AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaynes Tech IPO : 10 નવેમ્બરથી મળી રહી છે રોકાણ માટેની તક, જાણો યોજનાની સંપૂર્ણ વિગતો અહેવાલમાં

પબ્લિક ઓફરિંગ દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ દેવાની ચુકવણી અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. આ સિવાય તેનો ઉપયોગ મૈસૂર અને માનેસરમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે કરવામાં આવશે. આ સાથે કર્ણાટકના ચામરાજનગરમાં નવો પ્લાન્ટ સ્થાપવા પાછળ પણ ખર્ચ કરવામાં આવશે.

Kaynes Tech IPO : 10 નવેમ્બરથી મળી રહી છે રોકાણ માટેની તક, જાણો યોજનાની સંપૂર્ણ વિગતો અહેવાલમાં
UPCOMING IPO
| Updated on: Nov 08, 2022 | 8:43 AM
Share

આઇપીઓ બજારમાં  ચાલુ વર્ષના બીજા ભાગમાં તેજી દેખાઈ રહી છે. એક પછી એક આઇપીઓ ખુલી રહ્યા છે. જો તમે અત્યાર સુધી પબ્લિક ઈશ્યુમાં પૈસાનું રોકાણ કરવાનું ચૂકી ગયા છો તો તમારા માટે વહુ એક તક આવી રહી છે. Kaynes Technology India Limited (KTIL) નો આઇપીઓ આ અઠવાડિયે ખુલી રહ્યો છે. આ માટે પ્રાઇસ બેન્ડ પણ નક્કી કરવામાં આવી છે. Kaynes Technology એ મૈસુર સ્થિત કંપની છે જે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આ કંપની ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઈનિંગ, મેન્યુફેક્ચરિંગ સર્વિસનો બિઝનેસ કરે છે.કંપની IPO દ્વારા રૂપિયા 530 કરોડ એકત્ર કરવા માંગે છે.

IPO માટે પ્રાઇસ બેન્ડ

ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર કંપની IPO દ્વારા રૂપિયા 530 કરોડ એકત્ર કરવા માંગે છે. આ માટે પ્રતિ શેર 559-587 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ અર્થમાં, એક લોટમાં 25 શેર હશે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા એક લોટ માટે બિડ કરવા માટે 14,675 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે તમે વધુમાં વધુ 13 લોટ માટે બિડ કરી શકો છો. આ IPO 10મી નવેમ્બરથી ખુલશે અને 14મી નવેમ્બરે બંધ થશે. IPO 9 નવેમ્બરથી એન્કર રોકાણકારો માટે ખુલશે.

પ્રમોટર અને વર્તમાન રોકાણકારો તેમનો હિસ્સો વેચશે

IPOમાં પ્રમોટર અને વર્તમાન રોકાણકારો ઓફર ફોર સેલ (OFS) દ્વારા ઇક્વિટી શેરનું વેચાણ કરશે. DRHP મુજબ OFSમાં 55.85 લાખ ઇક્વિટી શેર વેચવામાં આવશે. જેમાં પ્રમોટર રમેશ કુન્હીકન 20.84 લાખ અને રોકાણકાર ફ્રેન્ઝી ફિરોઝ ઈરાની 35 લાખ ઈક્વિટી શેર વેચશે.

IPO માંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ ક્યાં થશે

પબ્લિક ઓફરિંગ દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ દેવાની ચુકવણી અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. આ સિવાય તેનો ઉપયોગ મૈસૂર અને માનેસરમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે કરવામાં આવશે. આ સાથે કર્ણાટકના ચામરાજનગરમાં નવો પ્લાન્ટ સ્થાપવા પાછળ પણ ખર્ચ કરવામાં આવશે. IPO માટે બુક રનિંગ લીડ મેનેજર્સ IIFL સિક્યોરિટીઝ અને DAM કેપિટલ એડવાઈઝર્સ છે.

કંપનીનો વ્યવસાય શું છે?

Kaynes Technology એ મૈસુર સ્થિત કંપની છે જે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આ કંપની ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઈનિંગ, મેન્યુફેક્ચરિંગ સર્વિસનો બિઝનેસ કરે છે. કંપનીની સેવાઓ ઓટોમોટિવ, ઈન્ડસ્ટ્રીયલ, એરોસ્પેસ, ડિફેન્સ, આઉટરસ્પેસ, ન્યુક્લિયર, મેડિકલ, રેલવે, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને અન્ય સેક્ટરમાં છે. કંપનીના દેશભરમાં કુલ 8 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. આ કર્ણાટક, હરિયાણા, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તરાખંડમાં છે.

IPO ની અગત્યની તારીખ

Event Tentative Date
Opening Date Nov 10, 2022
Closing Date Nov 14, 2022
Basis of Allotment Nov 17, 2022
Initiation of Refunds Nov 18, 2022
Credit of Shares to Demat Nov 21, 2022
Listing Date Nov 22, 2022

Follow Us
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત
AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત
કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video
કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video
કાયદાનો રક્ષક જ બન્યો ગુંડો! બોર્ડર પર ચેકિંગના નામે પોલીસનો આતંક
કાયદાનો રક્ષક જ બન્યો ગુંડો! બોર્ડર પર ચેકિંગના નામે પોલીસનો આતંક
જલોત્રા બેઠક આઝાદી બાદ પ્રથમવાર ભાજપના ફાળે ગઈ
જલોત્રા બેઠક આઝાદી બાદ પ્રથમવાર ભાજપના ફાળે ગઈ
અમેરિકાનો ઈરાન કરજ B1 બ્રિજ પર હુમલા બાદ TV9નો રિપોર્ટ, જુઓ Video
અમેરિકાનો ઈરાન કરજ B1 બ્રિજ પર હુમલા બાદ TV9નો રિપોર્ટ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">