AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જોશીમઠ સંકટ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ પર લેવાશે નિર્ણય

બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ અને આંતરરાષ્ટ્રીય સ્કીઇંગ માટે જાણીતા ઓલી જેવા પ્રસિદ્ધ તીર્થસ્થાનોનું પ્રવેશદ્વાર, જોશીમઠ, ભૂસ્ખલનના મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. ત્યારે સંકટના ઘેરા વચ્ચે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા સુપ્રિમ કોર્ટમાં જોશીમઠ પર તોળાઈ રહેલ સંકટને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાને લઈને અરજી કરી હતી.

જોશીમઠ સંકટ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ પર લેવાશે નિર્ણય
Hearing on Joshimath crisis in Supreme Court today
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 1:33 PM
Share

ઉત્તરાખંડના જોશીમઠ પર મંડરાઈ રહેલ સંકટને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માંગ કરતી અરજી પર આજે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલી 16 જાન્યુઆરીની કોઝ લિસ્ટ મુજબ, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બનેલી બેંચ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કર્યો હતો ઇનકાર

જોશીમઠ એ, બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ અને આંતરરાષ્ટ્રીય સ્કીઇંગ માટે જાણીતા ઓલી જેવા પ્રસિદ્ધ તીર્થસ્થાનોનું પ્રવેશદ્વાર છે. જે, ભૂસ્ખલનના મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. ત્યારે સંકટના ઘેરા વચ્ચે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા સુપ્રિમ કોર્ટમાં જોશીમઠ પર તોળાઈ રહેલ સંકટને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાને લઈને અરજી કરી હતી. અદાલતે 10 જાન્યુઆરીએ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે પરિસ્થિતિનો સામનો કરવા માટે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર છે અને તમામ બાબતોને લઈને કોર્ટમાં ન આવવું જોઈએ. જો કે, કોર્ટે સ્વામી સરસ્વતીની અરજીને 16 જાન્યુઆરીએ સુનાવણી માટે સૂચિબદ્ધ કરી હતી.

સુપ્રિમ કોર્ટમાં આજે આપશે નિર્ણય

જોશીમઠ પર ભૂસ્ખલનના કારણે તે વિસ્તારના તમામ ઘરો મકાનો સહિત દુકાનોમાં પણ તિરાડો પડી ગઈ છે. તેમજ જમીન પસ ધસી ગઈ છે. ત્યારે આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોચ્યોં હતો. જે અંગે CJIએ કહ્યું હતું કે, દરેક બાબતોને લઈને અમારી પાસે આવવાની જરૂર નથી. તેને જોવા માટે સરકાર તેમજ તેમની ચૂંટાયેલી સંસ્થાઓ છે. અમે તેને 16 જાન્યુઆરીએ સૂચિબદ્ધ કરીશું. અરજદારે દલીલ કરી હતી કે મોટા પાયે ઔદ્યોગિકીકરણને કારણે આ ઘટના બની છે અને ઉત્તરાખંડના લોકોને તાત્કાલિક નાણાકીય સહાય અને વળતરની જરૂર છે.

શું હતો સ્વામીજીનો મુદ્દો ?

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કરેલી અરજીમાં જોશીમઠ પરની આ પડકારજનક સ્થિતિમાં રહેવાસીઓને સક્રિયપણે ટેકો આપવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને નિર્દેશ આપવાની પણ માગણી કરી છે. સંતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે માનવ જીવન અને તેમના જીવસૃષ્ટિના ખર્ચે કોઈ વિકાસની જરૂર નથી અને જો કંઈપણ થાય તો તેને યુદ્ધના ધોરણે તાત્કાલિક અટકાવવાની રાજ્ય અને કેન્દ્ર સરકારની ફરજ છે. તેમજ જોશીમઠ પરનું આ સંકટ પણ ઔદ્યોગિકીકરણને કારણે જ થયું છે. અને હજુ પણ તે બનતુ રહશે. ત્યારે આ વચ્ચે સ્વામીએ જોશીમઠ પરના સંકટને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવેની માગણી કરી છે. જે અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવાણી હાથ ધરાશે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">