IPL 2020: ઓપનીંગ મેચમાં આ ગુજરાતી ખેલાડી પર આતુરતાથી રહેશે ચાહકોની નજર, 73 રન ફટકારતા જ સ્થાપી શકે છે નવો રેકોર્ડ

રોમાંચ આપનારી આઇપીએલની પ્રથમ મેચનો સૌ કોઇને કેટલાય દીવસોથી સતાવી રહ્યો છે ઇંતઝાર અને તે હવે ખતમ થઇ રહ્યો છે. પરંતુ આજે ખેલાનારી આ પ્રથમ મેચમાં દમદાર ઓલરાઉન્ડર અને ગુજરાતી ખેલાડી પણ રમશે. જેની પર પણ સૌ કોઇની નજર અપેક્ષા ભરી હશે. ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમનારા રવિન્દ્ર જાડેજા જો આ પ્રથમ મેચમાં જ 73 […]

IPL 2020: ઓપનીંગ મેચમાં આ ગુજરાતી ખેલાડી પર આતુરતાથી રહેશે ચાહકોની નજર, 73 રન ફટકારતા જ સ્થાપી શકે છે નવો રેકોર્ડ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 7:11 AM

રોમાંચ આપનારી આઇપીએલની પ્રથમ મેચનો સૌ કોઇને કેટલાય દીવસોથી સતાવી રહ્યો છે ઇંતઝાર અને તે હવે ખતમ થઇ રહ્યો છે. પરંતુ આજે ખેલાનારી આ પ્રથમ મેચમાં દમદાર ઓલરાઉન્ડર અને ગુજરાતી ખેલાડી પણ રમશે. જેની પર પણ સૌ કોઇની નજર અપેક્ષા ભરી હશે. ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમનારા રવિન્દ્ર જાડેજા જો આ પ્રથમ મેચમાં જ 73 રન બનાવી લેવાનો મોકો મળે છે, તો તે એક નવો રેકોર્ડ સ્થાપી શકે છે. આઇપીએલમાં 100 વિકેટ મેળવીને 2000 રન ખડકનાર તે પહેલો ઓલ રાઉન્ડર ખેલાડી બની શકે છે.

ઓલ રાઉન્ડ પ્રદર્શન કરનાર રવિન્દ્ર જાડેજા આમ તો 108 વિકેટ ખેરવી ચુક્યો છે. પરંતુ રેકોર્ડની બાબતમાં તેણે જો આ નવો રેકોર્ડ સ્થાપી લે છે તો તેનુ ઓલ રાઉન્ડ પ્રદર્શનને ચાર ચાંદ લાગી જશે. એક વાત એ પણ જાણી લો કે અડધી સદી વિના પણ જાડેજાએ 1500 રન ખડકેલા છે. આમ તેમણે એક અલગ પ્રકારે રન બનાવવા માટે નો દેખાવ રજુ કરવો પડશે. જોકે જાડેજાના નસીબમાં એટલા દડા પણ નથી રમવા મળતા જેટલા તેની આગળના ખેલાડીઓ રમી શકે છે. જોકે એ વાત પણ સ્વાભાવિક છે કે તે ઓલરાઉન્ડર હોવા છતાં પણ તે ઉતરતા ક્રમે રમવાનુ તેનુ નસીબ રહ્યુ છે. જ્યાં તેણે 20-20 ના ફોર્મેટમાં ખુબ ઓછો દડા ના મોકા પ્રાપ્ત થઇ શકે છે. તેની પાસે સિઝનની ઓપનીંગ મેચ માં જ તક મળે તો રેકોર્ડ સ્થાપી સોનામાં સુગંધ ભેળવવાનો સોનેરી મોકો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રવિન્દ્રના પ્રદર્શનથી ચાહકોને ખુબ જ સંતોષ આપે છે અને એટલે જ તેના ચાહકોને પણ કોઇ જ ઉતાવળ તેના આ રેકોર્ડ થી નથી. જો તેને શરુઆતી મેચમાં જ આ મોકો નથી મળી શકતો તે પોતાનો કમાલ આવનારી મેચમાં તો જરુર દર્શાવી શકશે એમાં કોઇ બે મત નથી. પરંતુ આ રેકોર્ડ સાથે ઓલરાઉન્ડર તરીકે તેના માથા પર વધુ એક યશ કલગી ઉમેરાઇ શકે છે. જાડેજા આમ તો તેની શરુઆત આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ સાથે કરી હતી, જ્યારે ટીમે પહેલી વાર આઇપીએલ ટાઇટલ જીતી લીધો હતો. પરંતુ તેના શ્રેષ્ઠ પ્રદર્શનને લઇને ચેન્નઇ સુપર કિંગ્સે તેને પોતાના તરફી કરી લીધો હતો અને હવે જ્યાર થી તે સીએસકેનો ભાગ છે ત્યાર થી ફરી પાછુ વળી ને જોયુ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">