IPL 2020: યોર્કર કિંગ ગણાતા 19 વર્ષીય કાર્તિક ત્યાગીથી પણ છે દમદાર પ્રદર્શનની આશા

ભારતીય યોર્કર કિંગ ગણાતા કાર્તિક ત્યાગી પાસે આઇપીએલમાં ક્રિકેટના ચાહકો તેની પાસેથી મોટી અપેક્ષાઓ સેવી રહ્યા છે. ઝડપી બોલર ગણાતા કાર્તિક રાજસ્થાન રોયલ્સ તરફ થી રમી રહ્યો છે. ઓગણીસ વર્ષીય કાર્તિક આગામી ૨૨ સપ્ટેમ્બરે ટીમ ધોની સામે એટલે કે, ચેન્નાઇ સુપર કિંગ સામે રમશે. કાર્તિકના પરફોર્મન્સ ને જોતા ટીમ ઇલેવનમાં સમાવેશ થવાની પ્રબળ સંભાવના વર્તાઇ […]

IPL 2020: યોર્કર કિંગ ગણાતા 19 વર્ષીય કાર્તિક ત્યાગીથી પણ છે દમદાર પ્રદર્શનની આશા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 7:39 AM

ભારતીય યોર્કર કિંગ ગણાતા કાર્તિક ત્યાગી પાસે આઇપીએલમાં ક્રિકેટના ચાહકો તેની પાસેથી મોટી અપેક્ષાઓ સેવી રહ્યા છે. ઝડપી બોલર ગણાતા કાર્તિક રાજસ્થાન રોયલ્સ તરફ થી રમી રહ્યો છે. ઓગણીસ વર્ષીય કાર્તિક આગામી ૨૨ સપ્ટેમ્બરે ટીમ ધોની સામે એટલે કે, ચેન્નાઇ સુપર કિંગ સામે રમશે. કાર્તિકના પરફોર્મન્સ ને જોતા ટીમ ઇલેવનમાં સમાવેશ થવાની પ્રબળ સંભાવના વર્તાઇ રહી છે. જો તેનો સમાવેશ આખરી ઇલેવનમાં થાય છે તો દર્શકોને પણ ટીવી સ્ક્રીન પર કાર્તિક ના પ્રદર્શન પર નજર અચુક રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ખેડુત પુત્ર કાર્તિક ત્યાગી પોતાના પરીશ્રમી પ્રદર્શન વડે આગળ આવી શક્યો છે. તે ટીમ અંડર-19 માં સ્થાન મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ નિવડ્યો હતો. વર્ષ 2020 ની શરુઆતે જ દક્ષિણ આફ્રીકામાં આયોજીત અંડર-19 વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પર્ફોમન્સ પુરુ પાડ્યુ હતુ. તેના પરીશ્રમી પ્રદર્શનને લઇને જ કાર્તિક હવે આઇપીએલમાં પણ પહોંચી ચુક્યો છે. રાજસ્થાન રોયલ્સ તરફ થી તે આઇપીએલ માટે તૈયાર છે. આ માટે તેને એક કરોડ ત્રીસ લાખ રુપીયામાં ખરીદવામાં આવ્યો હતો. 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કાર્તિકના માટે ક્રિકેટના ચાહકો જ નહી પણ તેના વતનના ગામવાસીઓ અને પરીવારજનો પણ સારા પ્રદર્શનની આશા રાખી રહ્યા છે. તેમની આશા છે કે કાર્તિકને ઇલેવનમાં સ્થાન તો મળશે જ પરંતુ તે સારા પરફોમન્સને પણ દર્શાવશે. કાર્તિકના પિતા યોગ્ન્દ્ર ત્યાગી કહે છે કે,  તેની વિશેષતા એ છે કે તે બંને તરફ બોલને સ્વિંગ કરાવી શકે છે. કાર્તિક 140 ની ઝડપે બોલને ફેંકી શકે છે, જો તેને તક મળશે તો એ લાંબી રેસનો ઘોડો બની રહેશે.

કાર્તિકે ઉત્તરપ્રદેશ ની અંડર-14 અને અંડર-16 ની ક્રિકેટ ટીમોમાં સ્થાન બનાવ્યુ હતુ.  ગત વર્ષે તેનો સમાવેશ બીસીસીઆઇની અંડર-19 માં થયો હતો. અંડર-19 હેઠળ તે બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ અને અફઘાનીસ્તાન સામે શાનદાર રમત દર્શાવી ચુક્યો છે. તેના આ પ્રદર્શનને લઇને તે પસંદગીકારોની નજર પણ સતત તેની પર રહી છે.એટલે જ અંડર-19 વર્લડ કપ માટે પણ તેની પસંદગી થઇ શકી હતી. જોકે આઇપીએલ તેના માટે બીસીસીઆઇ ની ટીમના દરવાજા ખોલી શકે છે અને એ માટે તેણે દમદાર પ્રદર્શન પણ આઇપીએલમાં દેખાડવુ પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">