Rajkot : દસ્તાવેજકાંડમાં મોટો ખુલાસો, 17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે સબ રજીસ્ટ્રાર કચેરીમાં તપાસ, જુઓ Video

Rajkot : દસ્તાવેજકાંડમાં મોટો ખુલાસો, 17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે સબ રજીસ્ટ્રાર કચેરીમાં તપાસ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2024 | 12:47 PM

રાજકોટમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ સાથે ચેડાના મામલે દિવસે દિવસે વધુ ખુલાસા થઈ રહ્યાં છે. પ્રાથમિક તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. આરોપીઓએ જે પણ 17 દસ્તાવેજોમાં છેડછાડ કરી હતી તેની બજાર કિંમત કરોડો રુપિયામાં હતી.

એક અંદાજ પ્રમાણે 560 કરોડની કિંમતની મિલકતોના દસ્તાવેજમાં ચેડા કરવામાં આવ્યા હતા. રૈયા, મવડી, રાજકોટ શહેરના સરવે નંબરની મિલકતોનો સમાવેશ થાય છે. માંડા ડુંગર સહિતના વિસ્તારોમાં ખેતીની જમીન, મકાનોનો સમાવેશ થાય છે. પોલીસ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોની ચકાસણી કરી છે.

જે દસ્તાવેજોમાં છેડછાડ થઈ તેની કિંમત કરોડોમાં

સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજકાંડમાં જમીનની યાદીની પણ તપાસ કરવામાં આવી રહી છે. રૈયા સર્વે નંબરની 3663.70 ચોરસ વાર છે. જેની અંદાજિત કિંમત 15 કરોડ જેના 9 દસ્તાવેજો બનાવી લીધેલા હતા. રાજકોટ સર્વે નંબર 66 ની 22 એકર 17 ગુઠ્ઠા જમીન જેની અંદાજિત કિંમત 335 કરોડ છે.

કુલ 17 દસ્તાવેજો સાથે કરાઈ છે છેડછાડ

મવડીની ખેતીની જમીન 8 એકર 10 ગુઠ્ઠા જમીન 120 કરોડ છે. માંડા ડુંગરની 3 એકર 15 ગુઠ્ઠા જમીન 21 કરોડની હોવાનું સામે આવ્યુ છે. તેમજ રૈયાની 4 એકર 15 ગુઠ્ઠા જમીન 65 કરોડ છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં બે કિંમતી મકાન જેની કિંમત 4 કરોડ રુપિયા થાય છે. આ કેસમાં રજીસ્ટ્રાર ઓફિસના અધિકારીઓની સંડોવણી હોવાની શક્યતા છે. કોના આશિર્વાદથી આ કૌભાંડ ચાલતુ હતું તે મોટો સવાલ છે.

g clip-path="url(#clip0_868_265)">