AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખરે વેચાઈ ગયું વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ, આટલા કરોડમાં થયો સોદો, જાણો તમામ વિગતો

ધિરાણકર્તાઓએ આખરે ભાગી ગયેલા વિજય માલ્યાની માલિકીનું કિંગફિશર હાઉસ જે અત્યારે બંધ કિંગફિશર એરલાઇન્સનું મુખ્ય મથક છે તે વેચી દીધું છે.

આખરે વેચાઈ ગયું વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ, આટલા કરોડમાં થયો સોદો, જાણો તમામ વિગતો
Vijay Mallya (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 3:45 PM
Share

ધિરાણકર્તાઓએ આખરે ભાગી ગયેલા દારૂના ઉદ્યોગપતિ વિજય માલ્યાની માલિકીનું (Vijay Mallya) કિંગફિશર હાઉસ (Kingfisher House) જે અત્યારે બંધ કિંગફિશર એરલાઇન્સનું (kingfisher Airlines) મુખ્ય મથક છે તે વેચી દીધું છે. લેન્ડર્સ દ્વારા કિંગફિશર હાઉસને હૈદરાબાદના એક પ્રાઈવેટ ડેવલપરને 52 કરોડમાં વેચવામાં આવ્યું હતું. અગાઉ કિંગફિશર હાઉસ વેચવાના અનેક પ્રયાસો બાદ પણ ધિરાણકર્તા ખરીદનાર શોધી શક્યા ન હતા.

રીઅલ એસ્ટેટ ઉદ્યોગના નિષ્ણાતોને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શરૂઆતમાં બેંકોએ વાસ્તવિક અનામત કિંમત નક્કી કરી હતી કારણ કે મિલકતમાં ઘણી મર્યાદાઓ હતી. તે જણાવે છે કે, મિલકતના વિકાસ માટે બહુ અવકાશ નથી કારણ કે તે મુંબઈ એરપોર્ટની હદમાં આવેલું છે. આ મિલકત મુંબઈમાં એરપોર્ટ નજીક વૈભવી વિલે પાર્લે વિસ્તારમાં આવેલી છે.

હરાજીના અનેક પ્રયાસો નિષ્ફળ રહ્યા

ધિરાણકર્તાઓએ માર્ચ 2016માં પ્રથમ વખત 150 કરોડની રિઝર્વ પ્રાઇસ સાથે મિલકતની હરાજી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી મિલકતની હરાજી કરવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ નિષ્ફળ રહ્યા. માલ્યાને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યો છે. કિંગફિશર એરલાઈન્સ 2012માં બંધ થઈ ગઈ હતી.

કિંગફિશર એરલાઇન્સ (Kingfisher Airlines) પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની આગેવાની હેઠળની ભારતની બેંકોના કન્સોર્ટિયમ માટે લગભગ 10,000 કરોડ રૂપિયા બાકી છે. માલ્યા યુકેમાં પ્રત્યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે અને તેને 2019માં ભારતમાં ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો.

કિંગફિશર હાઉસમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, અપર ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપલા માળ છે. તેનો કુલ વિસ્તાર 1,586 ચોરસ મીટર છે. તે 2,402 ચોરસ મીટરના પ્લોટ પર બનાવવામાં આવ્યું છે.

યુકે હાઈકોર્ટે માલ્યાને નાદાર જાહેર કર્યા

તમને જણાવી દઈએ કે ગયા મહિને યુકે હાઈકોર્ટે વિજય માલ્યા વિરુદ્ધ ‘નાદારીનો આદેશ’ જારી કર્યો હતો. ત્યારબાદ ભારતીય બેંકોને વિશ્વભરમાં તેમની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને લોન આપનાર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની આગેવાની હેઠળની બેન્કોના ખાતાઓમાં વધુ 792 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Indian Army: ભારતીય સેના બ્રહ્મપુત્ર નદીની નીચે બનાવશે ટનલ, જાણો ચીનને ઘેરવાના આ Deadly plan વિશે

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">