ભુજની સહજાનંદ હોસ્ટેલમાં શર્મસાર ઘટનાના પડધા દિલ્હી સુધી પડ્યા, રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ સામેલ થશે

ભુજની સહજાનંદ હોસ્ટેલમાં શર્મસાર ઘટનાના પડધા દિલ્હી સુધી પડ્યા, રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ સામેલ થશે


ભુજની સહજાનંદ હોસ્ટેલમાં થયેલી શર્મસાર કરતી ઘટનાના પડધા દિલ્હી સુધી પડ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ પણ તપાસમાં સામેલ થશે. રાજ્ય સરકાર પણ આ ઘટના મુદ્દે ચિંતીત થઇ છે. દોષિતો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં ભવિષ્યમાં આવી કોઇ ઘટના ના બને તે દિશામાં પણ કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મોરબીના માળિયામાં જાહેરમાં ફાયરિંગની ઘટના સાથે ભાવનગરમાં લગ્નમાં બંદૂકની ગોળીથી એકનું મોત

ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ સમગ્ર માલે સુઓમોટો દાખલ કર્યો છે. અને કચ્છના જિલ્લા પોલીસવડા સાથે વાતચીત કરીને જરૂરી સુચનાઓ આપી હતી. મહિલા આયોગે જિલ્લા પોલીસવડા સમક્ષ તપાસનો રિપોર્ટ માગ્યો છે. અને દીકરીઓને ન્યાય મળે તે માટે કડક સૂચનાઓ આપી હોવાનું જણાવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો આ તરફ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સમગ્ર ઘટનાને વખોડ્યો છે. નીતિન પટેલે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. તેઓનુ માનવું છે કે આવી ઘટનાઓ સમાજ માટે કલંકરૂપ છે. અને તેનું પુનરાવર્તન ન થાય તેની કાળજી લેવામાં આવશે તેમ પણ ઉમેર્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati