પાકિસ્તાનમાં બળાત્કારીઓને નપુંસક બનાવવાના કાયદાને, ઈમરાનખાનની સરકારે આપી મંજૂરી, જાણો શુ છે કાયદાની આટીધુંટી

પાકિસ્તાનની સરકારે, ગઈકાલે બળાત્કાર વિરોધી બે કાયદાના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. જેમાં દોષીની સહમતીથી બળાત્કારીઓને રાસાયણીક પ્રક્રીયાથી નપુંસક બનાવવા અને બળાત્કારના કેસ ઝડપથી ચલાવવા માટે વિશેષ અદાલત રચવાની જોગવાઈ છે. શરીરમાં રસાયણીક ખામી ઊભી કરીને, ચોક્કસ સમયગાળા સુધી કે હંમેશા માટે વ્યક્તીની ઉત્તેજના સમાપ્ત કરી શકાય છે. પાકિસ્તાન મિડીયાના અહેવાલ મુજબ, પાકિસ્તાનના કાયદા પ્રધાન […]

પાકિસ્તાનમાં બળાત્કારીઓને નપુંસક બનાવવાના કાયદાને, ઈમરાનખાનની સરકારે આપી મંજૂરી, જાણો શુ છે કાયદાની આટીધુંટી
Follow Us:
| Updated on: Nov 28, 2020 | 10:51 AM

પાકિસ્તાનની સરકારે, ગઈકાલે બળાત્કાર વિરોધી બે કાયદાના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. જેમાં દોષીની સહમતીથી બળાત્કારીઓને રાસાયણીક પ્રક્રીયાથી નપુંસક બનાવવા અને બળાત્કારના કેસ ઝડપથી ચલાવવા માટે વિશેષ અદાલત રચવાની જોગવાઈ છે. શરીરમાં રસાયણીક ખામી ઊભી કરીને, ચોક્કસ સમયગાળા સુધી કે હંમેશા માટે વ્યક્તીની ઉત્તેજના સમાપ્ત કરી શકાય છે.

પાકિસ્તાન મિડીયાના અહેવાલ મુજબ, પાકિસ્તાનના કાયદા પ્રધાન ફારુક નસીમની અધ્યક્ષતમા મળેલી બેઠકમાં, કેબિનેટ કમિટીએ બળાત્કાર વિરોધી (તપાસ અને સુનાવણી) કાયદા અને અપરાધ કાયદા 2020ના મુસદ્દાને મંજૂરી આપી છે. આ કાયદા મુજબ પહેલીવાર ગુન્હો કરનાર અથવા વારંવાર ગુન્હા કરનાર અપરાધી માટે રાસાયણીક પ્રક્રિયાથી નપુંસક કરવાની જોગવાઈ અંગે કાર્યવાહી કરવાનું ઠરાવ્યુ છે. પરંતુ તેના માટે દોષીતની સહમતી લેવામાં આવશે. અને ફટકારાયેલી સજાને તે પડકારી પણ શકશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ કાયદા મુજબ જો દોષીતની સહમતી વિના જ તેને નપુંસક બનાવવાની સજા ફટકારવામાં આવી હોય તો, દોષીત કોર્ટમાં તેની સજાને પડકારી શકશે. જો દોષીત નપુંસક બનાવવા માટે મંજૂરી ના આપે તો તેના ઉપર પાકિસ્તાનના કાયદા અનુસાર સજા ફટકારી શકાશે. પાકિસ્તાનમાં બળાત્કારના ગુન્હાની સજા આજીવન કારાવાસ અથવા 25 વર્ષની જેલ અથવા મોતની સજા ફટકારી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">