T-20: રાજસ્થાન રોયલથી હાર્યા બાદ બોલર્સથી નાખુશ ધોની, કહ્યુ નો બોલનુ પરીણામ ભોગવવુ પડ્યુ

ટી-20ની લીગ 2020 દરમ્યાન ચેન્નાઇ સુપર કીંગ્સ ના તેના બીજા મુકાબલા દરમ્યાન હાર સહન કરવી પડી હતી. હાર બાદ હવે ધોની પણ તેના બોલર્સ પર ખફા દેખાઇ આવ્યો છે. ધોનીએ કહ્યુ કે, બોલરોએ નાંખેલા નો બોલનુ આ મોટુ પરીણામ સ્વિકારવુ પડ્યુ છે. રાજસ્થાન રોયલ્સે પહેલા બેટીંગ કરવા દરમ્યાન 20 ઓવરમાં 07 વિકેટ ગુમાવીને 216 રન […]

T-20: રાજસ્થાન રોયલથી હાર્યા બાદ બોલર્સથી નાખુશ ધોની, કહ્યુ નો બોલનુ  પરીણામ ભોગવવુ પડ્યુ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 23, 2020 | 2:49 PM

ટી-20ની લીગ 2020 દરમ્યાન ચેન્નાઇ સુપર કીંગ્સ ના તેના બીજા મુકાબલા દરમ્યાન હાર સહન કરવી પડી હતી. હાર બાદ હવે ધોની પણ તેના બોલર્સ પર ખફા દેખાઇ આવ્યો છે. ધોનીએ કહ્યુ કે, બોલરોએ નાંખેલા નો બોલનુ આ મોટુ પરીણામ સ્વિકારવુ પડ્યુ છે. રાજસ્થાન રોયલ્સે પહેલા બેટીંગ કરવા દરમ્યાન 20 ઓવરમાં 07 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. જેની સામે સીએસકે એ પુરી 20 રમવા છતાં પણ 200 ના આંકડાને સ્પર્શી શક્યુ નહોતુ. ચેન્નાઇ એ પુરી મેચ દરમ્યાન ત્રણ નો બોલ નાંખ્યા હતા. જેમાં બે બોલ લુંગી એનગિડીએ નાંખ્યા હતા, જે બોલ તેણે છેલ્લી ઓવરમાં નાંખ્યા હતા અને બે સિક્સર હરીફ ટીમે ફટકારી દીધી હતી.

ધોનીએ મેચ પછી કહ્યુ હતુ કે, તેઓના સ્પિનરોએ ખાસ કઇ અલગ કરવા માટે નો પ્રયાસ નહોતો કર્યો, જોકે અમારા સ્પિનરોએ શરુઆતી ઓવર દરમ્યાન આવુ કંઇ નહોતુ કર્યુ. કોઇ એકને કંઇ નહી કહેતા મારે એટલુ જ કહેવુ છે કે અમે સ્થિતીને નિયંત્રીત કરી શકતા હતા. જો અમે નો બોલ પર નિયંત્રણ કર્યુ હોત તો. જો અમે નો બોલ ના ફેંક્યા હોત તો અમે 200 ના ટાર્ગેટ થી રનનો પીછો કરતા હોત અને તે એક સારી મેચ રહી હોત.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

217 રનના લક્ષ્યાંકને પીછો કરતા મેદાનમાં ઉતરેલી ટીમ સીએસકેમાં કોઇની બેટીંગ ચાલી હોય તો એ ફાફ ડુપ્લેસી હતા. તેમે 37 બોલમાં જ સાત છગ્ગાની મદદ થી 72 રનની સારી ઇનીંગ રમી હતી. ધોનીએ કહ્યુ હતુ કે રાજસ્થાનના બોલરોને પણ શ્રેય આપવો પડે. કારણ કે તેમણે પણ સમજણ સાથે બોંલીંગ કરી હતી. કેવી લેન્થ થી બોલીંગ કરવી એ તમામ બાબત ધ્યાને રાખીને બોલીંગ કરી હતી. ધોની અને ફાફ ડુપ્લેસી એ મેચને પોતાની બાજુ કરવા માટે ભરપુર પ્રયાસ કર્યો હતો. પરંતુ વિશાળ સ્કોર ને તે પાર કરવા થી અસફળ રહ્યા હતા. આમ ચેન્નાઇ એ તેની બીજી મેચમાં હાર સહન કરવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચોઃવિશ્વના સૌથી ધનાધ્ય ક્રિકેટ બોર્ડમાં ગણાતા, BCCIને કોરોનાકાળની અસર, નેશનલ ક્રિકેટ એકેડમીના 11 કોચને છુટ્ટા કરી દિધા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">