સંજય દત્તની માતા આજે રણબીર કપૂરના દાદી હોત… સંજય દત્તની માતા સાથે લગ્ન ન થતા કલાકો સુધી બાથરૂમમાં રડતા હતા રણબીર કપૂરના દાદા

સંજય દત્તની માતા આજે રણબીર કપૂરના દાદી હોત... સંજય દત્તની માતા સાથે લગ્ન ન થતા કલાકો સુધી બાથરૂમમાં રડતા હતા રણબીર કપૂરના દાદા

રાજ કપૂર એ ફિલ્મ નિર્માતાઓમાંના એક છે જેમણે ફિલ્મ ઉદ્યોગને ન માત્ર આગળ વધાર્યો પણ તેમની ફિલ્મોમાં સમાજને અરીસો બતાવવા માટે પણ કામ કર્યું. આજે રાજ કપૂરની પુણ્યતિથિ છે. તેમનો જન્મ 14 ડિસેમ્બરના રોજ પેશાવર પાકિસ્તાનમાં થયો હતો. તેમનુ નિધન 2 જુન 1988માં થયું હતુ. તેઓ અભિનેતા પૃથ્વીરાજ કપૂર અને રામશરણી દેવી કપૂર ના સંતાન હતા. રાજે 22 વર્ષની વયે પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતુ. રાજ કપૂરના ઘણા કિસ્સાઓ છે જે વધારે ચર્ચામાં રહ્યાં છે.

રાજ કપૂરને મરઘીઓ પાળવાનો ખૂબ શોખ હતો.તેમણે ઘરે પણ ઘણી મરઘીઓ પાળી રાખી હતા. તેઓએ બધી મરઘીઓનું નામ પણ આપ્યું હતું અને તેઓ તેમને નામથી જ બોલાવતા હતા.

આ પણ વાંચો: લંડનમાં એક ગુજરાતી ગાયક પર લોકોએ ઉડાવ્યા ડોલર અને પાઉન્ડ, જુઓ આ VIDEO અને જાણો કોણ છે આ કલાકાર


રાજ કપૂર અને નરગીસનું પ્રેમ પ્રકરણ એ સમયે ખૂબ ચર્ચામાં રહ્યું હતુ .લગ્ન થઈ ગયા હોવા છતા પણ રાજ નરગીસ સાથે પ્રેમમાં પડી ગયા હાત. નરગીસે રાજ કપૂરની ફિલ્મ આગ અને અવરા ફિલ્મમાં અભિનય કર્યો હતો. આ પછી રાજે નરગીસને કહ્યું કે તેઓ બીજા કોઈની સાથે કામ નહીં કરે.રાજ કપૂર અને નરગીસનું પ્રેમ પ્રકરણ લગભગ 9 વર્ષ સુધી ચાલ્યું હતું.

લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યાં બાદ નરગીસ અને રાજ કપૂરે તેમના રસ્તાઓ અલગ કરી દીધા. આ સમય દરમ્યાન રાજને લાગતુ હતું કે નરગીસ એક દિવસ તેમની પાસે આવશે પરંતુ તે શક્ય બન્યું નહીં. નરગીસે સુનિલ દત્ત સાથે લગ્ન કર્યા હતા અને એ વાતથી દુઃખી થઈને રાજ કપૂર બાથરૂમમાં કલાકો સુધી રડતા રહેતા હતા.

 


રાજ કપૂરે માત્ર બોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મો જ નથી આપી પણ તેઓ અભિનેત્રીઓને પ્રથમ વખત બોલ્ડ અવતારમાં સ્ક્રીન પર મૂકનાર હતા. રામ તેરી ગંગા મૈલી ફિલ્મમાં અભિનેત્રી મંદાકિનીએ પાણીના ઝરણા નજીક એક બોલ્ડ દ્રશ્ય આપ્યું હતું. ફિલ્મ સત્યમ શિવમ સુંદરમમાં જીનત અમાને પણ એક બોલ્ડ દ્રશ્ય શૂટ કર્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati