એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર આપવા માટે આવી રહ્યા છે મુકેશ અંબાણી, બનાવ્યો 1.6 લાખ કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન

ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર આપવા માટે તૈયારી કરી લીધી છે. અંબાણીએ ડિજિટલ સર્વિસ હોલ્ડિંગ કંપનીને બનાવવા માટે 24 બિલિયન ડોલર (1.6 લાખ કરોડ રૂપિયા)નો એક પ્લાન જાહેર કર્યો છે. તેના દ્વારા ભારતમાં ઈન્ટરનેટ શોપિંગમાં દબદબો બનાવવાના પ્રયત્ન કરવામાં આવશે. મુકેશ અંબાણી લગભગ 56 બિલિયન ડોલર […]

એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર આપવા માટે આવી રહ્યા છે મુકેશ અંબાણી, બનાવ્યો 1.6 લાખ કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન
Follow Us:
| Updated on: Oct 29, 2019 | 3:59 AM

ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર આપવા માટે તૈયારી કરી લીધી છે. અંબાણીએ ડિજિટલ સર્વિસ હોલ્ડિંગ કંપનીને બનાવવા માટે 24 બિલિયન ડોલર (1.6 લાખ કરોડ રૂપિયા)નો એક પ્લાન જાહેર કર્યો છે. તેના દ્વારા ભારતમાં ઈન્ટરનેટ શોપિંગમાં દબદબો બનાવવાના પ્રયત્ન કરવામાં આવશે.

મુકેશ અંબાણી લગભગ 56 બિલિયન ડોલર (3.85 હજાર કરોડ રૂપિયા)ની સંપતિના માલિક છે. ત્યારે સાઉદી અરબની તેલ કંપનીને રિલાયન્સ ઓઈલ એન્ડ કેમિકલ બિઝનેસની 20 ટકા ભાગીદારી વેચ્યા પછી મુકેશ અંબાણીની કુલ સંપતિ લગભગ 75 બિલિયન ડોલર થઈ ચૂકી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)નું કહેવું છે કે તે તેમના ડિજિટલ બિઝનેસ માટે પુરી રીતે એક સબસિડિયરી તૈયાર કરશે. તેના દ્વારા ગ્રાહકોને ડિજિટલ સેવાઓ આપવામાં આવશે. સાથે જ રિલાયન્સ જિયોના તમામ ઓપરેશન દેવાને ખત્મ કરી દેવામાં આવશે.

જિયો કંપનીના ફાઈનાન્શિયલ ઓફિસર વી શ્રીકાંતે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે વર્ષ 2019ની 30 સપ્ટેમ્બરે જિયો પર લગભગ 84 હજાર કરોડનું દેવું હતું. જ્યારે આ વર્ષની સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જિયોનો નફો 990 કરોડ રૂપિયા હતો, ત્યારે કુલ રેવેન્યૂ 12,354 કરોડ રૂપિયા હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેની સાથે જ જિયોને પબ્લિક ઓફરિંગમાં લાવવાની તૈયારી છે. લોન્ચિંગના 3 વર્ષમાં રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની ગઈ છે. જિયોએ સસ્તા ડેટા અને ફ્રી કોલિંગ ઓફર દ્વારા દેશમાં 35 કરોડ ગ્રાહકોને જોડી દીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

RILએ શરૂઆતમાં ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવા માટે 1,08,000 કરોડ રૂપિયાના રોકાણની પરવાનગી આપી છે. આ રોકાણ OCPS પર અધિકાર દ્વારા લાઈબિલિટી ટ્રાન્સફરને પ્રભાવિત કરીને કરવામાં આવશે. આ જિયોને દેવા મુક્ત કંપની બનાવવા માટે મદદ કરશે. તેના માટે 1 એપ્રિલ 2020 સુધીની ડેડલાઈન રાખવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">