T-20: દિલ્હી પ્લેઓફની દાવેદારી નક્કી કરવા આજે મથશે, મુંબઇ ઇન્ડિયન્સ સામે આજે દિલ્હીનો જંગ

T-20: દિલ્હી પ્લેઓફની દાવેદારી નક્કી કરવા આજે મથશે, મુંબઇ ઇન્ડિયન્સ સામે આજે દિલ્હીનો જંગ

ટી-20 લીગની 51 મી મેચ દિલ્હી કેપીટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ગત ગુરુવારે મળેલી જીતને લઇને મુંબઇ ઇન્ડિયન્સની પ્લેઓફમાં જગ્યા પાકી થઇ ચુકી છે. હવે શનિવારે મુંબઇ અને દિલ્હી આમને સામને થનારા છે. દિલ્હી નુ લક્ષ્ય પણ હવે સ્વાભાવિક જ પ્લેઓફ જ હોઇ શકે છે. દિલ્હીએ તેની 12 મેચમાં રમીને 14 અંક ધરાવે છે. મુંબઇને પરાસ્ત કરે તો તેના 16 અંક થઇ શકે છે, સાથે જ તે પ્લેઓફની જગ્યા પણ પાકી કરી શકે છે.

પ્લેઓફમાં જગ્યા બનાવવા છતાં પણ મુંબઇ આ મેચને સહેજ પણ હળવાશ થી લેશે નહી. કારણ કે તેની કોશીષ પણ ટોપ ટુ ના સ્થાનમાં જ રહીને લીગના પડાવને પુર્ણ કરવાનો હોઇ શકે છે. આમ તેને ફાઇનલમાં પહોંચવા માટે પણ બે મોકા મળી શકે છે. મુંબઇએ તેની પાછલી ત્રણ મેચોમાં રોહિત શર્માના વિના જ મેચ રમી છે. તેની જગ્યાએ કેપ્ટનશીપ કિરોન પોલાર્ડે નિભાવી હતી. તો સાથે જ બાકીના ખેલાડીઓએ પણ રોહિત શર્માની ગેરહાજરીને મહેસુસ થવા નથી દીધી. ખાસ કરીને ઇસાન કીશન અને સુર્યકુમાર યાદવે તે ખોટ ને ભરપાઇ રાખી છે. સુર્યકુમારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જે રમત રમી હતી, તેના થી સુર્યકુમાર ને એક અલગ સ્થાન પર જ ઉભો કરી દીધો છે.

તે લગાતાર સારુ પ્રદર્શન કરી રહ્યો છે અને રોહિત શર્માની ગેરહાજરી બાદ પણ તેણે જવાબદારી પોતાના ખભા પર લઇ દેખાડી છે. ઇશાન કિશનને પણ રોહિતની ગેરહાજરીમાં ક્વિન્ટન ડિકોકની સાથે ઇનીંગની શરુઆત કરનવા માટે મોકલવામાં આવી રહ્યો છે. આ યુવા ખેલાડી તેમાં પણ ખરો ઉતર્યો છે. હાર્દીક પંડ્યા એ પણ રાજસ્થાન સામે આક્રમક પારી રમી હતી. પોલાર્ડ અને કૃણાલ પણ રન બનાવી રહ્યા છે. જોકે દિલ્હીની મજબુત બોલીંગ સામે આ બધા જ ખેલાડીઓ પોતાના સારા ફોર્મને જાળવી રાખશે ખરા, એ પણ જ્યારે દિલ્હી પ્લેઓફ માટે પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે.

દિલ્હીની બોલીંગ જ નહી પરંતુ દિલ્હીના બેટ્સમેન પણ મજબુત છે, જોકે પાછળની કેટલીક મેચોમાં તેના માટે કંઇ પણ સારુ રહ્યુ નથી. તેને ફક્ત હાર જ મળી રહી છે, આમ હવે તેને જીતના માર્ગ પર પણ પરત ફરવુ જરુરી છે. બધા જ ખેલાડીઓ ટુર્નામેન્ટના આખરી દૌર ની જરુરીયાતોને જાણે છે. એટલે જ દિલ્હી એક ઝખ્મી શેરની જેમ જ થઇ ચુક્યુ છે જે ખુબ જ ખતરનાક બની શકે છે. પૃથ્વી શોનુ ટીમમાં પરત ફરવુ જરુરી બની ગયુ છે.શિખર ધવનની સાથે તેવી જોડીએ દિલ્હીને એક સારી શરુઆત અપાવી છે. મધ્યમ ક્રમ થી લઇને ઓપનર સુધીના બેટ્સમેન સુધી અપનાવી જોયેલા ખેલાડી અજીંક્ય રહાણે આ સિઝનમાં ચાલી નથી રહ્યો. બેટીંગમાં ધવન, કેપ્ટન શ્રેયસ ઐયર,માર્કસ સ્ટોઇનિસ, ઋષભ પંત અને શિમરોન હૈટમાયર પર નિર્ભર છે.

બોલીંગમાં કાગીસો રબાડા, તુષાર દેશપાંડે અને એનરીક નોર્ત્ઝે પર મુંબઇના તોફાની આક્રમણને રોકવાની જવાબદારી હશે. રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલની સ્પિન જોડી મુંબઇના બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. મુંબઇની બોલીંગ આક્રમણ પણ ખુબ જ બજબુત છે. જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ ને પૈટ કમિંન્સ પુરી રિતે દિલ્હી ના બેટ્સમેનોને રોકી રાખવા માટે મેદાનમાં ઉતરશે. આ બધા થી જ અલગ રાહુલ ચહર પણ દિલ્હીના બેટ્સમેનોને નુકશાન પહોંચાડી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati