રાજસ્થાને આજે જીતના નિશ્વય સાથે મેદાનમાં ઉતરવુ પડશે, હૈદરાબાદ બેટીંગ અને બોલીંગ બંન્ને રીતે સારા દેખાવમાં

રાજસ્થાન માટે શરુઆતની બે મેચ ના ધુંઆધાર દેખાવની વાત હવે યાદો જ રહી ગઇ છે. લગાતાર હાર મેળવી રહેલી રાજસ્થાન રોયલ્સ હવે જીત માટે ઉમ્મીદો લગાવી બેઠી છે. રવીવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થનારા મુકાબલામાં હવે બેન સ્ટોક્સ ની ટીમમાં વાપસીને લઇ ને પણ જીત માટે આશાઓ બાંધી રાખી છે. રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ના મામલામાં છેલ્લે […]

રાજસ્થાને આજે જીતના નિશ્વય સાથે મેદાનમાં ઉતરવુ પડશે, હૈદરાબાદ બેટીંગ અને બોલીંગ બંન્ને રીતે સારા દેખાવમાં
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 11, 2020 | 7:46 AM

રાજસ્થાન માટે શરુઆતની બે મેચ ના ધુંઆધાર દેખાવની વાત હવે યાદો જ રહી ગઇ છે. લગાતાર હાર મેળવી રહેલી રાજસ્થાન રોયલ્સ હવે જીત માટે ઉમ્મીદો લગાવી બેઠી છે. રવીવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થનારા મુકાબલામાં હવે બેન સ્ટોક્સ ની ટીમમાં વાપસીને લઇ ને પણ જીત માટે આશાઓ બાંધી રાખી છે. રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ના મામલામાં છેલ્લે થી બીજા ક્રમાંક પર છે. કારણ કે છ માંથી રાજસ્થાન ચાર મેચ હારી ચુક્યુ છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ છ માંથી ત્રણ મેચ જીતી ચુક્યુ છે અને તે હાલમાં પોઇન્ટ ટેબલ પર પાંચમાં સ્થાન પર છે. સ્ટોક્સ નુ શનિવારે ક્વોરન્ટાઇન સમયગાળો પુર્ણ થાય છે. તેની ગેરહાજરીમાં રાજસ્થાનનુ સંતુલન જાણ કે બગડી ચુક્યુ હતુ. બેન સ્ટોક્સ તેના પિતાની બીમારીને લઇને શરુઆતમાં ટીમ સાથે જોડાઇ શક્યો નહોતો પરંતુ હવે ટીમમાં જોડાઇ જશે. જોકે લાંબા સમય થી ક્રિકેટ થી દુર રહેલ સ્ટોક્સ હવે લય માં રહી શકે કે કેમ તે પણ એક સવાલ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જોસ બટલર, સ્ટિવ સ્મિથ અને સંજુ સૈમસન અપેક્ષાઓ પર ખરા ઉતરી રહ્યા નથી. સૈમસન અને સ્મિથ પ્રથમ બંને મેચ બાદ સારુ પ્રદર્શન કરી શક્યા નથી. બોલીંગમાં જોફ્રા આર્ચર, તેવટીયા અને શ્રેયસ ગોપાલે સારુ પ્રદર્શન કર્યુ હતુ. બીજી તરફ સનરાઇજર્સ એ સતત હાર સ્વિકાર્યા બાદ હવે તેના ઓપનરોના કારણે ફરીએકવાર જીતના માર્ગે છે. જોની બેયરીસ્ટો અને સ્પિનર રાશિદ ખાન પણ એકદમ સારા પ્રદર્શનમાં છે. બંનેના સારી રમતને લઇને પંજાબ સામે પણ ત્રણ વિકેટે જીત મેળવી શકાઇ હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પંજાબ સામે બેયરીસ્ટે 55 બોલમાં 97 રન બનાવ્યા હતા. તેણે દિલ્હી કેપીટલ્સ સામે અને બેંગ્લોર સામે પણ સારી બેટીંગ કરી હતી. અત્યાર સુધીમાં 227 રન બનાવી ચુકેલ ડેવીડ વોર્નર પોતાનુ ફોર્મ પણ હજુ બરકરાર રાખવા પ્રયાસ કરશે. જેમણે અગાઉની મેચમાં 40 બોલમાં 52 રન બનાવ્યા હતા, મનીષ પાંડે અને કેન વિલિયમસન પણ ઇનીંગ્સમાં મુખ્ય ભુમીકા નિભાવી શકે છે. યુવા ખેલાડી પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ અને અભિ,ક શર્માએ પણ પ્રભાવિત કર્યા છે. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને હરફનમૌલા, મિશેલ માર્શ ઇજાના કારણે બહાર થવા થી રાશિદ ખાન અને યોર્કર માસ્ટર નટરાજને જવાબદારી પુર્વક પ્રદર્શન કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજસ્થાન રોયલ્સ: સ્ટીવ સ્મિથ કેપ્ટન, જોશ બટલર, રોબીન ઉથપ્પા, સંજુ સૈમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, યશસ્વી જયસ્વાલ, મનન વોહરા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ, ઓશેન થોમસ, એન્ડ્રુય ટાઇ, વિડ મિલર, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શ્રેયશ ગોપાલ, રિયાન પરાગ, વરુણ આરોન, શશાંક સિંહ, અનુજ રાવત, મહિપાલ લોમરોર અને મયંક માર્કન્ડેય.

સનરાઇઝર્સ હૈદરાબાદ: ડેવીડ વોર્નર કેપ્ટન, જોની બેયરસ્ટો, કેન વિલિયમસન, મનિષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, રિધિમાન સાહા, અબ્દુલ સમદ, વિજય શંકર, મોહમદ નબી, રાશિદ ખાન, અભિષેક શર્મા, બી સંદિપ, સંજય યાદવ, પેબીયન એલન,ખલીલ અહમદ, સંદિપ શર્મા, શાહબાજ નદીમ, સિધ્ધાર્થ કૌલ, બિલી સ્ટાનલેક, ટી નટરાજન અને બાસીલ થમ્પી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">