MI vs SRH: નાનુ મેદાન અને ધુંધાધાર બેટ્સમેન, મુંબઇને કેવી રીતે નિપટશે ઘાચલ હૈદરાબાદ

શારજાહમાં ટી-20 લીગ સિઝનની 17 મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચમાં આમ તો હૈદરાબાદ કરતા મુંબઇનુ પલડુ પહેલા થી જ ભારે લાગી રહયુ છે. મેચ બપોરે 03.30 કલાકે રમાશે. સનરાઇઝર્સની મુશ્કેલીઓ ઝડપી બોલર ભુવનેશ્વરની ઇજાને લઇને વધી ગઇ છે. જેનુ મુંબઇ સામેની મેચમાં રમવુ એ શંકાસ્પદ લાગી રહ્યુ છે. ભુવનેશ્વરને […]

MI vs SRH: નાનુ મેદાન અને ધુંધાધાર બેટ્સમેન, મુંબઇને કેવી રીતે નિપટશે ઘાચલ હૈદરાબાદ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 04, 2020 | 12:21 PM

શારજાહમાં ટી-20 લીગ સિઝનની 17 મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચમાં આમ તો હૈદરાબાદ કરતા મુંબઇનુ પલડુ પહેલા થી જ ભારે લાગી રહયુ છે. મેચ બપોરે 03.30 કલાકે રમાશે. સનરાઇઝર્સની મુશ્કેલીઓ ઝડપી બોલર ભુવનેશ્વરની ઇજાને લઇને વધી ગઇ છે. જેનુ મુંબઇ સામેની મેચમાં રમવુ એ શંકાસ્પદ લાગી રહ્યુ છે. ભુવનેશ્વરને શુક્વારે ચેન્નાઇ સામેની મેચ દરમ્યાન, 19 મી ઓવરના પહેલા જ બોલને યોર્કર નાંખ્યા પછી સ્નાયુઓમાં ખેંચાવાની સમસ્યા સર્જાઇ હતી. ત્યાર બાદ તે મેદાનની બહાર થઇ ગયો હતો. ભુવનેશ્વર ફિઝીયોની મદદ થી મેદાનની બહાર ગયો હતો

પોઇન્ટના મામલામાં ટોપ પર ચાલી રહેલા મુંબઇ ઇન્ડિયન્સ ની કોશીશ આ અનુભવી બોલરની ગેરહાજરીમાં મેચ વિનીંગ રમત રમવાની રહેશે. શારજાહના નાના મેદાન પર વધુ ને વધુ મોટા શોટ્સ આ બોલરની ગેરહાજરીમાં રમી લેવા માટે પણ પ્રયાસ કરી શકે છે. શારજાહના મેદાનની સીમા રેખા દુબઇ અને અબુધાબીના મેદાનની તુલનામાં ખુબનાની છે. મુંબઇ ના કેપ્ટન રોહિત શર્માએ ચાર મેચમાં 170 રન બનાવ્યા છે. જે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેની પાસે કોઇ પણ પ્રકારની બોલીંગને પરાસ્ત કરવાની પણ ક્ષમતા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

મુંબઇ ને છે આની ચિંતા.

ઓપનર બેટ્સમેન ક્વિન્ટન ડીકોક ના ફોર્મને લઇને ચિંતાજનક સ્થિતી જરુર છે. જોકે સુર્યકુમાર યાદવ પોતાની શરુઆત ને પણ મોટી રમતમાં પલટવા જરુર પ્રયાસ કરશે. ગત સિઝનના ચેમ્પિયન માટે સૌથી મોટી સકારાત્મક વાત એ હશે કે તેમનો મધ્યમ ક્રમ એકદમ લયમાં છે. ઇશાન કિશન, હાર્દિક પંડ્યા અને કાયરાન પોલાર્ડ આ બધા જ ખેલાડી સહજતા થી મોટા શોટ્સ રમવામાં માહિર છે. હાર્દીક પંડ્યા અને પોલાર્ડ બંને જણાં આસાની થી શારજાહના મેદાનમાં ઉંચા અને લાંબા શોટ્સ રમી શકશે. ટીમના બોલરોએ કિંગ્સ ઇલેવન પંજાબની સામે અગાઉની મેચમાં એકદમ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. જેને લઇને ટીમ તેમાં હવે કોઇ બદલાવ કરે તેવી શક્યતા ઓછી છે. અનુભવિ ઝડપી બોલરોને પણ સ્પિનર રાહુલ ચાહર અને કૃણાલ પંડ્યાનો સારો સાથ મળી રહ્યો છે.

હૈદરાબાદમાં પણ છે ઉત્સાહીત.

સનરાઇઝર્સ હૈદરાબાદના હોંસલા પણ બુલંદ છે, કારણ કે તેણે ચેન્નાઇ સામે સાત રને વિજય મેળવ્યો છે. આ મેચમાં તેના યુવા ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યુ હતુ. આના થી સિનિયર ખેલાડીઓ પર થી દબાણ પણ ઓછુ હશે અને ટીમ મેનેજમેન્ટને પણ સારી આશા હશે. ખાસ કરીને કેપ્ટન ડેવિડ વોર્નર, જોની બેયરીસ્ટો અને મનિષ પાંડે થી સારી રમતની અપેક્ષા હશે. કેન વિલિયમ્સ ને લઇને મધ્યમક્રમ મજબુત રહેશે. જો સિનિયર ખેલાડીઓ સારી રમત દાખવશે તો અભિષેક શર્મા, પ્રિયમ ગર્ગ અને અબ્દુલ શમદ જેવા યુવા ખેલાડીઓ પણ ખુલીને રમત રમી શકે છે.

રાશિદ અને નટરાજન પર ભાર.

ભુવનેશ્વર કુમાર જો ટીમમાં પરત ફરતો નથી તો યોર્કર નિષ્ણાંત ટી નરાજન અને ઝડપી બોલર ખલીલ અહેમદ અને સ્ટાર સ્પિનર રાશિદ ખાન પર ભાર વધી શકે છે. ભુવનેશ્વરની જગ્યા પર બાસિલ થપ્પા અને સંદિપ શર્મા, સિધ્ધાર્થ કૌલ માંથી કોઇ એક ને જગ્યા મળી શકે છે.

મુંબઇ ઇન્ડિયન્સ:  કેપ્ટન રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલ પ્રીત સિંહ અનુકુલ રોય, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, દિગ્વિજય દેશમુખ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જેમ્સ પૈટીસન્સ, જસપ્રિત બુમરાહ, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, મિશેલ મૈક્લીનાગન, મોહસિન ખાન, નાથન કુલ્ટર નાઇલ, પ્રિંસ બલવંત રાય, ક્વિંટોન ડિ કોક, રાહુલ ચાહર, સૌરભ તિવારી, શેરફેન રધરફોર્ડ, સુર્યકુમાર યાદવ અને ટ્રેન્ટ બોલ્ટ.

સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવીડ વોર્નર કેપ્ટન, જોની બેયરસ્ટો, કેન વિલિયમસન, મનિષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, રિધિમાન સાહા, અબ્દુલ સમદ, વિજય શંકર, મોહમદ નબી, રાશિદ ખાન, અભિષેક શર્મા, બી સંદિપ, સંજય યાદવ, પેબીયન એલન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સંદિપ શર્મા, શાહબાજ નદીમ, સિધ્ધાર્થ કૌલ, બિલી સ્ટાનલેક, ટી નટરાજન અને બાસીલ થમ્પી

આ પણ વાંચોઃ CSK vs SRH: ધોનીનુ નામ લિધા વિનાજ ઇરફાન પઠાણે કરેલી ટ્વિટ ને લઇને મચી ધમાલ, સોશિયલ મિડીયા પર ચાહકોએ ઘણું બધુ સંભળાવી લીધુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">