કેવી રીતે ભાજપ ગુજરાતમાં કરશે PM મોદીના 69મા જન્મદિવસની ઉજવણી, થઈ રહી છે આ તૈયારીઓ

કેવી રીતે ભાજપ ગુજરાતમાં કરશે PM મોદીના 69મા જન્મદિવસની ઉજવણી, થઈ રહી છે આ તૈયારીઓ

વડનગરથી વિદેશ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની બોલબાલા છે.  370 નાબૂદ કર્યા બાદ જે રીતે તેમનુ દેશમા અને વિદેશોમા સન્માન કરવામા આવ્યુ તેને લઈને ભાજપમા એક ખુશીનો માહોલ છે ત્યારે પીએમ મોદીના 69મા વર્ષગાંઠની ઉજવણી માટેની તૈયારીઓ પણ ગુજરાત ભાજપે શરૂ કરી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ખેડૂતો માટે મોટી ખુશ ખબર! ઓલા-ઉબેરની જેમ મંગાવી શકાશે ટ્રેકટર અને અન્ય સાધનો

17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો 69મો જન્મ દિવસ છે અગાઉ બનેલા કાર્યક્રમમાં તેમની ગુજરાત મુલાકાત આ દિવસોમા નક્કી કરવામા આવી હતી.  જો કે અન્ય વ્યસ્તતાના કારણે તેમની ગુજરાત મુલાકાત રદ કરવામા આવી છે જે કે આ વખતે ભાજપ નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી સેવાકીય પ્રવૃતિઓ સાથે કરશે.   વાત વડનગરની કરવામા આવે તો વડનગરમા પ્લાસ્ટિક ફ્રી સીટીનુ કેમ્પેઇન કરવામાં આવશે. તેની સાથે જ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામા આવશે.

મહત્વનું છે ભાજપ 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન સેવા સપ્તાહની ઉજવણી દેશભરમા કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ‘‘સેવા સપ્તાહ કાર્યક્રમ’’ અંર્તગત 14 થી 20 સપ્ટેમ્બર સુધી સફાઇ ઝુંબેશ, પર્યાવરણ બચાવો અભિયાન, વૃક્ષારોપણ તથા મેડિકલ કેમ્પ જેવા કાર્યક્રમો યોજાશે. ગુજરાત પ્રદેશ ભાજપ પણ આગામી 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારથી ‘‘સેવા સપ્તાહ કાર્યક્રમ’’ નો પ્રારંભ કરાવશે. જયારે 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં 370 જેટલા મેડિકલ નિદાન કેમ્પ યોજી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ મામલે પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે આગામી 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના અમરાઇવાડી ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના વરદ્ હસ્તે‘‘સેવા સપ્તાહ કાર્યક્રમ’’નો શુભારંભ કરવામાં આવશે.  જયારે 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના સપૂત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સફાઇ ઝુંબેશ, પર્યાવરણ બચાવો અભિયાન, વૃક્ષારોપણ તથા મેડિકલ કેમ્પ જેવા કાર્યક્રમો સહિત સમગ્ર ગુજરાતમાં 370 જેટલા મેડિકલ નિદાન કેમ્પ યોજવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમરાઇવાડી વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવવાની છે થોડા દિવસ અગાઉ આ બેઠક પર ભાજપે 2 ઇન્ચાર્જની પણ નિમણૂક કરી છે.  આગામી પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે નક્કી કરાયેલા સેવા સપ્તાહ કાર્યક્રમની શરૂઆત અમરાઈવાડીથી કરવા પાછળનો એક ઉદ્દેશ લોક સંપર્ક અને સેન્સ લેવાનો પણ છે.

પ્રદેશ સંગઠન સાથે ભાજપ યુવા મોરચા દ્વારા પણ પીએમના જન્મ દિવસને લઇને ખાસ તૈયારીઓ કરવામા આવી છે આ અંગે જાણકારી આપતા બીજેવાયએમના પ્રમુખ રૂત્વીજ પટેલે જણાવ્યું હતું કે યુવા મોરચા દ્વારા પણ અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામા આવશે. રાજ્યભરમા સેવા સપ્તાહ દરમ્યાન 50000 વૃક્ષો વાવવા અને એનુ જતન કરવુ એ આ વખતનો સૌથી મોટો સંકલ્પ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati