પેશાબ કોઈએ કર્યો અને Air Indiaને 30 લાખ રૂપિયાનો દંડ, પાઇલટ-ઇન-કમાન્ડનું લાયસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ ! વાંચો કારણ

Air Indiaની ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ગયા વર્ષે શંકર મિશ્રા નામના પેસેન્જરે મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો. કહેવાય છે કે તે નશામાં હતો. બાદમાં મિશ્રાએ તેમની નોકરી પણ ગુમાવી દીધી હતી અને એર ઈન્ડિયા પર ચાર મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મામલો કોર્ટમાં છે.

પેશાબ કોઈએ કર્યો અને Air Indiaને 30 લાખ રૂપિયાનો દંડ, પાઇલટ-ઇન-કમાન્ડનું લાયસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ ! વાંચો કારણ
Air India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 3:14 PM

એર ઈન્ડિયા યુરિન કાંડમાં DGCAએ મોટી કાર્યવાહી કરી છે. એવિએશન રેગ્યુલેટરે એરલાઈન પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ કાર્યવાહી કરી છે. એટલું જ નહીં ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડનું લાયસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ડીજીસીએએ ડાયરેક્ટર-ઈન-ફ્લાઇટ સર્વિસ પર ત્રણ લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં પેસેન્જર પર પેશાબ કરનાર એર ઈન્ડિયાના શંકર મિશ્રા નામના પેસેન્જરને એરલાઈન્સ તરફથી ચાર મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

એર ઈન્ડિયાએ શંકર મિશ્રા પર 30 દિવસનો લગાવ્યો

આ પહેલા આ ઘટના સામે આવ્યા બાદ એર ઈન્ડિયાએ તાત્કાલિક કાર્યવાહી કરીને શંકર મિશ્રા પર 30 દિવસનો પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. એરલાઇન વતી એમ પણ કહેવામાં આવ્યું હતું કે મંત્રાલય સાથે પરામર્શ કર્યા વિના, એર ઇન્ડિયા પોતાની રીતે નિયમોના ઉલ્લંઘન માટે કોઈપણ મુસાફરો પર ફક્ત 30 દિવસનો પ્રતિબંધ લાદી શકે છે. એરલાઈને ગુરુવારે પેશાબ કૌભાંડને લઈને આંતરિક રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

મિશ્રાએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી

ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં પેશાબની ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિત મુસાફરે એર ઈન્ડિયાને લેખિત ફરિયાદ કરી. ઘટનાના એક મહિના બાદ એર ઈન્ડિયાએ પેસેન્જર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. બાદમાં દિલ્હી પોલીસે કેસ નોંધ્યો અને શંકર મિશ્રાને શોધી કાઢ્યો, જેણે આ ઘટના પછી નોકરી ગુમાવી દીધી. આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે, જ્યાંથી શંકર મિશ્રાને હજુ સુધી જામીન મળ્યા નથી.

ટીમ ઈન્ડિયા 13 વર્ષ પછી જોશે આ દિવસ ! ગાબા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં
Photos : મલાઈકા અરોરાએ તડકામાં કર્યા યોગ, આ તસવીરે ખેંચ્યું લોકોનું ધ્યાન
Vastu Tips : ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
70 દિવસ પછી તેજિંદર બગ્ગા Bigg Bossના ઘરમાંથી આઉટ થયો
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Video : વિરાટ કોહલીના શર્મનાક પ્રદર્શન બાદ ડ્રેસિંગ રૂમમાં ગંભીરે કર્યું આવું

વકીલે ચોંકાવનારા દાવા કર્યા

વધુમાં, તેમના વકીલે દાવો કર્યો હતો કે તેમના અસીલે મહિલા પર પેશાબ કર્યો નથી; મહિલાએ જાતે પેશાબ કર્યો. મહિલાએ પેશાબની અસંયમની ફરિયાદ કરી હોવાનો દાવો કરતાં વકીલે કહ્યું કે કથક નર્તકોમાં આ એક સામાન્ય પ્રથા છે. જો કે, ક્રૂ મેમ્બરના બિનસત્તાવાર એકાઉન્ટ સૂચવે છે કે શંકર મિશ્રા સૂતા હતા ત્યારે શંકર મિશ્રાની બાજુમાં બેઠેલા મુસાફરે ક્રૂનો સંપર્ક કર્યો અને તેને કહ્યું કે શંકર મિશ્રાએ મહિલા પર પેશાબ કર્યો છે. જ્યારે તેને આ બાબત વિશે કહેવામાં આવ્યું ત્યારે તે ચોંકી ગયો.

g clip-path="url(#clip0_868_265)">