VIDEO: પરિપત્ર પર ઘેરાઈ રાજ્ય સરકાર, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

રાજ્યમાં વિજય રૂપાણી સરકાર આંદોલન ઠારવા પ્રયાસ કરે છે પરંતુ એક આંદોલન શાંત થયું નથી ત્યાં જ બીજા આંદોલનના મંડાણ થઈ ચુક્યા છે. વાત 1 ઓગસ્ટ 2018ના પરિપત્રને લઈને જ છે. રાજ્ય સરકારે ગાંધીનગરમાં ઉપવાસ છાવણીમાં ધરણા પર બેઠેલા આંદોલનકારીઓનો રોષ ઠારવા પરિપત્રમાં સુધારા કરવાની જાહેરાત કરી, પરંતુ હવે આ સુધારાની જાહેરાતથી બિન અનામત સમાજમાં […]

VIDEO: પરિપત્ર પર ઘેરાઈ રાજ્ય સરકાર, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
Follow Us:
| Updated on: Feb 12, 2020 | 4:44 AM

રાજ્યમાં વિજય રૂપાણી સરકાર આંદોલન ઠારવા પ્રયાસ કરે છે પરંતુ એક આંદોલન શાંત થયું નથી ત્યાં જ બીજા આંદોલનના મંડાણ થઈ ચુક્યા છે. વાત 1 ઓગસ્ટ 2018ના પરિપત્રને લઈને જ છે. રાજ્ય સરકારે ગાંધીનગરમાં ઉપવાસ છાવણીમાં ધરણા પર બેઠેલા આંદોલનકારીઓનો રોષ ઠારવા પરિપત્રમાં સુધારા કરવાની જાહેરાત કરી, પરંતુ હવે આ સુધારાની જાહેરાતથી બિન અનામત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બિન અનામત સમાજે રૂપાણી સરકારને સીધી ચેતવણી આપી છે કે જો આ પરિપત્રમાં કંઈપણ ફેરફાર થશે તો સરકારે ભોગવવા તૈયાર રહેવું પડશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ ચીમકી ઉચ્ચારી છે કે પરિપત્રમાં છેડછાડ થશે તો રાજ્ય વ્યાપી આંદોલન કરવામાં આવશે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે છેલ્લી કેટલીક ભરતીમાં જનરલ કેટેગરીની મહિલાઓને અનામતના લીધે ઓર્ડર હજુ સુધી આપવામાં આવ્યા નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આવી મહિલાઓને તત્કાલ ઓર્ડર આપવાની પણ તેમણે માગ કરી છે અને જો તેમને ઓર્ડર નહીં મળે તો 15 ફેબ્રુઆરીથી બિન અનામત સમાજની 396 યુવતીઓ ગાંધીનગરમાં ઉપવાસ છાવણી ખાતે ઉપવાસ પર બેસશે. સાથે જ આજે ગાંધીનગરમાં બિન અનામત સમાજની એક બેઠક મળશે જેમાં અગાઉની રણનીતિ નક્કી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: AAPની મુખ્ય બેઠક આજે, આ દિવસે શપથ ગ્રહણ કરી શકે છે અરવિંદ કેજરીવાલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">