NARMADA : રાજ્યમાં દારૂબંધી મુદ્દે નીતિન પટેલની સ્પષ્ટ વાત, કહ્યું ટેક્સની આવક જશે તો ચાલશે, પણ દારૂબંધી નહીં હટે

ગુજરાતમાં દારૂબંધી અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં દારૂબંધીને કારણે એક્સાઇઝ ટેક્સ સહિત ઘણી બધી અંદરની ખોટ જાય છે, અન્ય રાજ્યો પ્રતિબંધમાં છૂટ આપીને મોટી કમાણી કરી રહ્યા છે. પણ આ બધું જશે તો પણ ચાલશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 11:18 PM

NARMADA : રાજ્યમાં દારૂબંધી મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થશે એવું કહેતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે દારૂથી મળતી ટેક્સની આવક જશે તો ચાલશે, પમ ગુજરાતમાં દારૂબંધી નહીં હટે. તેમણે કહ્યું ગાંધીનું ગુજરાત દારૂબંધીને વરેલું છે. રાજ્યના સ્થાપનાકાળથી રાજ્યમાં દારૂબંધી છે અને દારૂબંધીનો રાજ્યમાં કડક અમલ થશે.

ગુજરાતમાં દારૂબંધી અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આગળ કહ્યું કે દારૂના પ્રતિબંધને કારણે ગુજરાતમાં સામાજિક સુરક્ષા, શાંતિ અને કાયદો અને વ્યવસ્થાની સારી સ્થિતિ છે. રાજ્યમાં દારૂબંધીને કારણે એક્સાઇઝ ટેક્સ સહિત ઘણી બધી અંદરની ખોટ જાય છે, અન્ય રાજ્યો પ્રતિબંધમાં છૂટ આપીને મોટી કમાણી કરી રહ્યા છે. પણ આ બધું જશે તો પણ ચાલશે. ગુજરાત ગાંધી અને સરદારના મૂલ્યો અને વારસાને અપનાવશે. ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાશે.

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં દારૂનો મોટો જથ્થો પકડાય છે, ત્યાં આવા કેસોમાં સંબંધિત પોલીસ અધિકારીની બદલી અથવા બરતરફીની જોગવાઈઓ છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જે ટેક્સની આવકની ચિંતા કર્યા વિના દારૂબંધીનો અમલ કરી રહ્યું છે.

આ પણ વાંચો : VADODARA : બરોડા ડેરી ફરી વિવાદમાં, MLA કેતન ઇનામદારે સહકાર પ્રધાન ઇશ્વરસિંહને પત્ર લખી ગંભીર આરોપો લગાવ્યાં

આ પણ વાંચો : AHMEDABAD : સોલા સિવિલમાંથી 1 દિવસની બાળકીના અપહરણના 24 કલાક બાદ પણ કોઈ ભાળ નહીં

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">