AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જોશીમઠ સંકટ પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર, કહ્યું- HCમાં તમારી વાત રાખો

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિંહ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે હાઈકોર્ટ દરેક વાત સાંભળવા સક્ષમ છે.

જોશીમઠ સંકટ પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર, કહ્યું- HCમાં તમારી વાત રાખો
Supreme Court refused to hear the Joshimath crisis
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 5:11 PM
Share

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન સંકટને રાષ્ટ્રીય આફત તરીકે જાહેર કરવા માટે કોર્ટના હસ્તક્ષેપની માગ કરતી અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે આ અંગે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું કે આ મામલે ઉત્તરાખંડ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તેથી તેની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેવા દો. હકીકતમાં, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જોશીમઠ કટોકટી પર તાત્કાલિક નાણાકીય સહાય અને વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી હતી. જે માગણીનો સુપ્રિમ કોર્ટે ઈન્કાર કર્યો છે અને તે બાબતને તેમના રાજ્યની હાઈકોર્ટ સુધી રાખવા કહ્યું છે.

રાજ્યની હાઈકોર્ટમાં મુદ્દો રાખો- સુપ્રિમ કોર્ટ

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિંહ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે હાઈકોર્ટ દરેક વાત સાંભળવા સક્ષમ છે. અમને લાગે છે કે અરજદારે જોશીમઠ કટોકટી સાથે સંબંધિત જે કંઈ બાબત છે તે તેમની રાજ્યની હાઈકોર્ટમાં રાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટે અરજદાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ઉત્તરાખંડ હાઈકોર્ટનો સંપર્ક કરીને તેને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની સલાહ આપી છે. કોર્ટે કહ્યું કે આ મામલે હાઈકોર્ટ પહેલાથી જ અનેક આદેશો આપી ચૂકી છે.

આ પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં પણ જોશીમઠ જેવી જ સ્થિતિ, કેટલાક વિસ્તારો ધીમે ધીમે ધસી રહ્યા છે, CM સુખુએ વ્યક્ત કરી ચિંતા

તમામ બાબત સુપ્રીમ કોર્ટમાં ન લઈ જવા ટકોર

તમને જણાવી દઈએ કે બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ જેવા પ્રસિદ્ધ તીર્થસ્થળોના પ્રવેશદ્વાર અને સ્કીઈંગ માટે પ્રખ્યાત જોશીમઠ ભૂસ્ખલનને કારણે એક મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. જોશીમઠમાં જમીન ધીમે ધીમે ધસી રહી છે. ઘરો, રસ્તાઓ અને ખેતરોમાં મોટી તિરાડો દેખાઈ રહી છે. અગાઉ, 10 જાન્યુઆરીએ, સુપ્રીમ કોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો કે પરિસ્થિતિનો સામનો કરવા માટે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સંસ્થાઓ છે અને તમામ બાબતો તેની પાસે આવવી જોઈએ નહીં.

રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની અરજીને 16 જાન્યુઆરીએ સુનાવણી માટે સૂચિબદ્ધ કરી હતી. અરજદારે દલીલ કરી છે કે મોટા પાયે ઔદ્યોગિકીકરણને કારણે આ સંકટ સર્જાયું છે અને ઉત્તરાખંડના લોકોને તાત્કાલિક નાણાકીય સહાય અને વળતર આપવું જોઈએ. અરજીમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને આ પડકારજનક સમયમાં જોશીમઠના રહેવાસીઓને સક્રિયપણે ટેકો આપવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી હતી. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે માનવ જીવન અને તેની ઇકોસિસ્ટમના ભોગે કોઈ વિકાસની જરૂર નથી અને જો કંઈપણ થાય તો તેને યુદ્ધના ધોરણે તાત્કાલિક અટકાવવાની રાજ્ય અને કેન્દ્ર સરકારની ફરજ છે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">