IPL 2020માં રોહિત શર્મા અને વિરાટ કોહલી, ધોનીનો આ ખાસ રેકોર્ડ તોડશે?

IPL 2020 ma rohit sharma ane virat kohli dhoni no aa khas record todse?

ચોગ્ગા અને છગ્ગાના વરસાદ માટે ભારતીય ક્રિકેટ લીગ યુએઈમાં શરૂ થવા જઈ રહી છે. ધુંઆધાર બેટિંગ અને બોલ મેદાનની બહાર જતાં છગ્ગા ક્રિકેટ ચાહકોને ઉત્સાહિત કરે છે. ઉપરાંત, મેદાની જંગ સિવાય પણ ચાહકો ખેલાડીઓની વચ્ચે જામતી રેસ પર અચુક નજર રાખતા હોય છે. આવી જ એક હોડ આ વખતની લીગના ત્રણ કેપ્ટન વચ્ચે જોવા મળી રહી છે. આ લીગમાં ભારતીય ખેલાડીઓના બેટથી છગ્ગાની આ સ્પર્ધા પણ જોવા જેવી રહેશે. આ બાબતે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ મોખરે છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી પણ કંઈ પાછળ નથી.

READ  ન્યૂઝિલેન્ડમાં ભલે સિક્સર ફટકારતો હોય હાર્દિક પંડ્યા પણ ભારતની કોર્ટે કર્યો તેને ક્લીન બોલ્ડ, શા માટે ફરી મુશ્કેલમીમાં થયો વધારો ?

IPL auction 2020 indian premier league auction auction ma kheladio par thayo paisa no varsad pan jano dhoni ane kohli jeva kheladio ne ketla paisa male che?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ધોની, રોહિત અને વિરાટ વચ્ચે સખત સ્પર્ધા

ક્રિકેટની આ સુપરહિટ લીગમાં કેરેબિયન ખેલાડી ક્રિસ ગેયલ સૌથી વધારે સિક્સર ફટકારવાના મામલે પ્રથમ ક્રમે છે. પરંતુ જો આપણે ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોની 209 સિક્સર ફટકારીને ટોચ પર છે. તેના પછી રોહિત શર્મા છે, જેના ખાતામાં 194 સિક્સર છે. જ્યારે સુરેશ રૈનાના નામે પણ 194 છગ્ગા પણ છે, પરંતુ રૈના હાલમાં આ સિઝનથી ખસી ચુક્યો છે તો તેના પછી વિરાટ કોહલી આ યાદીમાં છે, અત્યાર સુધીમાં કુલ 190 સિક્સર ફટકારી છે. ધોની અને રોહિતનું અંતર માત્ર 15  છગ્ગાનું જ છે, તેથી ધોનીની બરાબરી કરવા વિરાટને 19 છગ્ગાની જરૂર છે.

READ  અમદાવાદ: ઈન્ટરનેશનલ એરપોર્ટ ડિરેક્ટર ઓફીસ સીલ કરાઈ, 2 વર્ષનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો બાકી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ધોનીએ સિઝન -12 માં પણ બ્લાસ્ટ કર્યો હતો

રોહિત અને વિરાટ માટે ધોનીનો રેકોર્ડ તોડવો સરળ નથી. પાછલી સિઝનમાં ધોનીએ આ બંને કરતા વધુ સિક્સર ફટકારી હતી. વધતી ઉંમર સાથે ધોનીના કાંડાની શક્તિ સહેજે ઓછી થઈ નથી. 2019માં રમાયેલી આ લીગમાં તેણે 23 સિક્સર ફટકારી હતી. તે વખતે, વિરાટ કોહલીએ 13 સિક્સર ફટકારી હતી અને હિટમેન રોહિતે 10 સિક્સર ફટકારી હતી. વિશેષ વાત એ છે કે રોહિત અને ધોની આ સિઝનમાં પહેલી મેચમાં જ એકબીજાની સામે જોવા મળશે. આવી સ્થિતિમાં, અંકગણિત પ્રથમ મેચથી જ બદલવવાનું શરૂ થશે. આ વખતે ભારતની રોમાંચક લીગ ભારતીય પીચ પર નહીં, પરંતુ યુએઈમાં યોજાઈ રહી છે. મેદાન બદલાયું છે. વળી, લાંબા સમય પછી ધોની બેટ હાથમાં લઈને બોલરોનો સામનો કરવા જઈ રહ્યો છે. જ્યારે વિરાટ અને રોહિત કોરોના પહેલા સતત પોતાના બેટની તાકાત બતાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની પાસે ચોક્કસપણે હિટ થવાની તક છે.

READ  ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરે ભારતીય યુવતી સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયામાં ફોટો કર્યા શૅર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments