Anand : વિદ્યાર્થીઓના જીવ સાથે ફરી રમાઈ રમત ! મંજૂરી વગર જ શિક્ષકો બાળકોને લઈ ગયા પ્રવાસે, જુઓ Video

Anand : વિદ્યાર્થીઓના જીવ સાથે ફરી રમાઈ રમત ! મંજૂરી વગર જ શિક્ષકો બાળકોને લઈ ગયા પ્રવાસે, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2024 | 12:50 PM

હરણી બોટકાંડ બાદ પણ ગુજરાતની કેટલીક શાળાઓમાં બેદરકારી યથાવત જોવા મળી છે. ગુજરાતમાં ફરી એકવાર શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. ખેડાના પેટલાદના પાડગોલ ગામની પ્રાથમિક શાળા દ્વારા બાળકોને મંજૂરી વગર જ પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા.

હરણી બોટકાંડ બાદ પણ ગુજરાતની કેટલીક શાળાઓમાં બેદરકારી યથાવત જોવા મળી છે. ગુજરાતમાં ફરી એકવાર શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. આણંદના પેટલાદના પાડગોલ ગામની પ્રાથમિક શાળા દ્વારા બાળકોને મંજૂરી વગર જ પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા. એટલુ જ નહીં એક તરફ હવામાન વિભાગ રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી કરે છે ત્યારે પાડગોલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બાળકોને કડકડતી ઠંડીમાં આઈસરમાં પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા.

આઈસરમાં ખીચોખીચ ઊભા રાખી પ્રવાસ !

આઈસરમાં બાળકોને ખીચોખીચ ઊભા રાખી પ્રવાસે લઈ ગયા હતા. 123 બાળકોને આઈસરમાં ઉભા ઉભા વડતાલ, વિદ્યાનગરનો પ્રવાસ કર્યો હતો. ઉચ્ચ વિભાગમાં જાણ કર્યા વગર જ કોમર્શિયલ વાહનમાં પ્રવાસ કરાવતા અનેક સવાલો ઉભા થાય છે.

હરણીકાંડ બાદ પણ આ ઘટના જોતા થયા અનેક સવાલો

જો કોઈ દુર્ઘટના ઘટી હોય તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે. પ્રવાસ પહેલાં ફરજીયાત મંજૂરીની શું શાળાને જાણ નથી ? પ્રવાસ માટે શા માટે યોગ્ય વાહનની વ્યવસ્થા ન કરાઈ ? પ્રવાસ શા માટે કરાયો કોમર્શિયલ વાહનનો ઉપયોગ ? કડકડતી ઠંડીમાં ખુલ્લી આઈસરમાં બાળકોને કેમ લઈ જવાયા ? જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ હતો ? 123 બાળકોની જિંદગીને જોખમમાં મુકવાની પરવાનગી શાળાને કોણે આપી ? હરણી બોટ કાંડ બાદ પણ શાળાઓ કેમ નથી લેતી બોધપાઠ ?

g clip-path="url(#clip0_868_265)">