અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન 12 સદસ્યનું આ પ્રતિનિધિ મંડળ પણ સાથે રહેશે

24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફસ્ટ લેડી મેલાનિયા બે દિવસ માટે ભારતની યાત્રા પર આવી રહ્યા છે. ટ્રમ્પની સાથે 12 સદસ્યોનું પ્રતિનિધિ મંડળ પણ રહેશે. અમેરિકી પ્રશાસને આ અંગેની જાહેરાત કરી હતી. આ પણ વાંચોઃ વડોદરા ગ્રામ્ય પોલીસની એક કાર “ટો” કરી દેવાઈ, ટ્રમ્પની સુરક્ષામાં કોઈ કચાશ નહીં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, […]

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન 12 સદસ્યનું આ પ્રતિનિધિ મંડળ પણ સાથે રહેશે
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Feb 23, 2020 | 11:08 AM

24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફસ્ટ લેડી મેલાનિયા બે દિવસ માટે ભારતની યાત્રા પર આવી રહ્યા છે. ટ્રમ્પની સાથે 12 સદસ્યોનું પ્રતિનિધિ મંડળ પણ રહેશે. અમેરિકી પ્રશાસને આ અંગેની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ વડોદરા ગ્રામ્ય પોલીસની એક કાર “ટો” કરી દેવાઈ, ટ્રમ્પની સુરક્ષામાં કોઈ કચાશ નહીં

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ભારતમાં અમેરિકી રાજદૂત કેન જસ્ટર, કોમર્સ સેક્રેટરી બિલ્બર રોસ, એનર્જી સેક્રેટરી ડેન બોઈલેટ, ચીફ કેયટેકર ઓફ સ્ટાફ મિક મુલવેની અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે હશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પની દિકરી ઈવાન્કા ટ્રમ્પ અને તેના પતિ જારેડ કુશનર, વ્હાઈટ હાઉસના વરિષ્ઠ સલાહકાર છે. તેઓ પણ આ યાત્રામાં સાથે હશે.

ડેલિગેશનમાં સામેલ છે આ લોકો

નીતિ મામલાના વરિષ્ઠ સલાહકાર સ્ટીફન મિલર, વ્હાઈટ હાઉસના સોશિયલ મીડિયા નિદેશક ડેન સ્કેવિનો, મેલાનિયા ટ્રમ્પના સ્ટાફના પ્રમુખ લિંડસે રેનોલ્ડસ, આંતરરાષ્ટ્રીય દુરસંચાર નીતિને વિશેષ પ્રતિનિધિ રોબર્ટ બ્લેયર અને વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સ્ટેફની ગ્રિશમ પણ પ્રતિનિધિમંડળનો ભાગ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક માટે અમેરિકી આંતરરાષ્ટ્રીય વિકાસ નાણા નિગમના CEO એડમ બોહલર, FCCના પ્રમુખ અજીત પઈ, દક્ષિણ અને મધ્ય એશિયા મામલો માટે રાષ્ટ્રપતિના સહાયક લિસા કર્ટિસ, રાષ્ટ્રપતિના વિશેષ સહાયક અને આતંકવાદ વિરોધી મામલાના વરિષ્ઠ નિર્દેશક કાશ પટેલ અને ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ડાયરેક્ટર માઈક પેસી સામેલ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ટ્રમ્પ સોમવારે અમદાવાદ પહોંચશે. આ પછી રાષ્ટ્રપતિ અને ફસ્ટ લેડી આગ્રા જઈ તાજમહેલને નિહાળશે. જ્યાંથી ટ્રમ્પ દિલ્હી ખાતે પહોંચશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">