મુકેશ અંબાણી 20,000 કરોડ રૂપિયાનું માર્કેટ ધરાવતા સેક્ટરમાં પ્રવેશ કરશે, રિલાયન્સની આ કંપનીમાં રોકાણની યોજના
એક મીડિયા રિપોર્ટ અનુસાર બજાર મૂલ્યની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની ચેન્નાઈમાં નેચરલ્સ સેલોન એન્ડ સ્પામાં 49 ટકા હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે. આ પગલાથી કંપની એચયુએલ અને લેકમે સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે.
તેલથી રિટેલ સુધી ફેલાયેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટૂંક સમયમાં સલૂન બિઝનેસમાં પણ પ્રવેશવા જઈ રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર બજાર મૂલ્યની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની ચેન્નાઈમાં નેચરલ્સ સેલોન એન્ડ સ્પામાં 49 ટકા હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે. આ પગલાથી કંપની એચયુએલ અને લેકમે સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે. છેલ્લા ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલે કોસ્મેટિક્સ સેગમેન્ટમાં એક કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો હતો. વાસ્તવમાં રિલાયન્સ રિટેલ પોતાના બ્યુટી પ્રોડક્ટ સ્ટોર ખોલવાની યોજના બનાવી રહી છે. એવો અંદાજ છે કે નવી ખરીદી આ વ્યૂહરચનાનો એક ભાગ છે. જોકે, કંપનીએ હિસ્સો ખરીદવા અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
મુકેશ અંબાણીની યોજના શુ છે ?
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કંપની ગ્રૂમ ઈન્ડિયા સલૂન એન્ડ સ્પામાં 49 ટકા હિસ્સો ખરીદવાની વાટાઘાટોમાં એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગઈ છે.ગ્રૂમ ઈન્ડિયા નેચરલ્સ સલૂનનું સંચાલન કરે છે. કંપની સાથે જોડાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે હાલમાં કંપનીના દેશભરમાં 700 સલૂન છે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી તેમની સંખ્યા 4-5 ગણી વધારવા માંગે છે. આ સોદામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માત્ર હિસ્સો ખરીદવા અને શેર હોલ્ડ કરવાની ભૂમિકામાં રહેશે. કંપનીની કામગીરી હાલના પ્રમોટરો દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. અને રિલાયન્સના ફંડનો ઉપયોગ વિસ્તરણ માટે કરવામાં આવશે
મહામારી પછી સેલોન બિઝનેસમાં બદલાવ આવ્યો
રોગચાળાના ઝટકા પછી સલૂન ઉદ્યોગમાં પરિવર્તન આવી રહ્યું છે. હાલમાં ઉદ્યોગમાં અસંગઠિત ક્ષેત્રનો હિસ્સો ઘણો મોટો છે. 20 હજાર કરોડના આ ઉદ્યોગમાં લગભગ 65 લાખ બ્યુટી પાર્લર, નાની દુકાનો અને સલૂન સામેલ છે. આમાંથી ઘણાનો બિઝનેસ મહામારી દરમિયાન અટકી ગયો હતો. આ કારણે ઉદ્યોગે તેની કામ કરવાની રીત બદલી નાખી છે અને સલુન્સ પણ હવે બ્યુટી પ્રોડક્ટ રિટેલર્સની જેમ કામ કરી રહ્યા છે જ્યાં તમને સેવાઓની સાથે બ્યુટી પ્રોડક્ટ્સ પણ મળી રહે છે. રિલાયન્સ રિટેલ આ કોન્સેપ્ટને મોટા પાયે લાવવાનો પ્રયાસ કરી રહી છે. કંપની દ્વારા કોસ્મેટિક કંપનીની ખરીદી અને સલૂનમાં ભાગીદારી આ યોજનાનો એક ભાગ છે.
20,000 કરોડ રૂપિયાનો બિઝનેસ
ભારતમાં રૂ. 20,000 કરોડના સલૂન ઉદ્યોગમાં લગભગ 6.5 મિલિયન લોકોનો સમાવેશ થાય છે જેમાં બ્યુટી પાર્લર અને વાળંદની દુકાનોનો સમાવેશ થાય છે. તે COVID-19 રોગચાળા દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત બિઝનેસ પૈકીનો એક હતો.