વર્ષની છેલ્લી પૂર્ણિમા પર આ 4 રાશિના લોકો થશે ધનવાન!
14 ડિસેમ્બર, 2024
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિ અને રાશિચક્ર પર તેમનો પ્રભાવ વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે, જેના કારણે તેની ઉર્જા તમામ રાશિઓને પ્રભાવિત કરે છે.
જ્યોતિષની દૃષ્ટિએ વર્ષની છેલ્લી પૂર્ણિમા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ચંદ્રની ઉર્જા ચરમ પર હોય છે, જેના કારણે ઘણી રાશિઓને વિશેષ લાભ મળી શકે છે.
વૃષભ રાશિના લોકો માટે આ પૂર્ણિમા આર્થિક રીતે લાભદાયી રહેશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. કાર્યસ્થળમાં પ્રમોશન કે વેપારમાં મોટો ફાયદો થવાના સંકેત છે.
કર્ક રાશિના જાતકોને આ પૂર્ણિમામાં ધનલાભ થવાની સંભાવના છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે અને તમને સંપત્તિ સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે છે. રોકાણ માટે આ સમય શુભ છે.
કન્યા રાશિના જાતકો માટે આ દિવસ વિશેષ લાભદાયક રહેશે. કરિયરમાં પ્રગતિ થશે અને પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકૂળ છે.
મકર રાશિના લોકોને આ પૂર્ણિમા પર આર્થિક લાભ અને નવી જવાબદારીઓની તક મળશે. નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે અને વેપારી વર્ગને મોટો ફાયદો થઈ શકે છે.
પંચાંગ અનુસાર આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમા 15 ડિસેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે. પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અથવા ચંદ્રની પૂજા કરો. ગરીબોને સફેદ વસ્ત્ર કે ભોજન દાન કરો. ચંદ્રદેવને દૂધ અને જળ અર્પણ કરો. પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.