Rajkot: હલકી ગુણવત્તાની રાઈમાં કલર ચડાવી વેચવાનો પર્દાફાશ, આરોગ્ય વિભાગે અખાદ્ય રાઇનો જથ્થો જપ્ત કર્યો
રાજકોટ (Rajkot) માં હાલ મસાલા ભરવાની સીઝન ચાલી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગ (Health Department) પણ હરકતમાં આવ્યુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાનું જાણવા મળતાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ મસાલા માર્કેટ અને એજન્સીમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
રાજકોટ (Rajkot) શહેરમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે અલગ અલગ ફૂડનું ચેકિંગ (Food Checking) હાથ ધરવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગને મળતી ફરિયાદના આધારે કોર્પોરેશન દ્વારા દરોડા પાડીને તપાસ કરી નમૂના લેવામાં આવે છે. તેમજ તેના પરિણામ બાદ કાર્યવાહી કરવામાં આવે છે. જે મુજબ રાજકોટ શહેરમાં અરવિંદ બ્રધર્સ નામની પેઢી પર ફૂડ વિભાગે (Food and Drugs Department) દરોડો પાડીને અખાદ્ય રાઇનો જથ્થો જપ્ત કર્યો છે. આ વેપારી પેઢીમાં હલકી ગુણવતાની રાઇ પર રંગ ચઢાવીને વેંચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. જેની જાણ થતા જ ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો.
હાલ મસાલા ભરવાની સીઝન ચાલી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાનું જાણવા મળતાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ મસાલા માર્કેટ અને એજન્સીમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે શહેરમાં આવેલી અરવિંદ બ્રધર્સ નામની પેઢીમાં તપાસ હાથ ધરી હતી. અહીં હલકી ગુણવત્તાની રાઈમાં કલર ચડાવી વેચાવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કલર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત છે. આ રાઈ ખાવાથી ઝાડા-ઊલટી, પેટના રોગો, ઇન્ફેક્શન, કેન્સર થવાની પણ પૂરેપૂરી શક્યતા છે.
4 દિવસ પહેલા જ ફૂડ વિભાગે માર્કેટ યાર્ડ પાસેથી પણ આવા જ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે હવે વધુ એક રાઇનું વેંચાણ કરતી પેઢી દ્વારા આચરવામાં આવતું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ભેળસેળીયા તત્વો દ્વારા ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સામે ગંભીર ચેડાઓ કરી રહ્યા છે. જો કે તેની સામે તંત્ર દ્વારા નામ માત્રનો દંડ ફટકારી સંતોષ માની લેવામાં આવે છે.
આ પણ વાંચો-પોરબંદર : માધવપુર ઘેડના મેળા માટે જિલ્લા વહીવટીતંત્રની તડામાર તૈયારીઓ