ભારત આજે અમેરિકા સાથે કરશે મહત્વના રક્ષા કરાર, બન્ને દેશ એકબીજાના ઉપગ્રહોની વિગતોની કરશે આપ લે

ભારત આજે અમેરિકા સાથે કરશે મહત્વના રક્ષા કરાર, બન્ને દેશ એકબીજાના ઉપગ્રહોની વિગતોની કરશે આપ લે

વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ખાતે ચીન સાથે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારત અને અમેરિકા આજે મહત્વના રક્ષા સમજૂતી ઉપર હસ્તાક્ષર કરશે. આ રક્ષા સમજૂતી દ્વારા ભારત અને અમેરિકા બન્ને દેશ એક બીજાના ઉપગ્રહના આંકડાઓ, તસ્વીરો, નકશાઓ સહીતની વિગતોની આપલે કરશે. 2016માં ભારતે અમેરિકા સાથે કરેલા લિમોઆ સમજૂતી કરાર બાદ આ બીજો મોટો સમજૂતી કરાર છે.

ભારત આવેલા અમેરિકાના રક્ષાપ્રધાન માર્ક એસ્પરે ભારતના સરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. ભારત યાત્રા દરમિયાન રક્ષા સમજૂતી વધારવા અને બેસીક એક્સચેન્જ એન્ડ ઓપરેશન એગ્રીમેન્ટ (બેકા) ઉપર હસ્તાક્ષર કરવા બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ભારતના રક્ષા વિશેષજ્ઞના મત અનુસાર, બેકા કરારથી ભારતની રક્ષા શક્તિમાં વધારો થશે. વાયુસેના અને નૌસેનાની તાકાત આ કરાર થકી વધશે. આ કરાર હેઠળ બન્ને દેશ એક બીજાના ઉપગ્રહથી મળનારી વિગતોને સરક્ષણ દ્રષ્ટિએ મુલ્યાકન કરીને એકબીજાને આપલે કરશે. જેમાં જીઓ સ્પાઈટલ વિગતો, નકશા, વિવિધ પ્રકારની આંકડાકીય વિગતો, ફોટા વગેરેનો સમાવેશ થાય છે. આ બાબતોમાં અમેરિકા ટેકનિકલ બાબતોમાં ભારત કરતા વધુ સક્ષમ છે. યુધ્ધ જેવી સ્થિતિમાં અમેરિકા દ્વારા મળનારી વિગતો અતિ મહત્વની સાબિત થશે. અમેરિકા દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે મિસાઈલ, આર્મ્ડ ડ્રોન, સ્વસંચાલિત સરક્ષણ સાધનો વગેરેનો ઉપયોગ કરવામાં વધુ સરળતા રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati