ભારત કરી રહ્યું છે 3 અરબ ડોલરના ફોનની નિકાસ, ‘મેક ઇન ઇન્ડિયા’ની પહેલ પર મોદીએ આપ્યું આ મહત્વનું નિવેદન

પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ઉદારીકરણની નીતિઓ અપનાવવાનું પરિણામ એ છે કે આજે દેશમાં સીધું વિદેશી રોકાણ આવી રહ્યું છે અને દેશનું વિદેશી મુદ્રા ભંડાર પણ નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે.

ભારત કરી રહ્યું છે 3 અરબ ડોલરના ફોનની નિકાસ, 'મેક ઇન ઇન્ડિયા'ની પહેલ પર મોદીએ આપ્યું આ મહત્વનું નિવેદન
લાલ કિલ્લા પર સંબોધન સમયે પીએમ મોદી (ફોટો- PTI)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) એ રવિવારે જણાવ્યું હતું કે ભારત સાત વર્ષ પહેલા 8 અરબ ડોલરની કિંમતના મોબાઇલ ફોનની આયાત કરતું હતું જ્યારે હવે પરીસ્થિતિ બદલાય છે  દેશ આજે  3 અરબ ડોલરની કિંમતનાં મોબાઈલ ફોનની નિકાસ કરી રહ્યુ છે. 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે સરકારે ‘મેક ઇન ઇન્ડિયા’ ના મહત્વના કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના (PLI) ની જાહેરાત કરી છે.

તેમણે જણાવ્યું કે, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ એ યોજના દ્વારા આવેલા ફેરફારોનું મહત્વનું ઉદાહરણ છે. સાત વર્ષ પહેલા, આપણે  આશરે  8 અરબ  ડોલર કિંમતના મોબાઇલ ફોનની આયાત કરતા હતા. હવે આયાત ઘટી છે. આજે આપણે 3 અરબ ડોલરની કિંમતના મોબાઇલ ફોનની નિકાસ કરી રહ્યા છીએ. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે પીએલઆઈ યોજના હેઠળ 148 અરબ ડોલરના રોકાણ સાથે જોડાયેલી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના 16 પ્રસ્તાવોને મંજૂરી આપી છે.

પીએમએ કહ્યું કે દેશમાં ઉદારીકરણની નીતિઓને અનુસરવાનું પરિણામ એ છે કે આજે  સીધું વિદેશી રોકાણ દેશમાં આવી રહ્યું છે અને દેશનું વિદેશી મુદ્રા ભંડાર પણ નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. તેમણે દેશના ઉદ્યોગોને ‘વૈશ્વિક કક્ષાના ઉત્પાદન’ના લક્ષ્ય સાથે આગળ વધવા હાંકલ કરી હતી.

ભારતીય ઉત્પાદનોને વિશ્વકક્ષાની ગુણવત્તાવાળો બનાવવા પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે, “આપણે જે ઉત્પાદન બહાર મોકલીએ છીએ તે માત્ર એક જ કંપનીનું ઉત્પાદન નથી પણ તે ઉત્પાદન ભારતની ઓળખ છે. ભારતની પ્રતિષ્ઠા તે ઉત્પાદન સાથે જોડાયેલી હોય છે. તેથી ભારતમાં બનેલા ઉત્પાદનો વધુ સારા હોવા જોઈએ. ”

 સ્ટાર્ટ અપને સરકાર તમામ શક્ય મદદ કરી રહી છે- પીએમ

આ સિવાય વડાપ્રધાને કહ્યું કે, દેશના સ્ટાર્ટઅપ દુનિયામાં છવાય જવાનું  સપનું સાથે લઈને આગળ વધી રહ્યા છે અને સરકાર પુરી તાકાત સાથે તેમની મદદ કરવા સાથે ઉભી છે. તેમણે કહ્યું, આ સ્ટાર્ટ અપ માટે કેટલીક છૂટ આપવાની વાત હોય કે નિયમોને સરળ બનાવવાની વાત હોય અથવા સ્ટાર્ટ અપને આગળ વધારવા માટે કોઈ મદદની જરૂર હોય સરકાર તેની તમામ તાકાત સાથે તેમની મદદ માટે ઊભી છે.

તેમણે કહ્યું કે આ સ્ટાર્ટ-અપ મોટી સફળતા સાથે આગળ વધી રહ્યા છે. ગઈકાલના આ સ્ટાર્ટ-અપ આજનાં યુનિકોર્ન બની રહ્યા છે. તેમણે કહ્યું, આ સ્ટાર્ટ-અપ્સ વિશ્વ પર પ્રભુત્વ જમાવવાના સ્વપ્ન સાથે ચાલી રહ્યા છે. તેઓએ  શ્રેષ્ઠ બનવાનું છે, ઝડપથી કામ કરવાનું છે, અટકવાનું નથી. યુનિકોર્ન સ્ટાર્ટઅપ તેને કહેવામાં આવે છે. જેનું મુલ્યાંકન એક અરબ ડોલરથી વધુ હોય.

આ પણ વાંચો : આખરે વેચાઈ ગયું વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ, આટલા કરોડમાં થયો સોદો, જાણો તમામ વિગતો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati