ગુજરાતમાં કોંગ્રેસ-NCPના ગઠબંધન નહીં, રાધનપુર બેઠક પર પેટાચૂંટણી માટે NCPના ઉમેદવાર જાહેર

ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થશે નહીં. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થતા ગુજરાતમાં પણ બાયડ બેઠક પર કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધનની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ ગુજરાતમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાટાઘાટો પડી ભાંગી છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન નહિ […]

ગુજરાતમાં કોંગ્રેસ-NCPના ગઠબંધન નહીં, રાધનપુર બેઠક પર પેટાચૂંટણી માટે NCPના ઉમેદવાર જાહેર
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Sep 25, 2019 | 12:26 PM

ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થશે નહીં. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થતા ગુજરાતમાં પણ બાયડ બેઠક પર કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધનની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ ગુજરાતમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાટાઘાટો પડી ભાંગી છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન નહિ થાય તે નક્કી થઇ ગયું છે..રાધનપુર બેઠક પર NCPએ પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે.

આ પણ વાંચોઃ ED કાર્યાલય બહાર NCP કાર્યકર્તાઓનું પ્રદર્શન, જુઓ VIDEO

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાધનપુર બેઠક પર એનસીપીએ ફરશુભાઈ ગોકલાણીને ટીકીટ આપી છે. અન્ય સીટો પર પણ એનસીપીએ ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરી દીધી છે. આગામી દિવસોમાં ચર્ચા કર્યા બાદ અન્ય પાંચ બેઠકો પર પણ એનસીપી પોતાના ઉમેદવાર ઉભા રાખી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થતા કોંગ્રેસને મોટો ફટકો પડશે. એનસીપી પોતાના ઉમેદવારો ઉભા રાખશે તો કોંગ્રેસના વોટ કપાશે. બાયડ બેઠક પર ગઠબંધનનો સ્થાનિક નેતાઓ પણ વિરોધ કરી રહ્યા છે. ગઠબંધન ના કરવા માટે બાયડના સ્થાનિક આગેવાનોએ ગઈકાલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરી હતી. જો કોંગ્રેસ એનસીપી સાથે ગઠબંધન કરશે તો સ્થાનિક આગેવાનોએ રાજીનામાં આપવાની પણ ચીમકી આપી હતી. અમિત ચાવડાએ આગેવાનોને ગઠબંધન નહીં કરવાની અને પેરાશૂટ ઉમેદવાર પસંદ નહીં કરવાની આગેવાનોને બાંહેધરી આપી છે. ત્યારે આજે એનસીપીએ રાધનપુર બેઠક પર ઉમેદવાર જાહેર કરતા ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">