ગુજરાતમાં વડાપ્રધાનની મુલાકાત પહેલા શિક્ષણનું રાજકારણ ગરમાયું, ફરી સિસોદિયાએ ગુજરાતની સ્કૂલોનો મુદ્દો ઉઠાવ્યો
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આજે વડાપ્રધાનની મુલાકાત પહેલા એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે PMને સંબોધીને લખ્યું છે કે' વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોડર્ન સેન્ટરથી કદાચ આ શાળાઓની ઝલક તમેં નહિ જોઈ શકો જ્યાં બેસવા માટે ખુરશી નથી. ટોયલેટ તૂટેલા છે. હું પોતે શીક્ષણમંત્રીના વિસ્તારમાં આ જોઈને આવ્યો છું'.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજથી ત્રણ દિવસ માટે ગુજરાત (Gujarat) ના પ્રવાસે છે જેમાં તેઓ સૌ પ્રથમ ગાંધીનગર ખાતે વિદ્યાસમીક્ષા કેન્દ્રની મુલાકાતથી 3 દિવસીય કાર્યક્રમની શરૂઆત કરશે. જો કે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પહેલા ફરી એક વાર શિક્ષણ (education) નું રાજકારણ (Politics) ગરમાયું છે. એક તરફ PM નરેન્દ્ર મોદીએ મુલાકાત પહેલાં રવિવારે ટ્વિટ કરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની જગ્યાએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર નામ આપ્યું હતું. જેથી હવે આ સેન્ટર વિદ્યા સમીક્ષા કેન્દ્ર તરીકે ઓળખાશે. બીજી તરફ ફરી એક વાર શિક્ષણના મુદ્દે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવી ગઈ છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આજે વડાપ્રધાનની મુલાકાત પહેલા એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે PMને સંબોધીને લખ્યું છે કે’ વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોડર્ન સેન્ટરથી કદાચ આ શાળાઓની ઝલક તમેં નહિ જોઈ શકો જ્યાં બેસવા માટે ખુરશી નથી. ટોયલેટ તૂટેલા છે. હું પોતે શીક્ષણમંત્રીના વિસ્તારમાં આ જોઈને આવ્યો છું’.
જોકે હજુ સુધી ભાજપ સંગઠન કે સરકાર તરફથી આ અંગે કોઇ પ્રતિક્રિયા આવી નથી. જોકે રાજ્ય સરકારનું માનીએ તો દેશભરમાં ગુજરાત એક માત્ર રાજ્ય છે જ્યાં આ પ્રકારનું સેટઅપ ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં એક જ સેન્ટર પરથી 54000 શાળાઓનું મોનીટરિંગ એક સાથે થાય છે જેમાંથી 40,000 સરકારી શાળાઓ જ્યારે 14,000 પ્રાઇવેટ શાળાઓ છે. જ્યાં બાળકોને શાળામાં શુ ભણાવવામાં આવી રહ્યું છે, કેટલા બાળકો કલાસમાં છે શું એક્ટિવિટી ચાલી રહી છે, તેનું સતત મોનીટરિંગ થાય છે. સાથે જ 4 લાખ શિક્ષકોનું ઓનલાઈન એટેન્ડસની પ્રક્રિયા પણ અહીંથી કરવામાં આવે છે.
સરકારી શાળાઓમાં ભણતા 70 લાખ બાળકોનો રિપોર્ટ કાર્ડ પણ આ સેન્ટરમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેને રાજ્ય સરકાર શિક્ષણમાં એક ઉત્તમ મોડેલ માને છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022 એ ગુજરાત માં ચૂંટણી નું વર્ષ છે. 5 રાજ્યોની ચૂંટણીમાંથી 4 રાજ્યોના ચૂંટણી પરિણામ ભાજપ તરફી હતા જ્યારે પંજાબમાં આપની સરકાર બનાવવામાં સફળતા મળી. હવે ગુજરાતમાં પણ આપ સક્રિય થઈ ચુકી છે ત્યારે આપ દ્વારા દિલ્હીનું શિક્ષણ મોડેલ સૌથી સારું હોવાનો દાવો કરે છે. સાથે જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સતત સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે.
ગત સપ્તાહ જ્યાં એક તરફ દિલ્હીમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ગુજરાતમાં શિક્ષણ મંત્રીના વિસ્તારની બિસ્માર હાલતની શાળાઓ બતાવી રહ્યા હતા ત્યાં બીજી તરફ ભાજપના સાંસદોએ પણ દિલ્હીના મનીષ સિસોદિયાના મતવિસ્તારની કથળેલી હાલતમાં શાળાઓની સ્થિતી બતાવી હતી. આ તમામની વચ્ચે વડાપ્રધાનની ગુજરાત મુલાકાતના કાર્યક્રમમાં ફેરફાર થયો અને રાજ્યના શિક્ષા મોડેલનું મહત્વનું પાસું ગણાતા વિદ્યા સમીક્ષા કેન્દ્રથી મુલાકાતનો કાર્યક્રમ નક્કી થયો. જે ખૂબ સૂચક હતું. હાલ તો ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા તથા આંદોલનો પર વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહીં છે ત્યારે PMની વિદ્યા સમીક્ષા કેન્દ્ર (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર)ની મુલાકાત પર સૌની નજર છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો