‘નેશનલ હાઈવે પર ક્ષતિને લઈ અકસ્માત થયો તો હવે જવાબદારી તમારી’ પ્રાંતિજ પોલીસે હાઈવે ઓથોરિટીને આપી નોટીસ

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવેને લઈને સ્થાનિક લોકો અને વાહનચાલકો પરેશાન છે. ફોર લેનમાંથી સિક્સ લેનમાં રુપાંતર થઈ રહેલા નેશનલ હાઈવેમાં ડાયવર્ઝન અને ખાડા ધરાવતો હોવાને લઈને વાહનચાલકો જાણે કે તોબા પોકારી ઉઠ્યા છે. જો કે હવે પ્રાંતિજ પોલીસ હવે વાહનચાલકો માટે આગળ આવી છે અને નેશનલ હાઈવે ઓથોરિટીને નોટીસ લખી અકસ્માત માટે જવાબદાર […]

'નેશનલ હાઈવે પર ક્ષતિને લઈ અકસ્માત થયો તો હવે જવાબદારી તમારી' પ્રાંતિજ પોલીસે હાઈવે ઓથોરિટીને આપી નોટીસ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 5:45 PM

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવેને લઈને સ્થાનિક લોકો અને વાહનચાલકો પરેશાન છે. ફોર લેનમાંથી સિક્સ લેનમાં રુપાંતર થઈ રહેલા નેશનલ હાઈવેમાં ડાયવર્ઝન અને ખાડા ધરાવતો હોવાને લઈને વાહનચાલકો જાણે કે તોબા પોકારી ઉઠ્યા છે. જો કે હવે પ્રાંતિજ પોલીસ હવે વાહનચાલકો માટે આગળ આવી છે અને નેશનલ હાઈવે ઓથોરિટીને નોટીસ લખી અકસ્માત માટે જવાબદાર હાઈવેની ક્ષતિ હશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી આપી છે. દિલ્હી, મુંબઈ નેશનલ હાઈવે માર્ગ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે અને આ હાઈવે માર્ગ જાણે કે હાલ ખુબ જ બેહાલ સ્થિતીમાં છે.

National high way par kshti ne lai accident thayo to have javabdari tamari Prantij police e high way authority ne aapi notice

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

National high way par kshti ne lai accident thayo to have javabdari tamari Prantij police e high way authority ne aapi notice

નેશનલ હાઈવે ફોર લેનમાંથી સીક્સ લેનમાં રુપાંતર થઈ રહ્યો છે અને આ માટેનું કામકાજ છેલ્લા બે વર્ષથી પુરજોશમાં ચાલી રહ્યુ છે. પરંતુ નેશનલ હાઈવે ઓથોરીટી કામને ઝડપી બનાવવામાં વાહનચાલકો માટે જાણે કે લાપરવાહ હોય તેવી સ્થિતી છે. હાઈવે પર ઢંગઢાડા વિનાના ડાયવર્ઝન અને અઢળક ખાડાથી વાહનચાલકો પરેશાન છે તો વળી ડાયવર્ઝન પણ ઠેકાણા વિનાના હોય એમ જ ગમે ત્યા રસ્તો ડાયવર્ટ થતો હોય છે. પરંતુ તેના યોગ્ય દિશા સુચક નહીં હોવાને લઈને રાત્રિ દરમ્યાન તો વાહનચાલકો માટે વાહન હંકારવુ જાણે કે મુશ્કેલ બની જાય છે. આમ આ પ્રકારની જોખમી ક્ષતિઓને લઈને વાહનચાલકોના જીવને માથે જોખમ તોળાઈ રહ્યુ છે. આથી પ્રાંતિજ પોલીસ ઈન્સપેક્ટર પીએલ વાઘેલા આગળ આવ્યા છે અને તેઓએ હવે નેશનલ હાઈવે ઓથોરીટીને એક પત્ર લખીને નોટીસ પાઠવી છે કે જો આ પ્રકારની જોખમી સ્થિતીને લઈને અકસ્માત સર્જાશે તો જવાબદારી ઓથોરીટીની રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

National high way par kshti ne lai accident thayo to have javabdari tamari Prantij police e high way authority ne aapi notice

ઈન્સ્પેકટર વાઘેલાએ નોટીસ લખીને નેશનલ હાઈવે ઓથોરીટીને જણાવ્યુ છે કે અનેક ક્ષતિ હાઈવે પર સામે આવી રહી છે. જેમાં ખાસ કરીને રાત્રિ દરમ્યાન વાહન ચાલકોને સમસ્યા સર્જાઈ રહી છે. આ માટે સારી ગુણવત્તાના રેડીયમ રીફલેકટર અને ખાડાઓનું સમારકામ જરુરી છે. તેમજ ડાયવર્ઝનના સ્થળ પર દિશા સુચકના યોગ્ય સાઈન બોર્ડ વાહનચાલકને વાહન હંકારવા માટે રસ્તો દર્શાવી સરળતા કરે તે મુજબ હોવુ જરુરી છે. જો કે આમ છતાં પણ અકસ્માતની ઘટનાઓ દરમ્યાન વાહન અકસ્માતની તપાસમાં પોલીસને હાઈવેની ક્ષતિ જવાબદાર હોવાનું જાણમાં આવશે તો ઓથોરીટીના જવાબદાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ વાહનચાલકોની પરેશાની માટે હવે પોલીસ ઈન્સપેકટર જેવા અધિકારીએ પહેલ કરીને મદદરુપ થવા માટે પ્રયાસ તો કર્યો છે જ સાથે સિક્સલેન જેવા વિકાસ કાર્યને પણ નિર્માણકર્તાઓ વાહનચાલકોના જીવનું પણ ધ્યાન રાખે તે જરુરી વાત પણ યાદ કરાવી દીધી છે.  પીઆઈ કદના અધિકારીએ નોટીસ પાઠવીને નેશનલ હાઈવેના અધિકારીઓને હાઈવે પર ક્ષતિ દુર કરવા માટે દોડતા કરી દીધા છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">