ની ટીમ એના થી એક સ્થાન આગળ છે. તેની પાસે આઠ અંક છે. સનરાઇઝર્સ ની ટીમને પ્લેઓફની આશા જીવંત રાખવા માટે પોતાની બાકી બચેલી પાંચેય મેચને જીતવી પડશે. જ્યારે રાજસ્થાન રોયલ્સ ની ટીમ જીતની લય બરકરાર રાખવા માટે ઇચ્છશે. ટીમ પણ આશા રાખશે કે સુપર કિંગ્સ ની સામે પાછળની મેચની માફક જ તેના વિદેશી ખેલાડીઓ ઉમદા પ્રદર્શન કરે.

ટી-20 લીગ અંતિમ ચરણની તરફ આગળ વધી રહી છે, એવામાં બંને ટીમો માટે હવે પોતાની રાહ આસાન નહી હોય અને બંને ટીમોને એ પણ ખ્યાલ હશે કે, ઢિલાશ વર્તવાની સ્થિતીમાં તેઓ નથી. રાજસ્થાન રોયલ્સે બે મોટી હાર મેળવ્યા પછી વાપસી કરી છે. સનરાઇઝર્સ ની સામે જીતની દાવેદારી હશે અને જેને પોતાની પાછળની મેચમાં સનરાઇઝર્સે કલકત્તા સામે સુપર ઓવરમાં હાર સહન કરવી પડી હતી.

જોફ્રા આર્ચર રાજસ્થાન રોયલ્સની બોલીંગ આક્રમણની આગેવાની કરી રહ્યા છે, જ્યારે શ્રેયસ ગોપાલ અને રાહુલ તેવટીયા ની સ્પિનર જોડી એ ચેન્નાઇ સામે વચ્ચેની ઓવરોમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. કેપ્ટન સ્ટિવ સ્મિથને પણ ગુરુવારે પોતાના બોલરો પાસે ફરી એકવાર સારા પ્રદર્શનની આશા હશે.  ચેન્નાઇ સામે જોસ બટલરે પણ શાનદાર દેખાવ કર્યો હતો. જેના કારણે કેપ્ટન સ્મિથ પણ કોઇ પણ પ્રકારના દબાણ વિના રમી શક્યા હતા. જોકે રાજસ્થાન રોયલ્સને સારી ભાગીદારીની જરુર છે. ઓલરાઉન્ડર સ્ટોક્સ પણ અત્યાર સુધીમાં આશાઓ ના પ્રમાણમાં યોગ્ય પ્રદર્શન કરી શક્યો નથી. જ્યારે રોબિન ઉથપ્પા ટીમની કમજોર કડી સાબિત થઇ રહી છે. આવામાં સ્મિથ પંજાબના મનન વોહરાને સ્થાન આપવાનુ પણ વિચારી શકે છે. સંજુ સૈમસન ની ફોર્મ પણ ટીમ માટે ચિંતાનો વિષય છે. જેણે શરુઆતમાં સતત બે અર્ધ શતક લગાવ્યા હતા અને બાદમાં તે નિષ્ફળ નિવડી રહ્યો છે.

બીજી તરફ જોવાનુ  રહેશે કે, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રવિવારે કલકત્તા સમે સુપર ઓવરોમાં હાર મળવાને લઇને તે નિરાશામાંથી બહાર આવી છે કે નહી. ડેવિડ વોર્નરની ટીમ હારને લઇને નિશ્વિત રીતે દુખી હશે. પરંતુ ટીમે તેમાંથી જલ્દી બહાર આવવુ પડશે. તેમજ પ્રતિયોગીતામાં જામી રહેવા માટે પોતાની રણનિતીઓમાં પણ બદલાવ કરવો પડશે. ઇજાઓને લઇને ઝડપી બોલર ભુવનેશ્વર અને ઓલરાઉન્ડર મિશલ માર્શના બહાર થવા થી હૈદરાબાદ હજુ પણ અસમંજસમાં છે કે પોતાની બેટીંગ મજબુત કરે કે બોલીંગ. કેપ્ટન વેર્નર પણ આ તથ્યને સ્વિકારી ચુક્યો છે. જોકે ટીમ તેના બેટ્સમેનો પર ખુબ જ નિર્ભર છે. વિશેષ કરીને ચાર બેટ્સમેન જોની બેયરીસ્ટો, ડેવીડ વોર્નર, મનિષ પાંડે અને કેન વિલિયમસન. કેપ્ટન વોર્નર પણ બેટીંગ ને બોલીંગ બંને તરફ થી સારા પ્રદર્શનની આશા ઓ સાથે મેદાનમાં ઉતરશે.

સનરાઇઝર્સ હૈદરાબાદ: ડેવીડ વોર્નર કેપ્ટન, જોની બેયરસ્ટો, કેન વિલિયમસન, મનિષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, રિધિમાન સાહા, અબ્દુલ સમદ, વિજય શંકર, મોહમદ નબી, રાશિદ ખાન, અભિષેક શર્મા, બી સંદિપ, સંજય યાદવ, પેબીયન એલન, ખલીલ અહમદ, સંદિપ શર્મા, શાહબાજ નદીમ, સિધ્ધાર્થ કૌલ, બિલી સ્ટાનલેક, ટી નટરાજન અને બાસીલ થમ્પી

રાજસ્થાન રોયલ્સઃ સ્ટીવ સ્મિથ કેપ્ટન, જોશ બટલર, રોબીન ઉથપ્પા, સંજુ સૈમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, યશસ્વી જયસ્વાલ, મનન વોહરા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ, ઓશેન થોમસ, એન્ડ્રુય ટાઇ, વિડ મિલર, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શ્રેયશ ગોપાલ, રિયાન પરાગ, વરુણ આરોન, શશાંક સિંહ, અનુજ રાવત, મહિપાલ લોમરોર અને મયંક માર્કન્ડેય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati