પહેલી ઓક્ટોબરથી મિઠાઈ માટે એક્સપાયરી ડેટ દર્શાવવી ફરજીયાત

પહેલી ઓક્ટોબરથી મિઠાઈ માટે એક્સપાયરી ડેટ દર્શાવવી ફરજીયાત

મિઠાઈ ખાવાથી બિમારીનો ભોગ ના બને તે માટે, આગામી પહેલી ઓક્ટોબરથી મિઠાઈ માટે એક્સપાયરી ડેટ લખવી ફરજીયાત છે. એફએસએસએઆઈના (FSSAI) ટુંકા નામે ઓળખાતા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ, દરેક મિઠાઈ વિક્રેતાને આ સુચના આપી દેવા માટે દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને સત્તાવાર જાણ કરી દીધી છે.

એફએસએસએઆઈએ દરેક રાજ્યોના ખાદ્ય નિયંત્રકને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મિઠાઈ વિક્રેતાઓ દ્વારા, વેચાણ માટે શોકેસમાં મુકવામાં આવતી મિઠાઈની પ્લેટ ઉપર જ બધા જોઈ શકે તે રીતે મિઠાઈની એક્સપાયરી ડેટ લખવી પડશે. જે બેસ્ટ બિફોર યુઝ એટલે કે તેની એક્સપાયરી ડેટ કહી શકાય તે પહેલી ઓક્ટોબરથી લખીને જણાવવી પડશે. તો સાથેસાથ એફએસએસએઆઈની વેબસાઈટ ઉપર વિવિધ મિઠાઈ ક્યા સુધી સારી અને ખાવા લાયક રહે છે તેની જાણકારી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેની લોકોને જાણકારી આપવા પણ પત્રમાં જણાવ્યું છે.

એફએસએસએઆઈ પહેલી ઓક્ટોબરથી સરસવ સહીતના ખાદ્યતેલમાં અન્ય કોઈપણ ખાદ્યતેલના મિશ્રણ ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. અત્યાર સુધી બે તેલના મિશ્રણ બાબતે ચોક્કસ માપદંડ હતા. પરંતુ પહેલી ઓક્ટોબરથી સરસવના તેલમા મિશ્રણ કરવા માટેના આ માપદંડો પણ સમાપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી જે તે ખાદ્યતેલના વજનના 20 ટકા અન્ય તેલનું મિશ્રણ કરવાની પરવાનગી આપવામાં આવતી હતી. હવેથી તે પણ બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃગોંડલના મોવિયા પાસે પાંચ મુસાફરો સાથેની કાર પુલ પરથી નીચે ખાબકી, એક બાળકીનુ મોત, ચારનો બચાવ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati