Pakistanમાં મોંઘવારીથી હાહાકાર, લોકોને બે ટાઈમ જમવાના ફાંફા પડી રહ્યા છે

પાકિસ્તાનમાં લોટનો ભાવ 139 રૂપિયા પ્રતિ કિલો પાકિસ્તાની રૂપિયા છે. માત્ર લોટ જ નહીં, પેટ્રોલ, ચોખા, ખાંડ અને ઘી સહિત અન્ય ખાદ્ય ચીજોની પણ આ હાલત છે.

Pakistanમાં મોંઘવારીથી હાહાકાર, લોકોને બે ટાઈમ જમવાના ફાંફા પડી રહ્યા છે
Pakistan Crisis (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2023 | 4:36 PM

પાકિસ્તાનમાં મોંઘવારીના કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પહેલા યુક્રેન સંકટની અસર અને પછી જૂન મહિનામાં આવેલા ભીષણ પૂરને કારણે ઉર્જા સંકટ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. લોકોને બે ટાઈમનું જમવું મુશ્કેલ બની રહ્યું છે. રેમિટન્સમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે સરકાર સંપૂર્ણપણે લાચાર બની ગઈ છે. ફોરેક્સ રિઝર્વ 4 વર્ષની નીચી સપાટીએ છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર હાલમાં રેકોર્ડ નીચી સપાટીએ છે. ડિસેમ્બરમાં તે ઘટીને $6.72 બિલિયન પર આવી ગયુ છે, જે ચાર વર્ષમાં સૌથી નીચા સ્તરે છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ગયા વર્ષે મે મહિનામાં દાવો કર્યો હતો કે તેઓ લોટની કિંમત ઘટાડવા માટે તેમના કપડાં પણ વેચશે. તે સમયે પાકિસ્તાનમાં લોટની કિંમત 72 પાકિસ્તાની રૂપિયા હતી. શાહબાઝ શરીફે દાવો કર્યો હતો કે તેઓ 40 રૂપિયા પ્રતિ કિલો સુધી લોટ લાવશે. પાકિસ્તાનમાં લોટનો ભાવ 139 રૂપિયા પ્રતિ કિલો પાકિસ્તાની રૂપિયા છે. માત્ર લોટ જ નહીં, પેટ્રોલ, ચોખા, ખાંડ અને ઘી સહિત અન્ય ખાદ્ય ચીજોની પણ આ હાલત છે.

રેકોર્ડ સ્તરે પહોચી મોંઘવારી

ઈમરાન સરકારમાં જે લોટ 71 રૂપિયા પ્રતિ કિલો હતો તે હવે 139 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે. ચોખાની કિંમત 90 રૂપિયા પ્રતિ કિલો હતી, હવે તે 180 રૂપિયા પ્રતિ કિલો મળે છે. આ સિવાય ખાંડ 78 રૂપિયાથી 90 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. આ સિવાય ઘીનો ભાવ જે 440 રૂપિયા પ્રતિ કિલો હતો તે હવે 550 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

મોંઘવારી વધવાનું મુખ્ય કારણ

પાકિસ્તાનના સરકારી આંકડાઓ મુજબ, ગયા વર્ષે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં મોંઘવારી દર 21% થી વધુ હતો. આ ફુગાવાનું કારણ ડૉલર સામે પાકિસ્તાની રૂપિયાનું સતત નબળું પડવું માનવામાં આવે છે. હાલમાં 1 ડૉલરની સામે પાકિસ્તાની રૂપિયો 226.6 પર પહોંચી ગયો છે. જેની નકારાત્મક અસર જોવા મળી રહી છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનમાં આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધી શકે છે. જોકે, પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણાપ્રધાન હાફિઝ પાશાનું કહેવું છે કે વિશ્વભરમાં તેલ અને અન્ય ચીજવસ્તુઓની વધતી કિંમતોને કારણે પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થઈ છે, કારણ કે પાકિસ્તાન તેની મોટાભાગની જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. આ સિવાય પાકિસ્તાનમાં ભાવ નિયંત્રણ પ્રણાલીનો અમલ ન થવો પણ ભાવ વધારાનું કારણ માનવામાં આવે છે.

રાત્રે 8 વાગ્યા બાદ બજારો બંધ

પાકિસ્તાનમાં રાત્રે 10 વાગ્યા પછી લગ્ન નહીં થાય. લગ્ન હોલ રાત્રે 10 વાગ્યા પછી બંધ થઈ જશે. બજારો, રેસ્ટોરાં અને હોટેલો રાત્રે 8 વાગ્યા પછી બંધ રહેશે. આ સિવાય 20 ટકા સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે મોકલવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">