સના મરીન વિશ્વના સૌથી યુવા વડાપ્રધાનઃ ફિનલેન્ડની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે મરીન

  • Updated On - 3:09 pm, Mon, 9 December 19 Edited By: TV9 WebDesk8
સના મરીન વિશ્વના સૌથી યુવા વડાપ્રધાનઃ ફિનલેન્ડની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે મરીન

ફિનલેન્ડના પરિવહન પ્રધાન અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા સના મરીન પ્રધાનમંત્રી બન્યા છે. અને મંગળવારે તેમની શપથવિધિ થશે. મરીન દુનિયામાં સૌથી નાની ઉંમરે પ્રધાનમંત્રી બનવાનો રેકોર્ડ કાયમ કર્યો છે. ગત મંગળવારે તેની પાર્ટીમાંથી એન્ટી રિનેએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.

Image result for सना मरीन

સના મરીન વર્ષની ઉંમરે જ મહાપૌર બન્યા હતા

મરીને ટેમ્પરે વિશ્વવિદ્યાલયથી માસ્ટર ડિગ્રી મેળવી છે. 27 વર્ષની ઉંમરે મરીન ટેમ્પરના નગર પરિષદના પ્રમુખ બન્યા હતા. અને જૂન 2019માં પરિવહન અને સંચાર મંત્રીની જવાબદારી લીધી હતી.

દુનિયામાં બીજા નંબરે સૌથી યુવા પ્રધાનમંત્રી યુક્રેનના ઓલેક્સી હોન્ચેરુક છે. તેમની ઉંમર 35 વર્ષની છે. મરીને કહ્યું કે, મેં ક્યારે પણ મારી ઉંમર અને જાતિ વિશે વિચાર્યું નથી. હું ખાસ કારણોથી રાજનીતિમાં આવી હતી અને લોકોનો વિશ્વાસ મેળવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati